અમદાવાદ: 5 ડિસેમ્બર એટલે કે આજથી ગુજરાત ખેલ મહાકુંભ 2024 માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ખેલ મહાકુંભ 3.0 માં અલગ અલગ 39 રમતોમાં ખેલાડીઓને 45 કરોડ રૂપિયા સુધીના ઈનામ જીતવાની તક મળશે. વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જાણો ખેલ મહાકુંભ 2024ની કી કી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, અને કેવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકાય.
ખેલ મહાકુંભ 2024નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ:
ખેલ મહાકુંભ 2024માં રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ, યુવક યુવતીઓ, પુરુષ, મહિલા અને સિનિયર સિટીઝન નાગરિકો દરેક રમત ગમતમાં ભાગ લઇ શકશે અને ઇનામ પણ જીતી શકે છે. આ સ્પર્ધાને ગુજરાત ખેલ મહાકુંભ 3.0 નામ આપવામાં આવ્યું છે. આ રમત સ્પર્ધામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે પણ ખાસ ખેલ મહાકુંભનું આયોજન કરાયું છે. આ વખત ખેલ મહાકુંભ 2024 માં વિવિધ 39 રમત સ્પર્ધા યોજાશે. રમતવીરોને 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે.
Calling all sports enthusiasts!
— Harsh Sanghavi (@sanghaviharsh) December 5, 2024
The doors to the most Awaited Khel Mahakumbh are now open. Don’t miss your chance—sign up today and also invite your friends to be part of the excitement!
▪️https://t.co/FWQ7SkjT81
ખેલ મહાકુંભ 3.0 માટે રજિસ્ટ્રેશન 5 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2024… pic.twitter.com/X8VofZ9rHa
આ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો:
ગુજરાત ખેલ મહાકુંભ 2024માં વિવિધ 39 રમતોનું આયોજન થશે. જેમા આર્ચરી, આર્ટિસ્ટિક સ્કેટિંગ, એથ્લેટિક્સ, બેડમીન્ટ, બાસ્કેટ બોલ, બોક્સિંગ, ચેસ, સાયકલિંગ, ઘોડે સવારી, ફેન્સિંગ, ફુટબોલ, જીમ્નાસ્ટીક, હેન્ડબોલ, હોકી, જુડો, કબડ્ડી, કરાટે, ખો ખો, લોન ટેનિસ, મબખમ્બ, રોલબોલ, રગ્બી ફુટબોલ, શુટિંગ, શુટિંગ બોલ, સ્કેટિંગ, સોફ્ટ ટેનિસ, સ્પોર્ટ ક્લાઇમિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેકવેન્ડોસ, દોરડા ખેંચ, વોલીબોલ, વેઇટ લિફ્ટિંગ, કુસ્તી, યોગાસન, બીચ હેન્ડબોલ, બીચ વોલીબોલ, સેપાક ટકરાવ, વુડબોલ વગેરે રમતમાં ભાગ લઈ શકે છે.
45 કરોડના ઇનામ જીતવાની તક:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાનાર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 39 રમતો , 32 ઓલમ્પિક સ્પોર્ટસ, 7 ઇમર્જિંગ સ્પોર્ટ્સ અને ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત 25 પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત ગુજરાત ખેલ મહાકુંભ 2024 માં વિવિધ 39 પ્રકારની સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજાશે. આ ખેલ મહાકુંભમાં વિજેતાઓને કુલ 45 કરોડ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક મળશે. ઉપરાંત અન્ય યોજનાનો લાભ પણ મળશે.
- શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની રમતોમા એથલેટીક્સ, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનો આયોજન તારીખ 1 અને 3એ યોજાશે.
- તાલુકાકક્ષાએ 07 રમતો એથ્લેટીક્સ, ચેસ, યોગાસન, કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, વોલીબોલ જેવી રમતોનું આયોજન તારીખ 06 થી 12 જાન્યુઆરીના રોજ યોજવામાં આવશે.
- જિલ્લા કક્ષાએ આર્ચરી, આર્ટીસ્ટીક સ્કેટીંગ, એથ્લેટીક્સ, બેડમિન્ટન, ચેસ, જુડો, કરાટે, લોન-ટેનીસ, સ્કેટીંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેકવોન્ડો, કુસ્તી, યોગાસન, બાસ્કેટબોલ, ફૂટબોલ, હેન્ડબોલ, હોકી, કબડ્ડી, ખોખો, રગ્બી, શુટીંગબોલ, રસ્સાખેંચ અને વોલીબોલ જેવી રમતોનું આયોજન તારીખ 15 જાન્યુઆરી 31 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવશે.
Had a fruitful meeting with the officials from the Sports Authority of Gujarat to discuss the much-awaited #KhelMahakumbh 3.0. Excited to share that registrations will begin on 5th December, Gear up to showcase your talent and be part of this grand sporting celebration. pic.twitter.com/LJRcg7nyRR
— Harsh Sanghavi (@sanghaviharsh) December 2, 2024
આ વર્ષે ખેલ મહાકુંભમાં નીચે મુજબ ખેલાડીઓ ભાગ લઈ શકશે:
(1) શારિરીક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, વોલીબોલ અને સ્વીમીંગમાં ભાગ લઇ શકશે,
(2) માનસિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વીમીંગ, રોલર સ્કેટીંગ, હેન્ડબોલ, ટેબલ ટેનીસ, બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ, સોફ્ટબોલ જેવી રમતોમાં ભાગ લઈ શકશે.
(3) અંધજન દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, અને ચેસમાં ભાગ લઈ શકે છે.
(4) જે ખેલાડીઓ બોલી કે સાંભળી શકતા નથી તેવા દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલમાં ભાગ લાઇસ શકે છે.
(5) સેરેબલ પાલ્સી દિવ્યાંગ ખેલાડીઓ એથ્લેટીક્સ, રમતમાં ભાગ લઇ શકશે.
ખેલ મહાકુંભ 3.0 માટે આ રીતે ઓનલાઈન નોંધણી કરી શકો છો:
ગુજરાત ખેલ મહાકુંભ 2024 માં ભાગ લેવા માટે રમતવીરો 5 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર 2024 વચ્ચે નોંધણી કરાવી શકાશે. ખેલ મહાકુંભ 2024માં ભાગ લેવા માટે રમતવીરોએ સત્તાવાર વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
આ રીતે કરો ઓનલાઇન રજિસ્ટ્રેશન:
- સૌ પ્રથમ ગૂગલ એપમાં જઈને ખેલ મહાકુંભ સર્ચ કરો, ત્યારવાદ પ્રથમ વેબસાઇટ ખેલ મહાકુંભ (સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત) દેખાશે, તે સત્તાવાર વેબસાઇટ છે.
- વેબસાઇટ પર ક્લિક કરશો એટલે જમણી બાજુ ઉપરની સાઈડ વાદળી કલરની પટ્ટીમાં (Khelmahakumbh - Login / Register)આ રીતે લખ્યું હશે.
- તેના પર ક્લિક કરશો એટલે 6 વિકલ્પ દેખાશે જેમાંથી તમારે નવા રજીસ્ટ્રેશન માટે (નવું વ્યકિતગત રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ) પર ક્લિક કરવાનું.
- ત્યારબાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી બધી જ અંગત માહિતી ભરવાની રહેશે.
- માહિતી સંપૂર્ણપણે ભરી દીધા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી ખેલ મહાકુંભમાં તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જશે.
આ પણ વાંચો: