ETV Bharat / politics

આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન, 88 બેઠકો પર 1206 ઉમેદાવારો મેદાનમાં - Lok Sabha Election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 5:59 AM IST

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કામા 13 રાજ્યોની 88 બેઠકો પર કુલ 1206 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. Lok Sabha Election 2024 Phase 2 Voting

આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન

હૈદરાબાદ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કામા 13 રાજ્યોની 88 બેઠકો પર કુલ 1206 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા, રાહુલ ગાંધી, ગજેન્દ્ર સિંહ શેખાવત, હેમા માલિની, ભૂપેશ બઘેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. બીજા તબક્કામાં કુલ 16 કરોડ મતદારો નોંધાયા છે અને 1.67 લાખ મતદાન મથકો બનાવવામાં આવ્યાં છે.

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં શુક્રવારે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં કેરળમાં કુલ 20 બેઠકો, કર્ણાટકમાં 14 બેઠકો, રાજસ્થાનમાં 13 બેઠકો, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8 બેઠકો, મધ્ય પ્રદેશમાં 6 બેઠકો, બિહાર અને આસામમાં 5-5 બેઠકો, બંગાળમાં 3-3 બેઠકો છે. અને છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર અને ત્રિપુરામાંથી 1-1 બેઠકનો સમાવેશ થાય છે. લોકસભાની 88 બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે. ૉ

લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કામાં આજે શુક્રવારે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં કેરળમાં કુલ 20 બેઠકો, કર્ણાટકમાં 14 બેઠકો, રાજસ્થાનમાં 13 બેઠકો, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8 બેઠકો, મધ્ય પ્રદેશમાં 6 બેઠકો, બિહાર અને આસામમાં 5-5 બેઠકો, બંગાળમાં 3-3 બેઠકો છે. અને છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, મણિપુર અને ત્રિપુરામાંથી 1-1 બેઠકનો સમાવેશ થાય છે. લોકસભાની 88 બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી, શશિ થરૂર, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, ગજેન્દ્ર સિંહ શેખાવત, અભિનેત્રી હેમા માલિની, અરુણ ગોવિલ, નવનીત રાણા, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી, તેજસ્વી સૂર્યા, ભૂપેશ બઘેલ, મધ્યપ્રદેશના બીજેપી ચીફ વીડી શર્મા અને ઘણા લોકો હાજર રહ્યા હતા. વધુ શક્તિશાળી નેતાઓ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

બીજા તબક્કાની મુખ્ય બેઠકો

વાયનાડ (કેરળ): કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો સીપીઆઈના ઉમેદવાર એની રાજા અને ભાજપના કે. સુરેન્દ્ર સાથે છે.

બેંગલુરુ દક્ષિણ: ભાજપે આ બેઠક પરથી વર્તમાન સાંસદ તેજસ્વી સૂર્યાને બીજી વખત મેદાનમાં ઉતાર્યા છે. સૌમ્યા રેડ્ડી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. સૌમ્યા કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીના દિકરી છે.

બેંગલુરુ ઉત્તર: કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અને IIM બેંગ્લોરના ભૂતપૂર્વ પ્રોફેસર એમવી રાજીવ ગૌડા તેમને પડકાર ફેંકી રહ્યા છે.

કોટા (રાજસ્થાન): લોકસભાના સ્પીકર ઓમ બિરલા સતત ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે પ્રહલાદ ગુંજલને મેદાનમાં ઉતાર્યા છે.

જોધપુર (રાજસ્થાન): ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને કોંગ્રેસ તરફથી કરણ સિંહ મેદાનમાં છે. આ વખતે જોધપુર સીટ પર કટ્ટર મુકાબલાની અપેક્ષા છે.

  1. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે, આ તારીખોમાં નામાંકનની શક્યતા - Lok Sabha Election 2024
  2. તેલંગાણામાં મુસલમાનોની અનામત બંધ કરી દઈશું: તેલંગાણાના સિદ્દીપેટમાં બોલ્યા અમિત શાહ - Amit shah statement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.