અમદાવાદ: વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સ ચેન્નાઇ સુપર કિંગ સામે ફાઇનલમાં હારી રનર અપ બની હતી. બંને સમયે ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા હતા. 24, માર્ચના રોજ ગુજરાત ટાઇટન્સ તેની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ સાથે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.
બોલિંગ કોચ આશિષ નેહરાનું નિવેદન: બે સિઝનથી ઉત્તમ પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા કોઈ કારણોસર 2024ની સિઝનમાં ગુજરાત ટાઇટન્સ છોડી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો છે. હાલ ગુજરાત ટાઇટન્સના કપ્તાન શુભમન ગિલ છે. જેને કપ્તાનીનો કોઈ અનુભવ નથી. આ સાથે ગુજરાત ટાઇટન્સના મહત્વના બોલર મહંમદ શમી પણ ઈજાઓના કારણે આઇપીએલ 2024ની આખી ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. આ પ્રશ્ન નો જવાબ આપતા ટીમના હેડ અને બોલિંગ કોચ આશિષ નેહરાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટીમમાં હાર્દિક નથી, શમી નથી એ સત્ય સ્વીકારીને આગળ વધવું જોઈએ. ગુજરાત ટાઇટન પાસે ઉમેશ યાદવ છે, રાશીદ ખાન છે જે સારો દેખાવ કરશે. સાઈ કિશોર પણ આશાસ્પદ યુવા ખેલાડી છે. હાર્દિક અને શમી સિવાય પણ ટીમ સારો દેખાવ કરી શકે એમ છે.
હઝમત અને સ્પેન્સર જ્હોન પર નજર રહેશે: ટીમના બેટિંગ કોચ ગેરી કર્સ્ટને જણાવ્યું હતુ કે, ટીમમાં ગિલ, ડેવિડ મિલર સાથે કેન વિલિયમસન છે જે બેટીંગમાં સારું યોગદાન આપશે. પ્લેયર શાહરૂખ ખાન પાસે પણ અપેક્ષા છે. રોબિન મીન્સ ઈજાથી બહાર આવશે તો પછીની મેચોમાં તેનો સમાવેશ કરીશું. મેથ્યુ વેડ પણ ઉપયોગી બેટ્સમેન છે પણ હા, બોલિંગમા શમીની મોટી ખોટ સાલશે. ગિલ ક્વોલિટી પ્લેયર છે.