નવી દિલ્હીઃ બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડીઓમાંથી એક મહમુદુલ્લાહે મંગળવારે T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મહમુદુલ્લાએ 3 વર્ષ પહેલા ક્રિકેટના સૌથી જૂના ફોર્મેટ ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી, હવે તેણે T20માંથી પણ નિવૃત્તિની જાહેરાત કરી છે.
ભારતમાં બાંગ્લાદેશની વર્તમાન સીરીઝ ટી20 ક્રિકેટમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય સીરીઝ હશે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટને બુધવારે નવી દિલ્હીમાં સીરીઝની બીજી T20 મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ T20 મેચ રમનાર ક્રિકેટરે કહ્યું કે તેણે તેના પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ નિર્ણય લીધો છે.
Bangladesh Legend Mahmudullah To Retire From T20Is After India Series 🇧🇩
— Satyam Singh (@Satyam_Rajput7) October 8, 2024
One of the greatest cricketers of Bangladesh has played 50 Tests, 232 ODIs, and 138 T20Is in his 17-year international cricket career. He scored over 10,000 runs and took more than 150 wickets. #INDvsBAN… pic.twitter.com/Y7MNVCHhEa
ઓલરાઉન્ડર મહમુદુલ્લાહે કહ્યું, 'મેં ભારત આવતા પહેલા બોર્ડને મારા નિર્ણય વિશે જાણ કરી હતી. હૈદરાબાદમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી T20 મેચ ટૂંકા ફોર્મેટમાં મારી છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે. મહમુદુલ્લાહ એવા T20 ક્રિકેટર છે જેણે બાંગ્લાદેશની જર્સીમાં સૌથી વધુ મેચ રમી છે.'
આ ઓલરાઉન્ડરના નામે 139 T20 મેચોમાં 2,394 રન અને 40 વિકેટ નોંધાયેલા છે. તે માત્ર સૌથી વધુ મેચ રમનાર કેપ્ટન જ નથી, પરંતુ તે એવા કેપ્ટન પણ છે કે જેણે સૌથી ટૂંકા ફોર્મેટમાં સૌથી વધુ મેચોમાં દેશનું નેતૃત્વ કર્યું છે. 2007માં કેન્યા વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર મહમુદુલ્લાહ 43 મેચોમાં દેશની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે. બાંગ્લાદેશે આમાંથી 16 મેચ જીતી છે.
તે 2021 T20 વર્લ્ડ કપમાં ટીમના કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી હતી અને 12 ઓક્ટોબરે તેની 17 વર્ષની T20 કારકિર્દીનો અંત થવા જઈ રહ્યો છે. તે દરમિયાન, વર્તમાન ,સીરીઝ પર નજર કરીએ તો,ગ્વાલિયરમાં ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને આગળ છે. તેણે પ્રથમ મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવ્યું હતું. ગ્વાલિયરમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 19.5 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં વર્લ્ડ ચેમ્પિયનોએ 49 બોલ બાકી રહેતા રન આપી દીધા હતા.
આ પણ વાંચો: