નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્ની નતાશાથી છૂટાછેડા લીધા બાદ પ્રથમ વખત તેના પુત્ર અગસ્ત્યને મળ્યો છે. થોડા મહિના પહેલા નતાશા અને હાર્દિક પંડ્યાના છૂટાછેડા થઈ ગયા હતા, જેની માહિતી ખુદ પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
હવે હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના પુત્ર અગસ્ત્યને મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પંડ્યા પોતાના પુત્રને મળીને ખૂબ જ ખુશ છે અને તેની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે. હાર્દિક પહેલા તેના પુત્ર અગત્સ્ય અને તેના ભત્રીજાને ખોળામાં લે છે. પંડ્યાનો તેના બાળકો પ્રત્યેનો પ્રેમ ઘણો વાયરલ થઈ રહ્યો છે.
Hardik Pandya met his son Agastya and the happiness & Joy on Hardik's face. 🥹
— Tanuj Singh (@ImTanujSingh) September 22, 2024
- PURE WHOLESOME VIDEO..!!!! ❤️ pic.twitter.com/IGiEdrMqFS
ખોળામાંથી ઉતર્યા પછી, અગત્સ્ય કારની બીજી બાજુ દોડે છે, કારમાં બેસે છે અને હાર્દિક પંડ્યાને હાઈ-ફાઈવ કરે છે. આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યાની ખુશીની છે. યુઝર કહે છે કે, 'હાર્દિકની આ ખુશી તેના બાળક માટે પિતાનો પ્રેમ દર્શાવે છે.'
તમને જણાવી દઈએ કે, તેની પૂર્વ પત્ની નતાશા થોડા દિવસો પહેલા વિદેશથી પરત આવી હતી, ત્યારબાદ તે તેના કથિત બોયફ્રેન્ડ અને નજીકના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે ફરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. હાર્દિક-નતાશા બાદ પંડ્યાને પણ ચાહકો તરફથી ઘણી સહાનુભૂતિ મળી છે.
Pure joy! ✨ The happiness on Hardik Pandya's face as he meets his son is priceless. ❤️ pic.twitter.com/PTY7h3bDQk
— CricketGully (@thecricketgully) September 22, 2024
જોકે, મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનતા પહેલા પંડ્યાને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં મુંબઈના પ્રશંસકોએ પણ મેદાનમાં શબ્દો દ્વારા તેના ઉપર ખૂબ ખરાબ રીતે પ્રહારો કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં નતાશાના કોઈ નજીકના વ્યક્તિએ કહ્યું હતું કે, પંડ્યા અને નતાશાના છૂટાછેડા હાર્દિકના કારણે થયા છે.
હાર્દિકની પત્ની નતાશા તેની સાથે સુમેળમાં રહી શકતી ન હતી. એક નજીકના મિત્રએ જણાવ્યું કે, હાર્દિક પંડ્યા નતાશા માટે ખૂબ જ દેખાડો કરતો હતો અને તેના કહેવા પ્રમાણે, તે ખૂબ જ ઘમંડી હતો. તેની પત્ની તેને સહન કરી શકતી ન હતી. તેણીએ વધુમાં કહ્યું કે, નતાશાએ હાર્દિકને બદલવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હોવા છતાં, તેમની વચ્ચેનું અંતર વધતું ગયું અને સમય આગળ વધતો ગયો.
આ પણ વાંચો: