હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયા મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે મેચ આજે બુધવાર, 11 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ પર્થના WACA ખાતે રમાશે. યજમાન ઓસ્ટ્રેલિયા ટીમે આ સિરીઝમાં પહેલેથી જ 2-0 ની લીડ મેળવી લીધી છે.
Australia take an unassailable 2-0 lead in the ODI series with a dominant 122-run victory 💪
— ICC (@ICC) December 8, 2024
📝#AUSvIND: https://t.co/d981qqNjUP pic.twitter.com/46xL3YTUym
શ્રેણીમાં યજમાન ટીમની વિજયી લીડઃ
પ્રથમ ODI મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતીય મહિલા ટીમને 5 વિકેટથી હરાવ્યું હતું. બીજી વનડેમાં યજમાન ટીમે મુલાકાતી ટીમને 122 રનથી હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયા ત્રીજી મેચ જીતીને ભારતને આ શ્રેણીમાંથી ખતમ કરવાનો પ્રયાસ કરશે. ભારતીય ટીમ ત્રીજી મેચમાં વાપસી કરીને ક્લીન સ્વીપથી બચવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મેચની અપેક્ષા છે.
Brisbane ✈️ Perth #TeamIndia have reached Perth for the final ODI of the series. 👍 👍#AUSvIND pic.twitter.com/o5ABEWGhIm
— BCCI Women (@BCCIWomen) December 9, 2024
બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડઃ
ઓસ્ટ્રેલિયા અને ભારત ODI મેચોમાં 55 વખત સામસામે આવી ચુક્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ ટોપ પર છે. ઓસ્ટ્રેલિયાએ 55 માંથી 45 ODI મેચ જીતી છે, જ્યારે ભારત માત્ર 10 મેચ જીત્યું છે. આ દર્શાવે છે કે, ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ મજબૂત છે. રસપ્રદ વાત એ , ભારતીય મહિલા ટીમ છેલ્લે 26 સપ્ટેમ્બર 2021ના રોજ જીતી હતી. તેથી હવે ત્રણ વર્ષ બાદ ભારતીય ટીમ જીત માટે પ્રયાસ કરશે.
Here's our Playing XI for the 3⃣rd ODI 🔽
— BCCI Women (@BCCIWomen) December 11, 2024
LIVE ▶️ https://t.co/pdEbkwGszg#TeamIndia | #AUSvIND pic.twitter.com/lDC3pjKqY5
પિચ રિપોર્ટ:
પર્થના WACA મેદાનની સપાટી ઝડપી બોલરોને વધારાની ગતિ અને ઉછાળો આપશે. તેથી, ઝડપી બોલરો નવા બોલ સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જેમ જેમ બોલ જૂનો થતો જાય છે તેમ તેમ ઝડપી બોલરો લેન્થ પાછી ખેંચી શકે છે અને હાર્ડ લેન્થ બોલિંગ અને બાઉન્સર વડે બેટ્સમેનોની કસોટી કરી શકે છે. આવી સ્થિતિમાં, બેટ્સમેનોએ પહેલા સાવચેતીપૂર્વક રમવું પડશે. સ્પિનરોને પણ અહીં થોડી મદદ મળી શકે છે. ટોસ જીતનાર પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. જોકે, આ વિકેટ પર પ્રથમ બેટિંગ કરીને સન્માનજનક સ્કોર બનાવીને પણ વિજય મેળવી શકાય છે.
Win for Australia in the 2nd #AUSvIND ODI!
— BCCI Women (@BCCIWomen) December 8, 2024
The third & final match of the series to be played on December 11 in Perth.
Scorecard ▶️ https://t.co/gRsQoSo5LR #TeamIndia pic.twitter.com/Q9KDFjbSFH
પર્થમાં ODI મેચોના આંકડા:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પર્થના WACA મેદાન પર અત્યાર સુધીમાં કુલ 86 ODI મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 43 મેચ જીતી છે જ્યારે બીજી બેટિંગ કરનારી ટીમે 42 મેચ જીતી છે. આ સિવાય એક મેચ ટાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયા અને ભારતીય મહિલા ટીમો વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવાર, 11 ડિસેમ્બરના રોજ WACA પર્થ ખાતે IST (ભારતીય સમય અનુસાર) સવારે 9.50 વાગ્યે શરૂથશે, અને ત્એના અડધા કલાક પહેલા ટોસ ઉછળવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણી ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ટીવી ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે. શ્રેણીનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર એપ અને વેબસાઈટ પર ચાહકો લિયવ મેચનો આનદ માણી શકશે.
🚨 Toss News from Perth #TeamIndia have elected to bowl against Australia in the third & final #AUSvIND ODI.
— BCCI Women (@BCCIWomen) December 11, 2024
LIVE ▶️ https://t.co/pdEbkwGszg pic.twitter.com/CZH3OvF1uR
મેચ માટેની બંને ટીમો:
ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ: બેથ મૂની (વિકેટકીપર), જ્યોર્જિયા વોલ, એલિસ પેરી, તાહલિયા મેકગ્રા (c), ફોબી લિચફિલ્ડ, એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, અલાના કિંગ, સોફી મોલિનેક્સ, મેગન શુટ, ડાર્સી બ્રાઉન, જ્યોર્જિયા વેરહેમ, કિમ ગાર્થ.
ભારતીય મહિલા ટીમઃ પ્રિયા પુનિયા, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રાધા યાદવ, પ્રિયા મિશ્રા, રેણુકા ઠાકુર સિંહ, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, મિનુ માની, તેજલ હસબાનીસ, ઉમા છેત્રી, હરલીન દેઓલ
આ પણ વાંચો: