અમદાવાદ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સ (GT) એ તેમના કેપ્ટન શુભમન ગિલના 24માં જન્મદિવસ પર ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે. ગિલ, જે હાલમાં દેશના શ્રેષ્ઠ યુવા બેટ્સમેનોમાંનો એક છે, તેણે પહેલાથી જ તમામ ફોર્મેટમાં ભારત માટે તેની ઓળખ સ્થાપિત કરી છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમમાં નેતૃત્વની ભૂમિકા માટે પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
Ready for the big reveal at the Box Park, Gota, Ahmedabad 𝘁𝗼𝗺𝗼𝗿𝗿𝗼𝘄 𝗮𝘁 𝟭𝟬:𝟬𝟬 𝗔𝗠? 👀
— Gujarat Titans (@gujarat_titans) September 7, 2024
Aa jaao #TitansFAM, dikha denge! 🤓🤩#AavaDe | #HappyBirthdayCaptain pic.twitter.com/dA3ABJ51dH
ગિલ રવિવાર, સપ્ટેમ્બર 2024ના રોજ 25 વર્ષનો થશે. તેમના જન્મદિવસ નિમિત્તે, GT અમદાવાદમાં તેમના કૅપ્ટનના 'લાર્જર ધેન લાઇફ' આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવાની યોજના બનાવી છે. ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી હતી કે, રવિવારે અમદાવાદમાં બોક્સપાર્ક, ગોતા ખાતે ફ્રેન્ચાઇઝી દ્વારા અગાઉ ક્યારેય ન જોયેલી આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝીએ ચાહકોને ગિલના જન્મદિવસની ઉજવણીનો ભાગ બનવા માટે પણ આમંત્રણ આપ્યું છે.
ગુજરાત ટાઇટન્સ તેમના સુકાની, શુભમન ગીલના 25મા જન્મદિવસની ઉજવણી માટે બોક્સપાર્ક, ગોતા, અમદાવાદ ખાતે અગાઉ ક્યારેય ન જોયેલી આર્ટ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કરશે. આ ઇવેન્ટ 8 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે શરૂ થશે. GT એ X પર પોસ્ટ કરતાં તેના ચાહકો માટે લખ્યું હતું કે, 'એક ધમાકેદાર સરપ્રાઈઝ માટે તૈયાર છો #TiatansFan?'
Ek dhamakedar surprise maate taiyyar chho, #TitansFAM? 😉
— Gujarat Titans (@gujarat_titans) September 7, 2024
📍 Box Park, SG Highway, Opp. Jaguar Car Showroom, Gota, Ahmedabad
🗓️ 8th September
⏰ 10:00 AM
💯% attendance, #AavaDe! 💙 pic.twitter.com/mC7HN8ME4h
ગિલ 2022માં IPLમાં તેમની ડેબ્યૂ સિઝન પહેલા ગુજરાત ટાઇટન્સમાં જોડાયો હતો. ગુજરાત ટાઈટન્સે 2022માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. ટે જ વર્ષમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનની સાથે ફ્રેન્ચાઇઝી દ્વારા સહી કરાયેલા માર્કી ખેલાડીઓમાં શુભનમ પણ જોડાયો હતો. ત્યારથી ગિલ છેલ્લી ત્રણ સિઝનમાં 45 મેચોમાં 44.97ની એવરેજ અને 147 સ્ટ્રાઇકથી 1799 રન સાથે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે .
ભૂતપૂર્વ સુકાની હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફરવા માટે ફ્રેન્ચાઇઝી છોડી દીધા પછી ગિલને IPL 2024 પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ગિલની કપ્તાની હેઠળ GT પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી.
𝙋𝙖𝙧𝙙𝙖 𝙝𝙖𝙩𝙚𝙜𝙖 𝙟𝙖𝙡𝙙𝙞 𝙝𝙞! ⏰
— Gujarat Titans (@gujarat_titans) September 7, 2024
A stunning surprise gift for Captain Gill's birthday... and you can watch it being unveiled. ⏳🥹#AavaDe pic.twitter.com/IlgK4fDtOJ
દુલીપ ટ્રોફીમાં શુભમન ગિલ એક્શનમાં:
ગિલ હાલમાં દુલીપ ટ્રોફી 2024-25ના પ્રથમ રાઉન્ડમાં એક્શનમાં છે જ્યાં તે ઇન્ડિયા B સામે ઇન્ડિયા A ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. સ્ટાઇલિશ જમણા હાથના આ ખેલાડીએ ઇન્ડિયા B સામેની તેની ટીમની પ્રથમ ઇનિંગમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. કારણ કે, તે 43 બોલમાં 25 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. ગિલ બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પહેલા 2જી ઇનિંગમાં સારો સ્કોર કરે તેવી આશા છે.
આ પણ વાંચો: