ETV Bharat / politics

આણંદ લોકસભા બેઠક પર ફરી પાટીદાર vs ક્ષત્રિય ? કે પછી NCP ની એન્ટ્રી સાથે જામશે ત્રિપાંખીયો ચૂંટણી જંગ ! - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી આણંદ લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મના સત્તાધારી ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા છે, સામા પક્ષે કોંગ્રેસે કદાવર નેતા અમિત ચાવડાને મેદાને ઉતારી પરંપરાગત પાટીદાર vs ઓબીસી જંગ છેડ્યો છે. જોકે આ વખતે NCP ના જયંત પટેલ ચૂંટણીમાં ઝંપલાવશે તો ત્રિપાંખીયો જંગ જામે તેવી શક્યતા છે, પરંતુ તેનો ફાયદો કોને મળશે ? જુઓ આણંદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ અને જ્ઞાતિગત  સમીકરણની સંપૂર્ણ માહિતી ETV Bharat ના ખાસ અહેવાલમાં...

આણંદ લોકસભા બેઠક
આણંદ લોકસભા બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 6:59 AM IST

  • 16 આણંદ લોકસભા બેઠક

લોકસભા ચૂંટણી 2024 માટે 16 આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ પક્ષે ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસ પક્ષે ફરી એકવાર ક્ષત્રિય ઉમેદવાર અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે. સામા પક્ષે ભાજપ દ્વારા જ્ઞાતિગત સમીકરણ અને સાંસદ મિતેશ પટેલની કાર્યપદ્ધતિ અને લોક ચાહનાની પરિસ્થિતિ જોતા રિપીટ થીયરી અમલમાં મૂકી છે. 2019 લોકસભા ચૂંટણીમાં વિજય મેળવનાર ઉમેદવાર મિતેશ પટેલની નિર્વિવાદિત રાજકીય કાર્યકાળ, મત વિસ્તારમાં નાના-મોટા કાર્યક્રમો અને કોરોના સમયે કરેલા સેવા કાર્યોની સીધી અસરથી તેમને ટિકિટ મળી છે.

આણંદ લોકસભા બેઠકની વિશેષતા
આણંદ લોકસભા બેઠકની વિશેષતા
  • આણંદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

મણિબેન પટેલ પ્રથમ સાંસદ : વર્ષ 1957 માં ખેડા સાઉથ લોકસભા બેઠકમાંથી અલગ થઈને આણંદ લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. જોકે 1951 માં પણ મણિબેન પટેલ ખેડા સાઉથ બેઠકના સાંસદ હતા.

કોંગ્રેસી ઉમેદવારોનો દબદબો : આણંદ લોકસભા બેઠક પર મુખ્યત્વે કોંગ્રેસનું શાસન રહ્યું છે. જેમાં પીઢ રાજકારણી અને સ્વાતંત્ર સેનાની ઈશ્વરભાઈ ચાવડા પાંચ વખત ચૂંટણી જીત્યા હતા. પરંતુ રામ મંદિરના પ્રચંડ મોજા બાદ 1989 માં ભાજપના નટુભાઈ પટેલ અને 1999 માં દીપક પટેલ સામે ઈશ્વરભાઈ ચાવડાની હાર થઈ હતી. ત્યારબાદ 2004 અને 2009માં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી વિજય બન્યા હતા.

મોદી લહેર લઈને આવી પરિવર્તન : મોદી લહેર વચ્ચે 2014 લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભાજપના દિલીપભાઈ પટેલ વિજયી બન્યા હતા. લોકસભા ચૂંટણી 2014 બાદ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીઓ પૈકી કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત તેમજ 8 પૈકી 6 તાલુકા પંચાયતોમાં જીત મેળવી હતી. ત્યારબાદ પાલિકાની ચૂંટણીમાં પણ 11 પૈકી 6માં અને 2017માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 7 પૈકી 5 બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી.

આણંદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ
આણંદ લોકસભા બેઠકનો રાજકીય ઈતિહાસ

કોંગ્રેસનું વોશ આઉટ : ફરી 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને કારમી હાર આપીને ભાજપને ઐતિહાસિક જીત અપાવી હતી. ત્યારબાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું લગભગ જિલ્લામાંથી વોશ આઉટ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભા ચૂંટણીઓ પૈકી કોંગ્રેસે આણંદ જિલ્લા પંચાયત તેમજ 8 પૈકી 7 તાલુકા પંચાયતમાં ભાજપ સામે હાર મેળવી હતી. ત્યારબાદ પાલિકાની ચૂંટણીમાં પણ 11 પૈકી 10માં અને 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 પૈકી 5 બેઠક પર ભાજપે પરાજય આપ્યો હતો.

વન મેન આર્મી-અમિત ચાવડા : તાજેતરમાં જ કોંગ્રેસમાંથી જીતેલા 108 ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી ભાજપમાં ભળી ગયા છે. ત્યારે હાલ લોકસભા બેઠકમાં ફક્ત એક આંકલાવ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા સેવા આપી રહ્યા છે.

  • આણંદ લોકસભા બેઠક પર જ્ઞાતિનું ગણિત

આણંદ લોકસભા બેઠક વિસ્તારમાં ઠાકોર, ક્ષત્રિય, પરમાર અને રાઠોડ જ્ઞાતિના મતદારો સૌથી વધારે છે, બીજા ક્રમાંકે આણંદ જિલ્લામાં પાટીદાર સમાજનું વર્ચસ્વ પણ બરાબર જોવા મળે છે. ત્રીજા ક્રમાંકે મુસ્લિમ સમાજ, SC મતદાર અને સવર્ણો મતદારો સાથે અન્ય સમાજના મતદારોની પણ નિર્ણાયક સંખ્યા છે.

આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે રાજકીય પક્ષો પણ ઉમેદવારની પસંદગી કરતા સમયે જ્ઞાતિવાદ પરિબળને ધ્યાને રાખે છે. આણંદ લોકસભા બેઠક પર કુલ ચાર વખત પાટીદાર ઉમેદવારો વિજય મેળવવામાં સફળ થયા છે. તેથી સમીકરણો સ્પષ્ટ છે કે, જ્યારે હિન્દુત્વનો મુદ્દો આવે ત્યારે ભાજપ સીટ પ્રાપ્ત કરવામાં સફળ થાય છે. જોકે સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

આણંદ લોકસભા બેઠકના કુલ મતદારો
આણંદ લોકસભા બેઠકના કુલ મતદારો
  • આણંદ લોકસભા બેઠકના કુલ મતદારો

આણંદ લોકસભા બેઠકમાં કુલ 17,75,509 મતદારો નોંધાયા છે. જેમાં 9,05,954 પુરુષ મતદાર, મહિલા મતદાર 8,69,425 અને 130 અન્ય મતદારનો સમાવેશ થાય છે. આણંદ લોકસભા બેઠકમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ કુલ સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. અહીં 2024 લોકસભા ચૂંટણી માટે કુલ 1819 મથદાન મથક પરથી કુલ 17.75 લાખ ઉપરાંત મતદારો મતદાન કરશે.

  • આણંદ લોકસભા બેઠક પર ગત લોકસભા ચૂંટણીના પરિણામ

2004 લોકસભા ચૂંટણી :

કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ કુલ 3,07,762 મત મેળવી 61,085 મતની લીડથી ભાજપ ઉમેદવાર જયપ્રકાશ પટેલને હરાવ્યા હતા, જેમણે 2,46,677 મત મેળવ્યા હતા.

લોકસભા ચૂંટણી પરિણામ
લોકસભા ચૂંટણી પરિણામ

2009 લોકસભા ચૂંટણી :

કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ કુલ 3,48,652 મત મેળવી 67,316 મતની લીડ સાથે ભાજપ ઉમેદવાર દીપક પટેલને હરાવ્યા હતા, જેમણે 2,81,336 મત મેળવ્યા હતા. ઉપરાંત ત્રીજા પક્ષ તરીકે NCPના ઉમેદવાર બાબુભાઈ પરમારે 6,257 મત મેળવ્યા હતા.

2014 લોકસભા ચૂંટણી :

2014 લોકસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું. જેમાં ભાજપના ઉમેદવાર દિલીપ પટેલે કુલ 4,90,829 મત મેળવી 63,426 મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા, જેમણે 4,27,403 મત મેળવ્યા હતા. ઉપરાંત અપક્ષ ઉમેદવાર ફિરોજ વોહરા 6,689 મત મેળવ્યા હતા, જ્યારે 16,872 મત તો NOTA ગયા હતા.

2019 લોકસભા ચૂંટણી :

ભાજપ પક્ષે ઉમેદવાર બદલ્યા અને મિતેશ પટેલને મેદાને ઉતાર્યા. જેમણે કુલ 6,33,097 મત મેળવી 1,97,718 મતની લીડ સાથે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા, જેમણે 4,35,379 મત મેળવ્યા હતા.

આણંદ લોકસભા બેઠકના સાંસદ
આણંદ લોકસભા બેઠકના સાંસદ
  • અને હવે 2024 લોકસભા ચૂંટણી...

ભાજપ ઉમેદવાર મિતેશ પટેલ :

હાલના ભાજપના રિપીટ ઉમેદવાર મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈ ઉદ્યોગપતિ તેમજ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવતા નીવિવાદિત રાજકારણી છે. 2019 માં ચૂંટણીમાં વિજયી થયા બાદ ભાજપ જિલ્લામાં રાજકીય અને સહકારી ક્ષેત્રે સશક્ત બન્યું છે, જેનો લાભ 2024 ની ચૂંટણીમાં મિતેશ પટેલને મળી શકે એમ છે. સાથે આણંદના વણઉકલ્યા પ્રશ્નો અને એન્ટી ઇન્કમ્બન્સી તેમના માટે પડકાર બની શકે છે.

કોંંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડા :

કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અમિત ચાવડાને ઉતારી આણંદનું રાજકારણ સોલંકી-ચાવડા પરિવાર સુધી સીમિત રાખ્યું છે. કોંગ્રેસ કોણ જાણે કેમ સોલંકી-ચાવડા કુટુંબ સિવાય બહારના કોઈ ઉમેદવારને ઉતારી નથી શકતી તે મુદ્દો વિચારાધીન છે. કેમિકલ એન્જિનિયર એવા અમિત ચાવડા આંકલાવના પાંચ ટર્મના ધારાસભ્ય અને હાલ વિધાનસભામાં વિપક્ષના નેતા પણ છે. ઉપરાંત અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ હતા. પણ આણંદ લોકસભા બેઠક ન લડવા અંગે રીસામણા-મનામણા અંતે 2024 ના કોંગી ઉમેદવાર તરીકે ઉતરીને ભાજપ સામે ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણી 2024 ના પરિણામને અસર કરતા પરિબળ

પાટીદાર vs ક્ષત્રિય જંગ :

આણંદ લોકસભા મતક્ષેત્રને દેશનો મિલ્ક કેપિટલ વિસ્તાર કહેવાય છે. આરંભથી જ આણંદ લોકસભા બેઠક પર ઓબીસી સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે જંગ થતો રહ્યો છે. દેશ અને રાજ્યમાં કોંગ્રેસ કેન્દ્રિત INDIA ગઠબંધન સામે ભાજપ કેન્દ્રિત NDA ગઠબંધન થયું છે. આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેશ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસે અમિત ચાવડાને ચૂંટણીના મેદાને ઉતારી પાટીદાર vs ક્ષત્રિયનો જંગ બનાવી દીધો છે.

ETV Bharat એક્સક્લુસિવ - NCP ની એન્ટ્રી :

ગુજરાતની આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના ચૂંટણી જંગમાં NCP ના જયંત પટેલ ઉર્ફે બોક્સી ત્રીજા ઉમેદવાર તરીકે ઉતરીને ત્રિપાંખિયો ચૂંટણી જંગ સર્જી શકે છે. આ અંગે ETV BHARAT દ્વારા જયંત પટેલ સાથે ટેલિફોનિક વાત થઈ હતી. જે અનુસાર જયંત પટેલે કેન્દ્રીય હાઇકમાન્ડ જણાવે તો પોતે આણંદ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ લડવાની તૈયારી દાખવી છે.

ત્રીજા પક્ષની દખલથી ફાયદો કોને ?

ગુજરાતમાં ફક્ત આણંદ બેઠક પર આ રીતે ત્રણ નેશનલ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ થઈ શકે તો એમાં ભાજપના રિપીટ ઉમેદવાર મિતેશ પટેલને સીધી રીતે ફાયદો થઈ શકે છે. સાથે ઇન્ડિયા ગઠબંધન વચ્ચે એકસુત્રતા નથી એ સંદેશ રાજ્યની સમગ્ર લોકસભા બેઠક પર જાય અને જેનો સીધો લાભ ભાજપના ઉમેદવારોને મળી શકે છે. જો ત્રિપાંખીયો ચૂંટણી જંગ થાય તો એડવાન્ટેજ ભાજપને મળી શકે એવી હાલની રાજકીય પરિસ્થિતિ છે..

  1. આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર V/S ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી
  2. આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા બેઠક પર પાટીદાર VS ક્ષત્રિય જંગ જામે એવી શક્યતા ! - Gujarat Election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.