વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચુકેલા દિગ્ગજ વડોદરાના અંશુમાન ગાયકવાડનું 71 વર્ષની વયે વડોદરામાં નિધન થયું છે. જાણવા મળતી વિગત પ્રમાણે તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી તેમના પરિવાર અને ચાહકો અને ક્રિકેટજગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.
BCCI Secretary Jay Shah tweets, " my deepest condolences to the family and friends of aunshuman gaekwad. heartbreaking for the entire cricket fraternity. may his soul rest in peace." pic.twitter.com/7tKXP32aBK
— ANI (@ANI) July 31, 2024
અંશુમાન ગાયકવાડની ક્રિકેટજગતમાં યોગદાન અંશુમાન ગાયકવાડની વાત કરીએ તો 71 વર્ષીય ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 40 ટેસ્ટ અને 205 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. અંશુમાનની ભારતીય ટીમના કોચ પદે પણ પસંદગી કરવામાં આવી હતી અને તેઓ ટીમ ઈન્ડિયાના સારા સુકાની તરીકે પણ ઉભરી આવ્યા હતાં. તેમની સૌથી મોટી ક્ષણો 1998માં શારજાહમાં અને ફિરોઝશાહ કોટલામાં આવી હતી જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ દસ વિકેટ લીધી હતી. એટલું જ નહીં અંશુમાન ગાયકવાડ ભારત માટે લાંબી ઈનિંગ્સ પણ રમી ચુક્યાં છે. તેઓ ગુજરાતની રણજી ટ્રોફી ટીમના કોચ પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત ભારતીય ટીમના પસંદગીકાર, ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને બીસીસીઆઈના સેક્રેટરી જેવા મહત્વના પદ પણ સંભાળી ચુક્યાં છે.
" deeply saddened by the demise of anshuman gaekwad ji, a legendary cricketer whose cricketing skills enhanced the pride of indian cricket. my heartfelt condolences are with his family and followers during this hour of grief. om shanti," posts union home minister amit shah… pic.twitter.com/mdgYGuuzaH
— Press Trust of India (@PTI_News) July 31, 2024
અંશુમાન ગાયકવાડની ક્રિકેટ કારકિર્દી:પૂર્વ ભારતીય ક્રિકેટર અને બરોડાના દિગ્ગજ ખેલાડી અંશુમાન ગાયકવાડ છેલ્લા એકાદ વર્ષથી બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા હતા. ગાયકવાડની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો, 1975થી 1987 સુધીમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં સર્વોત્તમ પ્રદર્શન કર્યુ હતું આ દરમિયાને તેમણે ભારત માટે 40 ટેસ્ટ અને 15 વનડે મેચ રમી હતી, તેમણે 40 ટેસ્ટમાં બે સદી અને 10 ફિફ્ટી સાથે 1985 રન ફટકાર્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. જ્યારે 15મી વનડેમાં તેમના 269 ૨ન અને એક વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ગાયકવાડ 1997થી 1999 અને પછી 2000માં ભારતીય ટીમના કોચ બન્યા. ગાયકવાડના નેતૃત્વમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ડોમેસ્ટિક સીરિઝ 2-1થી જીતી હતી જ્યારે ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ડ્રો રહી હતી.