ચેન્નાઈઃ અહીંના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે આ ટેસ્ટ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આજે શનિવારે ટેસ્ટના ત્રીજા દિવસે ફરી એકવાર ડાબોડી સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતની મજેદાર શૈલી જોવા મળી, જ્યારે તેણે બાંગ્લાદેશને સ્ટ્રાઈક પર હોય ત્યારે ફિલ્ડિંગ સેટ કરવામાં મદદ કરી. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ચેપોકમાં ત્રીજા દિવસે પંત બાંગ્લાદેશ માટે ફિલ્ડિંગ સેટ કરી હતી. પંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં પંત સ્ટ્રાઈક પર છે ત્યારે કહી રહ્યો છે, 'અરે ભાઈ, અહીં એક આવશે…, એક ફિલ્ડર અહીં આવશે… મિડવિકેટ…'. આ પછી બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ બોલર સાથે મળીને પંતની સૂચનાનું પાલન કર્યું અને ફિલ્ડરને સેટ પોઝીશન (મિડવિકેટ) પર લઈ ગયા.
Always in the captain’s ear, even when it’s the opposition’s! 😂👂
— JioCinema (@JioCinema) September 21, 2024
Never change, Rishabh Pant! 🫶🏻#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/PgEr1DyhmE
634 દિવસ પછી ટેસ્ટ મેચ રમનાર પંત:
634 દિવસ પછી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. 30 ડિસેમ્બર, 2022ના રોજ, પંત રાજધાની દિલ્હીથી તેમના વતન રૂરકી જતી વખતે એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતમાં તેમનો જીવ બચી ગયો હતો. તે પછી, 20 મહિનાની સખત મહેનત અને પુનર્વસન પ્રક્રિયા પછી, પંતે તેના પ્રિય ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. ચેન્નાઈ ટેસ્ટમાં તેને પોતાની સદી પણ પૂરી કરી લીધી છે.
Lunch on Day 3 of the 1st Test.#TeamIndia 205/3
— BCCI (@BCCI) September 21, 2024
Shubman Gill and Rishabh Pant amass 124 runs in the morning session.
Scorecard - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/4qRa6Cvc1i
ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે લંચ સુધીમાં ભારતે 432 રનની લીડ મેળવી લીધી છે. બીજી ઇનિંગમાં ભારતે 3 વિકેટના નુકસાન પર 205 રન બનાવ્યા છે. જેના કારણે ટીમ ઈન્ડિયાની કુલ લીડ 432 રન થઈ ગઈ છે. યુવા બેટ્સમેન શુભમન ગિલ (86) અને ઋષભ પંત (82) રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા હતા. ત્યારબાદ પંતે 128 બોલમાં પોતાની શાનદાર સદી પૂરી કરી હતી.
આ પણ વાંચો: