પુણે: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (MCA) ખાતે ચાલી રહી છે. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 359 રનનો ટાર્ગેટ મળ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે શું ભારતીય ટીમ આ લક્ષ્યનો પીછો કરવામાં સફળ રહેશે, કારણ કે, ભારતીય ટીમ ઘરઆંગણે માત્ર એક જ વાર 350થી વધુ રનનો પીછો કર્યો છે.
ભારતે ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશેઃ
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 259 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર 156 રન જ બનાવી શકી હતી. પ્રથમ દાવના આધારે ન્યુઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી. બીજા દાવમાં ન્યૂઝીલેન્ડની ટીમ 255 રનમાં આઉટ થઈ ગઈ હતી. એકંદરે ભારતીય ટીમને ચોથી ઇનિંગમાં 350થી વધુ રનના લક્ષ્યાંક સુધી પહોંચવાનું છે. જો કે ચોથી ઇનિંગમાં આટલા રન બનાવવા સરળ નથી પણ અશક્ય પણ નથી.
Innings Break!
— BCCI (@BCCI) October 26, 2024
New Zealand bowled out for 255.
4⃣ wickets for @Sundarwashi5
3⃣ wickets for @imjadeja
2⃣ wickets for @ashwinravi99 #TeamIndia need 359 runs to win!
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/ABQKFK2sZt
ભારતે માત્ર એક જ વાર 350+ રનનો પીછો કર્યો:
ભારતીય ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં માત્ર એક જ વાર 350+ રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવામાં આવ્યો છે. ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આ ઈતિહાસ રચ્યો હતો. ડિસેમ્બર 2008માં ભારતે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે 387 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. તે મેચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે સદી (અણનમ 103) ફટકારી હતી અને ભારતીય ટીમ છ વિકેટે મેચ જીતવામાં સફળ રહી હતી.
સેહવાગની આક્રમક ઇનિંગ્સઃ જો કે, ઓપનર વીરેન્દ્ર સેહવાગે તે મેચમાં લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર 68 બોલમાં 83 રન બનાવ્યા હતા. જેમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. સેહવાગની તોફાની ઇનિંગ્સે ભારતીય ટીમને વેગ આપ્યો હતો. યુવરાજ સિંહ (અણનમ 85) અને બીજા ઓપનર ગૌતમ ગંભીર (66) એ પણ અડધી સદી ફટકારી હતી. તે તોફાની ઇનિંગ્સ માટે સેહવાગને 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો હતો.
INDIA NEED 359 TO BEAT NEW ZEALAND IN PUNE AND LEVEL THE SERIES 1-1. 🇮🇳 pic.twitter.com/PPakKia4Kf
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024
ભારતે 406 રનનું લક્ષ્ય હાંસલ કર્યું: જો કે, ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમ દ્વારા સૌથી સફળ રન ચેઝ 1976 માં હતો, જે તેણે વિદેશી ધરતી પર હાંસલ કર્યો હતો. આ પછી પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે આપેલા 406 રનના ટાર્ગેટને ચાર વિકેટ ગુમાવીને પૂરો કર્યો હતો. ભારતીય ટીમ માટે ચોથી ઇનિંગમાં ગુંડપ્પા વિશ્વનાથ (112 રન) અને સુનીલ ગાવસ્કર (102 રન)એ સદીની ઇનિંગ્સ રમી હતી.
ભારતીય ટીમ પુણેમાં 2008ના ઈતિહાસનું પુનરાવર્તન કરી શકશે?
હવે ભારતીય ટીમની સામે પુણે ટેસ્ટ મેચમાં 2008ના ઈતિહાસનું પુનરાવર્તન કરવાનો પડકાર છે. જો કે, આ કોઈ સરળ કાર્ય નહીં હોય. પરંતુ પ્રથમ સેશનમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને વહેલું આઉટ કરી દીધું હતું અને તેણે ચોથી ઇનિંગમાં આક્રમક શરૂઆત કરી હતી. જેના કારણે જીતની આશા વધી ગઈ છે.
આ પણ વાંચો: