અમદાવાદ: ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની ત્રીજી મેચ 29મી ઓક્ટોબરે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે. આ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરી રહી છે. દરમિયાન, ન્યૂઝીલેન્ડની આગેવાની સોફી ડિવાઈન કરી રહી છે. બીજી મેચ હાર્યા બાદ છેલ્લી મેચમાં બંને ટીમ શ્રેણી જીતવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે.
શ્રેણી 1-1થી બરોબર:
પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 44.3 ઓવરમાં 227 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડ ટીમને 40.4 ઓવરમાં 168 રન પર ઓલ- આઉટ કરી દીધી હતી. દીપ્તિ શર્માએ 51 બોલમાં 41 રન, યાશિકા ભાટિયાએ 33 બોલમાં 37 રન, જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેનોમાં શેફાલી વર્માએ સૌથી ઝડપી 150 રનની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. શેફાલીએ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
New Zealand win the 2nd ODI by 76 runs.#TeamIndia will look to bounce back in the 3rd and final ODI to win the series
— BCCI Women (@BCCIWomen) October 27, 2024
Scorecard ▶️ https://t.co/h9pG4I3zaQ#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/mpZutvte36
બીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે મળીને પ્રથમ વિકેટ માટે 87 રન જોડી શાનદાર બેટિંગ કરી હતી. સુઝી બેટ્સે 58 રન અને જ્યોર્જિયા પ્લિમરે 41 રન બનાવ્યા હતા. આ સિવાય મેડી ગ્રીને પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત કપ્તાન સોફી ડીવાઇને ત્રણ વિકેટ ઝડપી હતી. અને લિયા ટાહુહુએ 42 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રાધા યાદવે 4, દીપ્તિ શર્માએ 2 અને સાયમા ઠાકોર અને પ્રિયા મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.
બંને ટીમોનો હેડ-ટુ-હેડ રેકોર્ડઃ ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમો ODIમાં અત્યાર સુધીમાં કુલ 55 વખત ટકરાયા છે. જેમાં ન્યુઝીલેન્ડનો હાથ ઉપર છે. ન્યૂઝીલેન્ડે 33 મેચ જીતી છે. ભારત માત્ર 21 મેચ જીત્યું છે. આ સિવાય એક મેચ ડ્રો રહી હતી.
- ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચે 2જી ODI રવિવાર, 27 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IST બપોરે 1:30 વાગ્યે રમાશે.
- ભારત - ન્યુઝીલેન્ડ 2જી ODI નું લાઈવ ટેલિકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોવું?
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે મેચનું સ્પોર્ટ્સ 18 ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. આવી સ્થિતિમાં ચાહકો મેચનો આનંદ માણી શકે છે.
Jess Kerr ends the partnership on 70 as Saima Thakor departs after a hard-fought 29.#INDvsNZ https://t.co/5x7XczpvG2
— Women’s CricZone (@WomensCricZone) October 27, 2024
છેલ્લી મેચ માટે સંભવિત પ્લેઈંગ 11 :
ભારતીય મહિલા ટીમઃ સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, ડેલોન હેમેલ્ટા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શ્રેયંકા પાટિલ, રાધા યાદવ, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી, તેજલ હસબનીસ, સાલ્લી હસબનીસ. સાયમા ઠાકોર, ઉમા છેત્રી, પ્રિયા મિશ્રા
ન્યુઝીલેન્ડની મહિલા ટીમ: સુસી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઇન (સી), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇસાબેલા ગેજ (wk), લોરેન ડાઉન, પોલી ઇંગ્લિસ, ફ્રાન જોનાસ, લી તાહુહુ, હેન્ના રોવે, જેસ કેર, મોલી પેનફોલ્ડ, એડન કાર્સન
આ પણ વાંચો: