નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ મેચ 15 ઓક્ટોબરથી મુલતાનમાં રમાશે. પરંતુ તે પહેલા ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રથમ ટેસ્ટમાં હાર બાદ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને સરફરાઝ અહેમદને બીજી અને ત્રીજી મેચ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે.
ફખર ઝમાને વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યું:
પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાને પૂર્વ કેપ્ટન બાબર આઝમને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવતા નિરાશા વ્યક્ત કરી હતી. ફખરે વરિષ્ઠ ખેલાડીને સમર્થન ન આપવા બદલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ટીકા કરી અને ખરાબ ફોર્મમાંથી પસાર થવા છતાં વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બહાર ન કરવાનો દાખલો પણ આપ્યો.
It’s concerning to hear suggestions about dropping Babar Azam. India didn’t bench Virat Kohli during his rough stretch between 2020 and 2023, when he averaged 19.33, 28.21, and 26.50, respectively. If we are considering sidelining our premier batsman, arguably the best Pakistan…
— Fakhar Zaman (@FakharZamanLive) October 13, 2024
ફખરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'બાબર આઝમના આ સમાચાર ચિંતાનું કારણ છે. પાકિસ્તાનના શ્રેષ્ઠ બેટ્સમેનને બાદ કરવાથી નકારાત્મક સંદેશ જશે. તેમણે કહ્યું કે, ભારતે વિરાટ કોહલીના 3 વર્ષ સુધી ખરાબ ફોર્મ હોવા છતાં તેને છોડ્યો નથી. આપણા મુખ્ય ખેલાડીઓને નબળા પાડવાને બદલે આપણે તેમની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ.
બાબર આઝમનું ખરાબ ફોર્મ:
તમને જણાવી દઈએ કે, બાબર આઝમ હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં બાબરે મુલતાનની સપાટ પીચ પર અનુક્રમે 30 અને 5 રન બનાવ્યા હતા, જ્યાં ઈંગ્લેન્ડના હેરી બ્રુક (317) અને જો રૂટ (262) એ ટીમ માટે ઈતિહાસ રચ્યો હતો. બાબર ડિસેમ્બર 2022 પછી એક પણ ટેસ્ટ અડધી સદી ફટકારી શક્યો નથી.
🚨 Pakistan name squad for second and third Tests against England 🚨#PAKvENG | #TestAtHome pic.twitter.com/EHS9m84TXK
— Pakistan Cricket (@TheRealPCB) October 13, 2024
પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 0-1થી પાછળ છે અને વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં પણ સૌથી નીચે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય ખેલાડીઓના વર્તમાન ફોર્મ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને બાબર, શાહીન, નસીમ અને સરફરાઝને આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: