ETV Bharat / politics

Gujarat politics: જુનાગઢ,અમરેલી ,સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રની બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાંણ ! - ગુજરાતનું રાજકારણ

ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતના 15 ઉમેદવારો જાહેર કરાયા છે સૌરાષ્ટ્રના પોરબંદર રાજકોટ અને જામનગર બેઠકને બાદ કરતા ઉમેદવારોની જાહેરાત કરવાનું બાકી રાખ્યું છે રાષ્ટ્રીય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રની આ બેઠકો પર મોટાભાગના ઉમેદવારો બદલાઈ રહ્યા છે જેને કારણે ઉમેદવારો જાહેર કરવામાં ખાસ કરીને સત્તાધારી ભાજપમાં ખેંચતાણ હોઈ શકે છે

Gujarat politics
Gujarat politics
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 10:47 PM IST

સૌરાષ્ટ્રની બેઠકને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાંણ

અમદાવાદ: હાલમાં જ ભાજપના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે દેશની 195 લોકસભા બેઠક પૈકી ગુજરાતની 15 લોકસભા બેઠકના ઉમેદવારો ની જાહેરાત કરી છે જેમાં જામનગર થી વર્તમાન સંસદ પૂનમબેન માડમ રાજકોટ થી કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા અને પોરબંદર થી આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાને ટિકિટ આપવામાં આવી છે બાકી રહેતી સૌરાષ્ટ્રની જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર અને ભાવનગર બેઠક માટે ભાજપમાં ખેંચતાણ હોવાનું પણ રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે વધુમાં સૌરાષ્ટ્રની બાકી રહેતી બેઠકોમાં મોટાભાગના ઉમેદવારો બદલાઈ રહ્યા છે તેવા સંકેતો પણ મળી રહ્યા છે

જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરમાં ખેંચતાણ: ભાજપ કોળી બહુલીક મતદારો ધરાવતી જુનાગઢ અને સુરેન્દ્રનગરની સાથે ખૂબ જ નિર્ણાયક મતદારો સાથે અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવાની લઈને હજુ પક્ષમાં કોઈ ખેંચતાણ હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે જુનાગઢ અમરેલી અને સુરેન્દ્રનગરના સાંસદો બદલાઈ રહ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે આવી પરિસ્થિતિમાં જ્ઞાતિ અને જાતિનું સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું તેને લઈને ભાજપમાં મથામણ ચાલતી હશે જેને કારણે પ્રથમ તબક્કામાં ખૂબ જ મહત્વની ગણાતી અને ખાસ કરીને કોળી મતદારો બહુલિક લોકસભા બેઠક પર ઉમેદવારોની જાહેરાત ન કરવાનો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિર્ણય કરાયો હશે

જે ઉમેદવારો કપાશે તે નિષ્ક્રિય થશે: રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહેલા અહેવાનો મુજબ ભાજપે જે વર્તમાન સાંસદોની ટિકિટ કાપી છે અથવા તો એવા આગેવાનો છે કે જેઓ લોકસભા ની ચૂંટણી લડવા માંગતા હતા આવા તમામ કાર્યકરો ટિકિટ કપાયા બાદ લોકસભાની ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવાની શક્યતાઓ પણ જોવાઈ રહી છે ભાજપે બે કેન્દ્રીય પ્રથાનોને સૌરાષ્ટ્ર માંથી ઉમેદવાર બનાવ્યા છે પરંતુ અહીંથી કોંગ્રેસ કેવા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે છે તેના પરથી કેન્દ્રીય પ્રધાનની ચૂંટણીની જીતનો રસ્તો કેટલો સરળ હશે તે કહી શકાય પરંતુ વર્તમાન સમયમાં જે રીતે રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે તેમાં આગામી લોકસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ પણ બની શકે છે મોટા ભાગે કોંગ્રેસ ભાજપના તમામ ઉમેદવારોની જાહેરાત થયા બાદ ગુજરાતમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

  1. Mahesh Vasava: મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર, આવો છે ભાજપનો માસ્ટર પ્લાન...
  2. 10 ઉમેદવારો રિપીટ તો 5 નવા ચહેરાને સ્થાન, મનસુખ વસાવાને સતત 7મી વાર ટિકિટ, મનસુખ માંડવિયા અને રૂપાલાને મેદાનમાં ઉતાર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.