નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં હાર બાદ BCCIએ ટીમમાં એક ખેલાડીનો સમાવેશ કર્યો છે. BCCIએ રવિવાર, 24 ઓક્ટોબરે બીજી અને 1 નવેમ્બરે ત્રીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર તેની સત્તાવાર જાહેરાત કરી છે.
BCCIએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'પુરુષોની પસંદગી સમિતિએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ટેસ્ટ શ્રેણીની બાકીની મેચો માટે ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો હતો. વોશિંગ્ટન સુંદર બીજી ટેસ્ટ પહેલા પુણેમાં ટીમ સાથે જોડાશે.
🚨 News 🚨
— BCCI (@BCCI) October 20, 2024
Squad Update: Washington Sundar added to squad for the second and third Test#INDvNZ | @IDFCFIRSTBank
Details 🔽
25 વર્ષીય સુંદરે શનિવારે રણજી ટ્રોફીમાં દિલ્હી સામે સદી ફટકારીને પોતાના તરફ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે સાત વર્ષ બાદ બીજી સદી ફટકારી હતી. સુંદર છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી અને પુણે ટેસ્ટમાં રાષ્ટ્રીય ટીમ માટે રેડ બોલ ક્રિકેટમાં તક મેળવવાનું લક્ષ્ય રાખશે.
ભારત ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ છે કારણ કે તે આઠ વિકેટથી હારી ગયું છે. આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ હોવા છતાં સુંદરનો ટીમમાં સમાવેશ આશ્ચર્યજનક છે. કારણ કે ટીમમાં પહેલાથી જ ચાર સ્પિન ઓલરાઉન્ડર સામેલ છે.
બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ પણ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેબલમાં ટોપ પર છે. પરંતુ, પરિણામો બાદ તેમની જીતની ટકાવારી ઘટી હતી. બીજી તરફ આ જીત બાદ ન્યુઝીલેન્ડે બે સ્થાનની કૂદકો મારી આગળ વધી ગયું છે.
ન્યુઝીલેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ માટે ભારતની અપડેટ ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, વોશિંગ્ટન સુંદર.
આ પણ વાંચો: