ETV Bharat / politics

'આ દેશ કુરાન અને શરિયાનાં આધારે ચાલી શકે નહિ', ગોધરાની સભામાં બોલ્યા અમિત શાહ - lok sabha election 2024

પંચમહાલ લોકસભા બેઠકની ચૂંટણી પ્રચાર અર્થે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોધરા આવ્યા હતાં. પંચામૃત ડેરીની બાજુમાં આવેલા વિશાળ મેદાન ખાતે ભાજપની વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ હતું જેમાં તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ વર્ણવી અને પંચમહાલ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર માટે વોટ માંગી જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી. પોતાના સંબોધનમાં તેમણે કોંગ્રેસ ઉપર પણ આકરા પ્રહારો કરવાનું ચુક્યા ન હતાં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં જનસભાEtv Bharat
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં જનસભા
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 27, 2024, 8:51 PM IST

Updated : Apr 27, 2024, 9:55 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં જનસભા

ગોધરા: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રચાર અર્થે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. સવારે તેમણે પ્રથમ રેલી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં જામકંડોરણામાં યોજી હતી. ત્યારે બીજી રેલી તેમણે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં યોજી હતી. ગોધરામાં વિજય સંકલ્પ સભામાં સંબોધન કરતા અમિત શાહે ઓબીસી મુદ્દે કોંગ્રેસ પર આક્રમક અંદાજમાં પ્રહાર કર્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, ગોધરામાં અમિત શાહની વિજય સંકલ્પ સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજપાલ સિંહ જાદવ, ભાજપના ઉપાધ્યાક્ષ વરિષ્ઠ નેતા ગોરધન ઝડફિયા સહિત ભાજપના નેતાઓ, કાર્યાકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

ગોધરામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહની વિજય સંકલ્પ સભા

ગોધરા ખાતે આજે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પંચમહાલ ભાજપની લોકસભા બેઠકની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી. ગોધરાના છબનપુર ખાતે આવેલ વિશાળ મેદાનમાં પંચમહાલ ભાજપ દ્વારા વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગોધરા આવ્યા હતા. વિજય સંકલ્પ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ધારાસભ્યો તેમજ ભાજપાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા, તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આજે ભાજપમાં જોડાયેલા દુષ્યંતસિંહ ચૌહાણ અને તેમના કાર્યકરો દ્વારા પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સભાની શરૂઆતમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે ભાજપના ઉમેદવારને જંગી મત આપવા અપીલ કરી હતી.પંચમહાલ લોકસભા ભાજપનાં ઉમેદવાર રાજપાલ સિંહે સ્વાગત પ્રવચન કર્યું હતું.
ગોધરા ખાતે વિજય સંકલ્પ સભા ને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામ લલ્લાના મંદિર નિર્માણ માટે
ગોધરા રેલવે સ્ટેશન ઉપર ૬૦ હુતાત્માં એ જે બલિદાન આપ્યું છે, તેમને હું નમન કરું છું.પંચમહાલ લોકસભા બેઠકનાં ઉમેદવારને આપેલો વોટ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવશે.

શાહે કહ્યું કે, તમારા મતની તાકાતથી ભારત ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે. હાલની ભાજપ સરકારે ૩ કરોડ બહેનોને લખપતી દીદી બનાવવાનો સંકલ્પ લીધો છે.
કાશ્મીરની અંદર હંમેશા માટે આંતકવાદ ખતમ કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. ભાજપ સરકારે ગરીબ વ્યક્તિ, આદિવાસી,ઓબીસી ની સુખાકારી માટે કાર્યરત છે.અમિતભાઈ શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ૭૦ વર્ષ સુધી અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને ભટકાવતી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓ આવે તો પૂછજો આમંત્રણ આપ્યું તોય તમે કેમ નહિ આવ્યા.ત્યારે નહિ આવવાનું કારણ મતબેંક નારાજ થઈ જાય. ભારતીય જનતા પાર્ટી વોટ બેન્ક ની રાજનીતિમાં નથી માનતી.

ભાજપ સરકારે ત્રિપલ તલાક સમાપ્ત કર્યો. કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરીથી લાગુ કરશે. ભાજપની સરકારમાં સમાન લો લાગુ છે. આ દેશ શરિયાનાં આધારે ચાલી શકે નહિં કુરાન અને શરિયાનાં આધાર પર દેશ ચાલી શકે નહિ. કોંગ્રેસ પાર્ટી ઓબીસી મતદારોની વિરોધી છે. ત્યારે ભાજપ સરકારે બક્ષીપંચનાં સૌ ભાઈઓ અને બહેનોને સમાનતાનો હક્ક આપ્યો, યુસીસીનો કાયદો, આદિવાસી ભાઈઓને અસર કરવાનો નથી. ઓબીસી એસ.સી.એસ.ટીની અનામત ને નાબૂદ નહિ કરવામાં આવે. ત્રીજી ટર્મમાં ભાજપને તક આપો અને વિકસિત ભારતનાં મૂળિયાં નાખવુંનુ કામ નરેન્દ્ર મોદી કરશે. 2047માં ભારત નંબર 1 બનશે.

  1. અમિત શાહની પોરબંદર લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સભા, મનસુખ માંડવીયાને જીતાડવા સાંભળો શું કહ્યું - Porbandar Lok Sabha Seat
  2. મોદી સુપરમેન નહીં પણ 'મહેંગાઈ મેન' છે: ધરમપુરની રેલીમાં બોલ્યા પ્રિયંકા ગાંધી - lok sabha election 2024

Last Updated : Apr 27, 2024, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.