ETV Bharat / politics

કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાનું સાંસદ તરીકે રિપોર્ટ કાર્ડ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા સામાન્ય ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે, જેના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વર્ષ 1951 થી અસ્તિત્વમાં આવેલ કચ્છ લોકસભા બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના વિનોદ ચાવડા સાંસદ રહ્યા છે. ભાજપે સતત ત્રીજી વખત ટિકિટ આપી વિનોદ ચાવડાને મેદાને ઉતાર્યા છે. ત્યારે વર્ષ 2014 થી 2024 સુધી સાંસદ તરીકે તેમનો કાર્યકાળ કેવો રહ્યો, જુઓ સાંસદ વિનોદ ચાવડાનું રિપોર્ટ કાર્ડ...

વિનોદ ચાવડાનું સાંસદ તરીકે રિપોર્ટ કાર્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 30, 2024, 6:01 AM IST

કચ્છ : છેલ્લી બે ટર્મથી કચ્છ લોકસભા બેઠક પર સાંસદ રહેલા વિનોદ ચાવડાને ભાજપે સતત ત્રીજી વખત ટિકિટ આપી છે. વિનોદ ચાવડા તેમના કાર્યકાળ દરમિયાન જનતાને કરેલા વચન અને બંધારણને સાક્ષી રાખી લીધેલા શપથ પર ખરા ઉતર્યા છે ? જુઓ 2014 થી 2024 સુધી સાંસદ તરીકે વિનોદ ચાવડાનું રિપોર્ટ કાર્ડ...

  • વિનોદ ચાવડાની રાજકીય સફર

એડવોકેટ વિનોદ ચાવડા : લોકસભા ચૂંટણી 2024 માં કચ્છ લોકસભા બેઠક પર ભાજપે બે ટર્મ સાંસદ રહેલા વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. વ્યવસાયે એડવોકેટ રહેલા વિનોદ ચાવડાએ વર્ષ 2010 માં જિલ્લા પંચાયતની પોતાની રાજકીય સફર પ્રારંભ કરી હતી. વર્ષ 2014માં તેઓ એસ. કે. વર્મા યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી 2014 : વર્ષ 2014 માં 16મી લોકસભા માટે ચૂંટાયા બાદ વિનોદ ચાવડા પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પરથી સ્થાયી સમિતિના સભ્ય પણ બન્યા હતા. ઉપરાંત 12 નવેમ્બર, 2024 થી 25 મે, 2019 સુધી તેઓ પુસ્તકાલય સમિતિ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પણ કાર્યભાર નીભાવી ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી 2019 : વર્ષ 2019માં લોકસભા બેઠક પર ફરી ચૂંટાયા બાદ સાંસદ તરીકે વિનોદ ચાવડાની બીજી ટર્મ શરૂ થઈ. જેમાં તેઓ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંયુક્ત સમિતિ ઓન ઓફિસ ઓફ પ્રોફિટ મેમ્બર, સલાહકાર સમિતિ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.

સંગઠનમાં મહત્વપૂર્ણ હોદ્દા : ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચાના કાર્યકરથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા અને બે વખત સાંસદ બનેલા વિનોદ ચાવડાને ભાજપે પક્ષમાં પણ મહત્વનું સ્થાન આપ્યું હતું. તેમને ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો હતો.

સાંસદ તરીકે વિનોદ ચાવડાનું પ્રદર્શન
સાંસદ તરીકે વિનોદ ચાવડાનું પ્રદર્શન
  • 2014 ને 2019 લોકસભા ચૂંટણી પ્રદર્શન

2014 લોકસભા ચૂંટણીમાં SC અનામત કચ્છ-મોરબી લોકસભા બેઠક પર વિનોદ ચાવડાને ભાજપ તરફથી ટિકિટ મળી હતી. વિનોદ ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પરમારને 2,54,482 મતોથી હરાવ્યા હતા. 2019 લોકસભા ચૂંટણીમાં પણ વિનોદ ચાવડાએ 6,37,034 મત મેળવી કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,05,513 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

  • સંસદમાં થતી ડિબેટમાં સહભાગિતા :

વર્ષ 2014 થી 2019 : 10 ડિબેટ (સરેરાશ કરતાં ઓછી સહભાગિતા)

વર્ષ 2019 થી 2024 : 14 ડિબેટ (સરેરાશ કરતાં ઓછી સહભાગિતા)

સાંસદ તરીકે વિનોદ ચાવડાએ કેન્દ્રીય બજેટ, સંસદમાં લોકસભા બેઠક વિસ્તાર માટે રેલવે અને હાઈવે સુવિધા, જળ સરોવર, પ્રવાસન, એર કનેક્ટિવિટી સુવિધા માટેના વિષય પરની ડિબેટમાં વધુ ભાગ લીધો છે. પોતાના સંસદીય મતક્ષેત્ર કચ્છને સ્પર્શતી નર્મદાનાં નીર, કૃષિ સંબંધિત ડિબેટના વિષયોનો સમાવેશ થાય છે.

વિનોદ ચાવડાના સંસદીય ક્ષેત્રને સ્પર્શતા ડિબેટના વિષયો :

  • કચ્છ લોકસભા બેઠક વિસ્તારમાં નવા રેલવે ટ્રેક શરૂ કરવા
  • રેલવે માટેના અંડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા માટે
  • ઘડુલી સાંતલપુર હાઇવે
  • ડીસેલીનેશન પ્લાન્ટ
  • ભારત સરકાર દ્વારા રોયલ્ટી શેષ ગ્રાન્ટ તેમજ ટુરિઝમ વિભાગ દ્વારા મળતી ગ્રાન્ટ
  • સંસદીય મત ક્ષેત્રમાં ઓવરબ્રિજના નિર્માણ
  • વિમાન સેવાઓ શરૂ કરવી
  • નર્મદા નહેર માટેની ચર્ચા
    વિનોદ ચાવડાના સંસદીય ક્ષેત્રને સ્પર્શતા ડિબેટના વિષયો

સાંસદ તરીકે વિનોદ ચાવડાએ રજૂ કરેલા મહત્વના પ્રશ્નો :

સાંસદ તરીકે વિનોદ ચાવડાએ વર્ષ 2014 થી 2019 સુધીમાં 227 જેટલા પ્રશ્નો તથા વર્ષ 2019 થી 2024 સુધીમાં 128 જેટલા પ્રશ્નો પૂછ્યા છે. જેમાં તેમણે સ્ટાર્ટઅપ, હાઇપરલૂપ ટ્રેન, સરકારી યોજનાના અમલીકરણ, FCI, કૃષિ સંબંધિત, વિલેજ સેન્ટર પ્રેન્યોરશીપ પ્રોગ્રામ, યુરિયા વિતરણ, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગને સહાય, જળ સરોવર, નર્મદા કેનાલ, એરપોર્ટ વિસ્તરણ, નવી રેલ સેવા અને નવી એર કનેક્ટિવિટી, એર કાર્ગો, શિક્ષકોની ઘટ, કચ્છ યાત્રાધામ વિકાસ, મુદ્રા યોજના, કચ્છમાં બંદરનો વિકાસ, જળમાર્ગ યોજના સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા.

વિનોદ ચાવડાના કાર્યકાળમાં ગ્રાન્ટ ફાળવણી અને ઉપયોગ :

સાંસદ વિનોદ ચાવડાને 5 વર્ષની તેમની ટર્મ દરમિયાન 25 કરોડની ગ્રાન્ટ મળે છે. વર્ષ 2014 થી 2019 દરમિયાન વિનોદ ચાવડા દ્વારા 30.77 કરોડના કામની ભલામણ કરવામાં આવી હતી. જેની સામે 26.29 કરોડના કામ મંજૂર થયા હતા. સાંસદની ગ્રાન્ટમાંથી 20.24 કરોડ એટલે કે 88.17 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી હતી. તો વર્ષ 2019 થી 2024 દરમિયાન 9.44 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.

  • 2024 ના વિજેતા સામે વિકાસની તક, વિકાસ માટે પડકાર પણ છે

કચ્છ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં મુખ્ય નર્મદાનાં નીર, મોંઘવારી, રોડ-રસ્તા તેમજ કેનાલની નબળી ગુણવત્તા, વારંવાર પકડાતા ડ્રગ્સ, શિક્ષકોની ઘટ, અપૂરતી ટ્રેન અને ફ્લાઇટ, પર્યાવરણના પ્રશ્નો, પવનચક્કીના વિવાદો, ખેડૂતોના પ્રશ્નો, રોજગારી, કચ્છના પ્રવેશદ્વાર પર ટ્રાફિક જામની સમસ્યા, ખેડૂતોની જમીન સંપાદનમાં યોગ્ય વળતર જેવા પ્રશ્નો પડકાર બની શકે છે. તો હાલમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના વિરોધની પણ અસર ચૂંટણી પણ થશે.

  1. કચ્છની સરહદ પરથી મળતાં ડ્રગ્સ, નર્મદા નીર માટે ખેડૂતોના આંદોલન મુદ્દે કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ શું કહ્યું ?
  2. Kutch Lok Sabha Seat: ગુજરાતની સૌથી મોટી લોકસભા કચ્છ માટે સતત ત્રીજી વાર યુવા સાંસદ વિનોદ ચાવડા રિપીટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.