અમદાવાદ: ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે, બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેના જેવી સ્થિતિ પેદા થઈ છે. કોંગ્રેસમાં ચાલી રહેલો રાજીનામાનો દોર યથાવાત છે. ત્યારે કોંગ્રેસના યુવા નેતા રોહન ગુપ્તાએ આજે રાજીકોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વ બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે મોકલી દીધુ છે.
અમિત ચાવડાનો રોહન ગુપ્તા પર કટાક્ષ: બીજી તરફ રોહન ગુપ્તાના રાજીનામાને લઈને કોંગ્રેસમાંથી વિરોધભાસી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ રોહન ગુપ્તા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે ઘટના બની છે તે દુઃખદ છે. તેમની કોઈ ઓળખ ન હતી કોંગ્રેસ પાર્ટી એ તેમને ઓળખ આપી. કદાચ કાચા પોચા લોકો આમાંથી હટી જાય પણ મજબૂત મનોબળ વાળા લોકો જ આમાં ટકશે, અમિત ચાવડાએ આ લડાઇને આઝાદી સાથે અને ભાજપને નવા અંગ્રેજો સાથે અમિત ચાવડા એ સરખામણી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. 19 માર્ચના રોજ રોહન ગુપ્તાએ પોતાના પારિવારિક કારણો દર્શાવીને ચૂંટણી નહીં લડવાનું હાઈકમાનને જણાવ્યું હતું. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા દાયકાઓથી કોંગ્રેસના એકનિષ્ઠ આગેવાન રહ્યાં છે. તેમણે પણ તબિયત નાદુરસ્ત હોવાનું કારણ દર્શાવી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહી ચૂક્યા હતા. તેમના પિતાએ કોંગ્રેસમાં રહીને મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી જેવી મહત્વની જવાબદારીઓ નિભાવી છે.