ETV Bharat / politics

કોંગ્રેસ જાતિવાદ અને તુષ્ટિકરણ એમ બે રણનીતિ પર ચૂંટણી લડી રહી છે: જામનગરમાં PM મોદીનું સંબોધન - PM Narendra Modi public meeting

ગુજરાતમાં બે દિવસ માટે પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં અંતિમ સભા સંબોધી હતી. બે દિવસમાં તેમણે 6 સભાઓ સંબોધી ત્યારે જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં તેમણે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન વારંવાર કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ ગુજરાતની ઉત્તરોત્તર પ્રગતિ અને વિકાસની વ્યૂહરચના રજૂ કરી હતી, સાંભળો પીએમ મોદીનું સંપૂર્ણ ભાષણ..-narendra-modis-rally-in-jamnagar

જામનગરમાં PM મોદીનું સંબોધન
જામનગરમાં PM મોદીનું સંબોધન (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 11:05 PM IST

જામનગરમાં PM મોદીનું સંબોધન (ANI)

જામનગર: લોકસભાની ચૂંટણીને લઈને બે દિવસ ગુજરાતમાં પ્રચાર માટે આવેલા વડાપ્રધાન મોદીએ આજે 4 જનસભા સંબોધી હતી. જામનગર ખાતે તેમની અંતિમ જનસભા હતી. જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં પીએમ મોદીએ એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધીઓ સાથે આગામી સમયમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતના વિકાસ પર વિઝન રજૂ કર્યુ હતું. પીએમે કહ્યું કે, અમૃતસર જામનગર કોરિડોર, સુદર્શન સેતુ જેવા વિકાસ કામો થયા છે.વંદે ભારત ટ્રેન જામનગરને ભેટ આપવામાં આવી છે, ટ્રેન જોવા અને ફોટો પડવવા પણ લોકો જાય છે. ખેતીમાં આઠથી દસ ટકાનો ગ્રોથ થઈ રહ્યો છે. ગુજરાત તમામ રીતે વિકાસ કરી રહ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ગુજરાતમાં વીજ બિલ ઝીરો કરવું છે. સામેથી સરકાર વીજળી તમારી વેચાતી લેશે તેમજ સોની યોજનાએ નવ જીવન આપ્યું છે.

વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ધર્મના નામે ચૂંટણી લડવા માગે છે.કોંગ્રેસ જાતિવાદ અને તુષ્ટિકરણ એમ બે રણનીતિ પર ચૂંટણી લડી રહી છે દેશ પર ખતરો હોય અને મોદી ચૂપ રહી શકે ? જ્યાં સુધી મોદી જીવતો છે ત્યાં સુધી આ દેશને ધર્મના આધાર વિભાજન નહિ થવા દે. કોંગ્રેસના લોકો આસ્થા પર નિશાન તાકે છે. રાહુલ ગાંધી પર તાક્યું નિશાન સાધતા શહેજાદા દ્વારકામાં દર્શન કર્યા એનો પણ વિરોધ કરે છે. રામ મંદિરનો પણ કોંગ્રેસે કર્યો હતો વિરોધ. કોંગ્રેસથી સાવધાન રહેવાનો સમય આવી ગયો છું.

ડિફેન્સમાં આત્મ નિર્ભર બન્યા છીએ સાત મી મેના રોજ ગમે તેવી ગરમી હોય ગુજરાતે મતદાન કરવાનો રેકોર્ડ કરવો પડશે. વિશ્વમાં ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા ભારત બનશે..ભારત આત્મ નિર્ભર બનશે. કોઈ સામે હાથ લબાવવો નહિ પડે. રાજપૂત વિવાદ બાદ મોટા ભાગના સંબોધનમાં ક્ષત્રિયોને લુભાવાનો પ્રયાસ કર્યો છેકોંગ્રેસનો મેનીફિસ્ટોમાં મુસ્લિમ લીગ છાપ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.