અલ અમેરાત (ઓમાન): અફઘાનિસ્તાન A એ ACC ઇમર્જિંગ ટીમ એશિયા કપ 2024નું ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો છે. અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પહેલા અફઘાનિસ્તાન A એ સેમી ફાઇનલમાં ભારત A ને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે અફઘાનિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ટાઇટલ જીત્યું છે.
શ્રીલંકાએ અફઘાનિસ્તાનને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અફઘાન ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાન તરફથી ઓપનર સિદીકુલ્લાહ અટલે સૌથી વધુ 55 બોલમાં અણનમ 55 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. જ્યારે કરીમ જન્નતે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 સિક્સર ફટકારી હતી. દરવેશ રસૂલીએ 20 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું.
𝐋𝐢𝐟𝐭𝐞𝐝 𝐢𝐧 𝐠𝐥𝐨𝐫𝐲! 🏆❤️#MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/5SlqE4292E
— AsianCricketCouncil (@ACCMedia1) October 27, 2024
આ સિવાય મોહમ્મદ ઈશાક 6 બોલમાં 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. જો કે આ પહેલા અફઘાનિસ્તાનની શરૂઆત સારી રહી ન હતી. અફઘાનિસ્તાનના ઓપનર ઝુબેદ અકબરી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ત્યારપછીના બેટ્સમેનોએ દાવને સંભાળી લીધો હતો. જુનિયર કે સિનિયર (ઇન્ટરનેશનલ) ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે, અફઘાનિસ્તને આટલું મોટું ટાઇટલ જીત્યું છે.
𝗔ction 𝗠an 𝗚𝗵𝗮𝘇𝗮𝗻𝗳𝗮𝗿! 🔥
— AsianCricketCouncil (@ACCMedia1) October 27, 2024
A match winning spell by AM Ghazanfar, bagging him the Player of the Match award! 🤩#MensT20EmergingTeamsAsiaCup #ACC pic.twitter.com/RU5sbNN83c
પ્રથમવાર અફઘાનિસ્તાન એશિયા કપ જીત્યું:
અફઘાનિસ્તાન A એ ઇમર્જિંગ એશિયા કપ ટાઇટલ જીતવા માટે 27 ઓક્ટોબરના રોજ અલ અમીરાતમાં શ્રીલંકા A સામે લો સ્કોરિંગ ફાઇનલમાં તેમની બોલિંગ કૌશલ્યનું પ્રદર્શન કર્યું. આ જીત ભારત A સામેની તેમની પ્રભાવશાળી સેમિફાઇનલ જીતની રાહ પર આવી છે, જેમાં અફઘાનિસ્તાનના બોલરોએ તેમની ટાઇટલ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર બિલાલ સામી અને અલ્લાહ ઘનઝાનિફરે ફરીથી ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ICYMI: #AfghanAbdalyan went past Sri Lanka A in the Grand Finale to Clinch their Maiden ACC Men’s Emerging Teams Asia Cup 🏆
— Afghanistan Cricket Board (@ACBofficials) October 27, 2024
🔗: https://t.co/JUFkFcLamW#AFGAvSLA | #MensT20EmergingTeamsAsiaCup | #GloriousNationVictoriousTeam pic.twitter.com/Z74u9lbBGn
અફઘાનિસ્તાન A માટે આ જીત એક મહત્વપૂર્ણ ક્ષણ છે, જે તેમની ઉભરતી રેન્કમાં પ્રતિભાને રેખાંકિત કરે છે. ઇમર્જિંગ એશિયા કપની જીત અફઘાનિસ્તાનની ક્રિકેટમાં વધતી જતી સ્પર્ધાત્મકતાને પ્રતિબિંબિત કરે છે, જેમાં આશાસ્પદ ખેલાડીઓ ભવિષ્યમાં વરિષ્ઠ સ્તરે પ્રભાવ પાડવા માટે તૈયાર છે.
આ પણ વાંચો: