કિંગ્સટાઉન (વેસ્ટ ઈન્ડિઝ): બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સોમવારે આર્નોસ વેલ ગ્રાઉન્ડ, કિંગ્સટાઉન, સેન્ટ વિન્સેન્ટ ખાતે પ્રથમ T20I રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે યજમાનોને ચોંકાવી દીધા હતા અને 7 રનથી શાનદાર જીત નોંધાવી હતી. 3 મેચની વનડે શ્રેણી 0-3થી ગુમાવ્યા બાદ બાંગ્લાદેશે પ્રથમ T20માં શાનદાર વાપસી કરી અને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ઈતિહાસ રચ્યો.
🚨 HISTORY AT KINGSTOWN 🚨
— Johns. (@CricCrazyJohns) December 16, 2024
BANGLADESH DEFEATED WEST INDIES IN WEST INDIES FOR THE FIRST TIME IN T20I...!!!! pic.twitter.com/AJnhKMGzUd
વેસ્ટ - ઈન્ડિઝની ઘરઆંગણે પ્રથમ હાર:
બાંગ્લાદેશે પ્રથમ વખત ઘરઆંગણે T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું સ્ટાર ઓલરાઉન્ડર મેહદી હસનના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશે પ્રથમ T20Iમાં વેસ્ટ ઈન્ડિઝને 7 રનથી હરાવ્યું. બાંગ્લાદેશની આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે વેસ્ટ ઈન્ડિઝમાં પહેલીવાર T20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતના હીરો રહેલા મેહદી હસને 4 વિકેટ લેવાની સાથે 26 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને તેમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચ વિનિંગ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
Bangladesh stun the West Indies to take a 1-0 T20I series lead in St Vincent 👏#WIvBAN 👉 https://t.co/aQDOFQdara pic.twitter.com/UdymxJ5iUz
— ICC (@ICC) December 16, 2024
બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારિત 20 ઓવરમાં મહેમાનોને (147/6)ના સ્કોર સુધી રોક્યા. બાંગ્લાદેશ તરફથી સૌમ્યા સરકારે સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. ઝાકિર અલી અને શમીમ હુસૈને 27-27 રનની ઇનિંગ રમી હતી. જ્યારે યજમાન ટીમ તરફથી અકીલ હોસેન અને ઓબેદ મેકકોયે 2-2 વિકેટ લીધી હતી.
Bangladesh Tour of West Indies 2024
— Bangladesh Cricket (@BCBtigers) December 16, 2024
West Indies vs Bangladesh | 1st T20I
Player of the Match:
Mahedi Hasan (Bangladesh) | 26* (24) & 4/13
PC: CWI#BCB | #Cricket | #BANvWI | #T20 pic.twitter.com/4qd5yqPo6i
બાંગ્લાદેશે પ્રથમવાર વેસ્ટ- ઈન્ડિઝને ઘરઆંગણે હરાવ્યું:
બાંગ્લાદેશ માટે 147 રનનો બચાવ કરવો સરળ નહોતું. પરંતુ, તેના બોલરો શરૂઆતથી જ કેરેબિયન બેટ્સમેનો પર દબાણ બનાવવામાં સફળ રહ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલ સિવાય વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો બાંગ્લાદેશના બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા. પોવેલે 60 રનની શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. રોમારીયો શેફર્ડ (22) એ છેલ્લી ઓવરોમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા, પરંતુ તેના પ્રયાસો અપૂરતા સાબિત થયા હતા અને બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 19.5 ઓવરમાં 140ના સ્કોર પર આઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશ તરફથી મેહદી હસને 4, હસન મહમૂદ અને તસ્કીન અહેમદે 2-2 વિકેટ લીધી હતી.
West Indies vs Bangladesh | 1st T20I
— Bangladesh Cricket (@BCBtigers) December 16, 2024
Bangladesh won by 7 Runs 🇧🇩 👏
PC: CWI#BCB | #Cricket | #BANvWI | T20 pic.twitter.com/M6COygfbcI
વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હતી, જેનો બાંગ્લાદેશના જમણા હાથના સ્ટાર ફાસ્ટ બોલર હસન મહમૂદે શાનદાર રીતે બચાવ કર્યો હતો. મહમૂદે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન જ ખર્ચ્યા અને રોવમેન પોવેલ (60) અને એલ્ઝારી જોસેફ (9)ની વિકેટ લઈને પોતાની ટીમને જીત તરફ દોરી ગઈ.
આ પણ વાંચો: