હૈદરાબાદ: દુલીપ ટ્રોફી 2024, જે ભારતની 2024-25ની સ્થાનિક સિઝનની શરૂઆત કરે છે, તે આજથી બેંગલુરુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના અનંતપુરમાં શરૂ થવાની છે. દુલીપ ટ્રોફીની આ 61મી આવૃત્તિમાં એક નવું ફોર્મેટ છે, જેમાં અગાઉની આવૃત્તિઓમાં છ ઝોન-આધારિત ટીમોને બદલે ચાર ભારતીય ટીમો ભાગ લેશે. ભારત A, B, C અને D ગ્રૂપની પસંદગી રાષ્ટ્રીય પસંદગીકારો દ્વારા કરવામાં આવી છે અને ચારેય ટીમો 5 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રમશે.
ટીમ A બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટીમ Bનો સામનો કરશે, જ્યારે ટીમ C અનંતપુરના ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમમાં ટીમ Dનો સામનો કરશે. રાઉન્ડ-રોબિન ગ્રૂપ સ્ટેજના ભાગ રૂપે ચાર દિવસીય ફર્સ્ટ-ક્લાસ મેચમાં ટીમો એક વખત એકબીજાનો સામનો કરશે, જેમાં કુલ છ મેચો રમાશે. દરેક ટીમ ત્રણ મેચ રમશે અને સૌથી વધુ પોઈન્ટના આધારે ટુર્નામેન્ટ વિજેતાને તાજ પહેરાવવામાં આવશે. જેમાં શુભમન ગિલ ટીમ Aનું સુકાન સંભાળશે, જ્યારે સ્થાનિક ક્રિકેટના દિગ્ગજ અભિમન્યુ ઇશ્વરન ટીમ Bનું સુકાન સંભાળશે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ટીમ Cનું નેતૃત્વ કરશે અને 2024 IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર ટીમ Dનું નેતૃત્વ કરશે.
યશસ્વી જયસ્વાલ, અર્શદીપ સિંહ, કેએલ રાહુલ, શિવમ દુબે, મયંક અગ્રવાલ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, યશ દયાલ, ઈશાન કિશન અને અન્ય સહિત સંખ્યાબંધ ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અનુભવી સ્થાનિક ખેલાડીઓની સાથે એક્શનમાં હશે.
🚨 NEWS 🚨
— BCCI Domestic (@BCCIdomestic) August 14, 2024
Squads for first round of #DuleepTrophy 2024-25 announced
All The Details 🔽 @IDFCFIRSTBankhttps://t.co/EU0RDel975
ચાર ટીમો ધરાવતી ફર્સ્ટ-ક્લાસ રેડ-બોલ ટુર્નામેન્ટ ફક્ત JioCinema, Sports18 - 3 અને Sports18, Sports પર ઉપલબ્ધ રહેશે. ટુર્નામેન્ટ કવરેજમાં ભૂતપૂર્વ ક્રિકેટરો અભિનવ મુકુંદ અને વીઆરવી સિંઘના મેચ પહેલાના અને પોસ્ટ-શોનો પણ સમાવેશ થશે, જેમાં પ્રી-શો સવારે 9 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ દિવસની રમત પછી પોસ્ટ-શો થશે. પ્રી-શો ઉદ્ઘાટનના દિવસે સવારે 8:45 વાગ્યે શરૂ થશે.
કઈ ટીમમાં કયા ખેલાડીઓ?
ઇન્ડિયા A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાયન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વત કાવરપ્પા , કુમાર કુશાગ્ર , શાશ્વત રાવત.
ઈન્ડિયા B: અભિમન્યુ ઈસ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન (વિકેટકીપર).
ઈન્ડિયા C: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), બી ઈન્દરજીત, ઋત્વિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કંડે, આર્યન જુયલ( વિકેટકીપર) , સંદીપ વોરિયર.
ઈન્ડિયા ડી: શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સરંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કેએસ ભગત (વિકેટકીપર), સૌરભ કુમાર.
જાણો દુલીપ ટ્રોફી 2024ના લાઇવ કવરેજ અને પ્રસારણ કયા કરવામાં આવશે?
- ટુર્નામેન્ટ: IDFC ફર્સ્ટ બેંક દુલીપ ટ્રોફી 2024
- સમયગાળો: સપ્ટેમ્બર 5 - સપ્ટેમ્બર 22, 2024
- સ્થળ: બેંગલુરુ, કર્ણાટક અને અનંતપુર, આંધ્રપ્રદેશ
- સમય: સવારે 9:30 થી
- ભારતમાં લાઇવ સ્ટ્રીમિંગ: JioCinema
- ભારતમાં ટીવી પ્રસારણ: Sports18 - 3, Sports18 Khel