ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ): બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પ્રથમ મેચમાં તેને જોરદાર હારનો સામનો કરવો પડ્યો હતો. ચટ્ટોગ્રામના મેદાન પર રમાઈ રહેલી આ શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમની સ્થિતિ ઘણી મજબૂત દેખાઈ રહી છે. પરંતુ બીજા દિવસની રમતમાં બાંગ્લાદેશની ટીમ જ્યારે પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવી ત્યારે તેનો સ્કોર એક બોલ બાદ 10 રન હતો. જોકે, બંને બેટ્સમેનોના ખાતા ખૂલ્યા નહોતા. ઘણા પ્રશંસકો ચોક્કસપણે આશ્ચર્ય પામશે કે આવા સંજોગોમાં તે કેવી રીતે થયું.
એક બોલમાં 10 રન કેવી રીતે બનાવ્યાઃ
ચટ્ટોગ્રામ ટેસ્ટ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે 6 વિકેટે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જેમાં તેના ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી અને આ સિવાય બે ખેલાડીઓએ પણ અડધી સદી ફટકારી હતી. આમાં એક નામ આફ્રિકન ટીમના ખેલાડી સેનુરામ મુથુસામીનું છે, જેણે અણનમ 68 રન બનાવ્યા હતા. જો કે, તેણે બેટિંગ કરતી વખતે એક મોટી ભૂલ કરી, જેના કારણે આફ્રિકન ટીમને 5 રનની પેનલ્ટી સહન કરવી પડી. વાસ્તવમાં, જ્યારે મુથુસામી બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તે રન બનાવવાના પ્રયાસમાં પિચની વચ્ચે દોડી ગયો હતો, તેથી અમ્પાયરોએ 5 રનની પેનલ્ટી આપવાનો નિર્ણય લીધો હતો.
10 runs after 1 delivery without bat hitting ball: Have you ever seen this before?! 😮#ICYMI: South Africa were penalised 5 runs earlier for Muthuswamy running straight down the pitch, making Bangladesh start their innings at 5/0.#BANvSAonFanCode pic.twitter.com/nAHFUQBXyK
— FanCode (@FanCode) October 30, 2024
બાંગ્લાદેશની પ્રથમ ઇનિંગ્સ શરૂ થતાં, આફ્રિકાના ઓપનર કાગીસો રબાડાએ પ્રથમ બોલ પર કોઈ રન ન આપ્યો, પરંતુ બીજો બોલ લેગ સાઇડ પર માર્યો, જે બેટ્સમેનથી દૂર ગયો, જે સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર ગયો આ બોલ પર ચાર રન બનાવ્યા હતા અને તે નો-બોલ હોવાથી આ બોલ પર કુલ 5 રન બનાવ્યા હતા અને આ રીતે બાંગ્લાદેશની ઇનિંગ્સનો પ્રથમ બોલ પર સ્કોર કોઈ પણ નુકશાન વિના 10 રન બની ગયો હતો.
બાંગ્લાદેશની સ્થિતિ નાજુકઃ
ચટ્ટોગ્રામ ટેસ્ટમાં મેચના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામ એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમને પ્રથમ દાવમાં 416 રનની મજબૂત લીડ મળી છે. બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા 37 રનમાં 5 વિકેટ ઝડપીને સફળ બોલર બન્યો હતો. પ્રથમ દાવમાં 416 રનની લીડ લીધા બાદ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને ફોલોઓન આપ્યું છે. બાંગ્લાદેશને હવે આ મેચમાં હારથી બચવા માટે કોઈ ચમત્કાર કરવો પડશે.
આ પણ વાંચો: