ETV Bharat / politics

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનું સાંસદ રિપોર્ટ કાર્ડ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

સમગ્ર ગુજરાત 7, મે - 2024ના રોજ લોકસભાની ચૂંટણી માટે 26 બેઠકો પર મતદાન કરશે. 2009થી અસ્તિત્વમાં આવેલી અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપે 2024 માટે હસમુખ પટેલને રિપીટ કર્યા છે. એ સંજોગોમાં બીજી ટર્મ ચૂંટણી લડતા હસમુખ પટેલનું એક સાસંદ તરીકે 2019 થી 2024 સુધીનું કેવી છે રિપોર્ટ કાર્ડ એ જાણીએ...Ahmedabad East BJP candidate Hasmukh Patel

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ
અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલEtv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 28, 2024, 6:05 AM IST

અમદાવાદ: અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપે 2024ની ચૂંટણી માટે હસમુખ પટેલને રિપીટ કર્યા છે. હસમુખ પટેલ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ અગાઉ હસમુખ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બે ટર્મ કોર્પોરેટર તરીકે પણ ભૂમિકા ભજવી છે. કોર્પોરેટર તરીકેની ટર્મ દરમિયાન હસમુખ પટેલ અમ્યુકોની એસ્ટેટ કમિટી અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન તરીકે પણ નિમાયા હતા. ભાજપ માટે સલામત ગણાતી અમરાઈવાડી વિધાનસભા બેઠકથી તેઓ ધારાસભ્ય હતા, તો છેલ્લાં 35 વર્ષથી ભાજપ માટે સલામત બેઠક અમદાવાદ પૂર્વ પરથી હસમુખ પટેલ 2024ની ચૂંટણીમાં કોંગ્રેસના હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવ્યાં છે. કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 2014માં ભાજપના ઉમેદવાર અને હિન્દી ફિલ્મ અભિનેતા પરેશ રાવલે 3,26,633 મતે હરાવ્યા હતા. હિંમતસિંહ પટેલ અગાઉ કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવકતા રોહન ગુપ્તાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, પણ પિતાની નાદુરસ્ત તબિયત કહીને ઉમેદવારી પાછી ખેંચી હતી. ત્યાર બાદ રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા છે.

હસમુખ પટેલ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા

2019ની ચૂંટણીમાં હસમુખ પટેલનો વિજય

બે ટર્મ અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય થયેલા હસમુખ પટેલે 2019માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગીતાબહેન પટેલને સાવ એક તરફી ચૂંટણી જંગમાં 4,34,330 મતના માર્જિનથી હરાવ્યા હતા. 2019માં રાષ્ટ્રવાદ, પુલવામા હુમલો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને ધ્યાને રાખીને અમદાવાદ પૂર્વના મતદારોએ ભાજપથી પહેલી વાર લોકસભા ચૂંટણી લડેલા હસમુખ પટેલને વિજયી બનાવ્યા હતા. 2014થી 2019 સુધી ભાજપના સાંસદ રહેલા પરેશ રાવલે પુનઃ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા હસમુખ પટેલને લોકસભા ચૂંટણી લડવાની તક મળી હતી.

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલનું સાંસદ રિપોર્ટ કાર્ડ

સાંસદ તરીકે હસમુખ પટેલે કેન્દ્રીય બજેટ, સંસદમાં રાષ્ટ્રપતિના અભિવાદન, રેલ્વે અને હાઈ-વે વિષય પરની ડીબેટમાં વધુ ભાગ લીધો છે. પોતાના સંસદીય મતક્ષેત્રને સ્પર્શતી ડીબેટના વિષયોનો સમાવશ થાય છે...

સાંસદ તરીકે હસમુખ પટેલે સરકારી યોજનાના અમલીકરણ, યોજનાઓની સિદ્ધિ અંગે વિશેષ પ્રશ્નો સંસદમાં પુછ્યા છે. જમાં નીચેના વિષયોને પ્રશ્નો તરીકે ઉઠાવ્યા છે..

ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વાયુ પ્રદૂષણ નિયંત્રણ, આદિવાસી વિકાસ, એમજીનરેગા, ફૂડ ટેસ્ટીંગ માટે ફૂડ લેબ, સ્થળાંતરીત શ્રમિકોના બાળકોનું શિક્ષણ, આયુષ યોજનાને પ્રોત્સાહન આપવું, ખાતર સબસિડી, મહિલા સુરક્ષા માટે નિર્ભયા ફંડનો ઉપયોગ, પશુ ખરીદી માટે સબસીડી, પીએમ પોષણ યોજના, રાષ્ટ્રીય ગોકુલ મિશન, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન, ગુજરાતમાં યાત્રાધામ વિકાસ, ગુજરાતમાં પાણી માટે ડેમ, સ્માર્ટ સિટી, રેલ્વે પેસેન્જર માટે હેલ્પલાઈન, મગફળી અને સોયાબીન તેલ, કાપડ ઉદ્યોગમાં વિદેશી રોકાણ, આત્મનિર્ભર ભારત યોજના, ગુજરાતમાં નવી ટ્રેનની માંગ, અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઈ-વે, ગંગાનદીમાં ફેરી સર્વિસ, દિલ્હીમાં ગેરકાયદેસર કોલોનીને અધિકૃત કરવા અંગેનો પ્રશ્ન, ઉચ્ચ અને તકનિકી શિક્ષણ, ગુજરાતમાં PMKVY યોજનાની સ્થિતિ.

સાંસદ તરીકે પાંચ વર્ષ દરમિયાન ફળવાયેલી ગ્રાન્ટની કુલ રકમ 17 કરોડ છે. સાંસદ તરીકે હસમુખ પટેલે પોતાને ફળવાયેલી કુલ 17 કરોડ ગ્રાન્ટ પૈકી રૂ. 9.5 કરોડની ગ્રાન્ટ જ વપરાઈ છે. ટકાવારી પ્રમાણે સાંસદ તરીકે 56%ગ્રાન્ટ જ વિકાસ કાર્યો પાછળ હસમુખ પટેલ વાપરી શક્યા છે.

અમદાવાદ પૂર્વ સંસદીય મતક્ષેત્રના ક્યા છે પ્રશ્નો

2024ના વિજેતા સામે વિકાસની તક, વિકાસ માટે પડકાર પણ છે

અમદાવાદ પૂર્વ લોકસભા મતક્ષેત્ર વિસ્તારમાં વધતી જતી જમીન - મકાનની કિંમતો, વધતી મોંઘવારી, ઓદ્યોગિક વિસ્તારમાં વઘતા ગરીબ વિસ્તારો, પ્રદૂષણ, ગુના અને અસંતુલીત વિકાસના પ્રશ્નો પડકાર બની શકે છે. આ નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, ગાધીનગર દક્ષિણ અને દહેગામમાં એક તરફ નવી બંઘાતી સોસાયટીઓ તો બીજી તરફ જૂના મકાનો, ગ્રામીણ વિસ્તારોના આવાસ, ઝુંપડા અને ચાલી વિસ્તારમાં વસતિની ઘનતા વઘે છે. સ્થળાંતરની સૌથી મોટી અસર આ સંસદીય મતક્ષેત્રમાં જોવા મળે છે. જે બાબતે વર્તમાન સાંસદે સંસદમાં ઓછી ડીબેટ કરી સ્થાનિક મુદ્દે પ્રમાણમાં ઓછા પ્રશ્નો પુછ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.