દુબઈ: ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ICC મહિલા T20 વર્લ્ડ કપની 14મી મેચ આજે એટલે કે 11મી ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ખાતે રમાશે. એલિસા હીલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશીપ કરશે. PCB ના રિપોર્ટ મુજબ પાકિસ્તાનની કેપ્ટન સના ફાતિમા તેના પિતાના મૃત્યુ બાદ સ્વદેશ પરત ફરી છે. તેની ગેરહાજરીમાં મુનીબા અલી ટીમનું નેતૃત્વ કરશે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં પાકિસ્તાનને હરાવીને અજેય રહેવા ઈચ્છશે તો બીજી તરફ પાકિસ્તાન કટ્ટર હરીફ ભારત સામે તેની છેલ્લી મેચ હાર્યા બાદ આ મેચ જીતવા ઈચ્છશે. પાકિસ્તાન અત્યારે ગ્રુપ Aમાં ત્રીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
પાકિસ્તાન માટે 'કરો અથવા મરો' સ્થિત:
ઓસ્ટ્રેલિયા તેમની છેલ્લી ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રભાવશાળી જીત બાદ આત્મવિશ્વાસથી ભરપૂર છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમે બેથ મૂની અને એલિસ પેરીના મહત્વપૂર્ણ યોગદાનથી 149 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બોલરોમાં મેગન શુટે ઓસ્ટ્રેલિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. એનાબેલ સધરલેન્ડે પણ ત્રણ વિકેટ ઝડપી હતી અને ન્યુઝીલેન્ડને 88 રનમાં આઉટ કરી દીધું હતું. દરમિયાન, ભારત સામે સાત વિકેટની હારનું મુખ્ય કારણ પાકિસ્તાનની બેટિંગનું વહેલું પતન હતું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 105 રન જ બનાવી શક્યું, જવાબમાં ભારતે 19મી ઓવરમાં આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું.
Can Pakistan topple the reigning #T20WorldCup champions and get a step closer to a semi-final spot? 🏏
— ICC (@ICC) October 11, 2024
Day 9 preview ➡️ https://t.co/NndegzeU2T#WhateverItTakes pic.twitter.com/1uORIC3RNO
હેડ-ટુ-હેડ રેકોર્ડઃ
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે કુલ 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આમાં તમામ મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાનની ટીમને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો રહેશે.
પિચ રિપોર્ટ: અત્યાર સુધી આ મેદાન પર 5.48 રન પ્રતિ ઓવરના દરે રન બન્યા છે અને 100થી વધુ વિકેટો પડી છે. આનો અર્થ એ છે કે, આ મેદાન પર મોટા સ્કોરની અપેક્ષા નથી. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 90 રન છે. અહીં બંને ઇનિંગ્સમાં સૌથી વધુ રન 262 છે. આ પીચ પર ઝડપી બોલરોને નવા બોલની મદદ મળે છે. મધ્ય ઓવરોમાં સ્પિનરોને મદદ મળી શકે છે.
Muneeba Ali's press conference ahead of Pakistan's match against Australia tomorrow in Dubai.
— Pakistan Cricket (@TheRealPCB) October 10, 2024
Watch here ➡️ https://t.co/oVbRTey7lc#T20WorldCup #BackOurGirls pic.twitter.com/ZnVLfVhqzy
હવામાન કેવું રહેશેઃ
દુબઈના હવામાન વિશે વાત કરીએ તો, મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાની મેચના દિવસે ખૂબ જ ગરમ અને તડકો રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. દિવસભર હવામાન સ્વચ્છ રહેશે અને ચાહકો આખી મેચ નિહાળી શકશે. મેચ દરમિયાન 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ધારણા છે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની ઑસ્ટ્રેલિયા મહિલા વિ પાકિસ્તાન મહિલા વચ્ચેની મેચ 9 ઑક્ટોબર, બુધવારે રમાશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ઓસ્ટ્રેલિયા મહિલા વિ પાકિસ્તાન મહિલા મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ખાતે યોજાશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ઓસ્ટ્રેલિયા મહિલા વિ પાકિસ્તાન મહિલા મેચ IST સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 ઓસ્ટ્રેલિયા મહિલા વિ પાકિસ્તાન મહિલા મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકાય છે.
તમે Disney+Hotstar એપ અને વેબસાઇટ પર ઓસ્ટ્રેલિયા વિમેન્સ વિ પાકિસ્તાન મહિલા ICC મહિલા ટી20 વર્લ્ડ કપ 2024નું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
સંભવિત પ્લેઈંગ 11 મેચ:
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ: બેથ મૂની, એલિસ હીલી (કેપ્ટન અને વિકેટ કીપર), જ્યોર્જિયા વેરહેમ, એલિસ પેરી, એશ્લે ગાર્ડનર, તાહિલા મેકગ્રા, એનાબેલ સધરલેન્ડ, સોફી મોલિનેક્સ, એલાના કિંગ, મેગન શુટ, તાયલા વ્લેમિંક.
પાકિસ્તાન મહિલા ટીમ: મુનીબા અલી (કેપ્ટન અને વિકેટ કીપર), ગુલ ફિરોઝ, સિદ્રા અમીન, ઓમામા સોહેલ, નિદા દાર, તુબા હસન, સદાફ શમાસ, આલિયા રિયાઝ, ડાયના બેગ, નશરા સંધુ, સાદિયા ઈકબાલ.
આ પણ વાંચો: