ETV Bharat / politics

પંજાબના CMની હાજરીમાં ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાએ ફોર્મ ભર્યુ, ભગવંત માને રૂપાલાને લઈને કહી આ વાત... - Bhavnagar lok sabha seat - BHAVNAGAR LOK SABHA SEAT

ભાવનગર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પત્ર ભરવા માટે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ ભાવનગર આવી પહોંચ્યા હતા. ભગવંત માને આકરી ગરમી વચ્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શહેરના મુખ્ય રૂપમ ચોક ખાતેથી રેલીમાં જોડાયા હતા.

પંજાબના CMની હાજરીમાં ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાએ ફોર્મ ભર્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 16, 2024, 11:05 PM IST

પંજાબના CMની હાજરીમાં ભાવનગર બેઠક પર ઉમેશ મકવાણાએ ફોર્મ ભર્યુ

ભાવનગર: ભાવનગર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પ્રક્રિયા સમયે અને સમર્થન આપવા માટે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ હાજર રહ્યાં હતાં. સીએમ માને આકરી ગરમી વચ્ચે બપોરે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને નિલમબાગ સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમયે ઉમેશભાઈ મકવાણા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગરમાં પંજાબના સીએમ ભગવંત માનનો રોડ શો

ભાવનગરમાં પંજાબના સીએમનો રોડ શો: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન રૂપમ ચોકમાં ઉમેશ મકવાણાની ઉમેદવારી પત્ર ભરવા માટે રેલીમાં જોડાવા માટે પહોંચ્યા હતા. આ રેલી રૂપમ ચોકથી નીકળીને ભીડભંજન મહાદેવ ખાતે પહોંચી હતી. ભીડભંજન મહાદેવ ખાતે રેલીને જાગેર રસ્તા વચ્ચે પ્રજાને સંબોધન કરતા ભગવંત માનને થોભી જવાનો સમય આવ્યો હતો, કારણ કે તે જ સમયે ભાજપની રેલી પણ આવી પહોંચી હતી ઓછી જગ્યામાં બંને પક્ષના કાર્યકરો અને રેલી વચ્ચે ભગવંત માનનું સંબોધન થોડો સમય માટે થોભાવી દીધું હતું. જો કે ત્યારબાદ તેઓ ઉમેશ મકવાણા સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

ભાવનગર બેઠક પર AAPના ઉમેશ મકવાણાએ ફોર્મ ભર્યુ

રૂપાલા વિશે માનની પ્રતિક્રિયા: ઉમેશ મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ બહાર આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને મીડિયાએ સવાલ કરતા જણાવ્યું હતું કે, ભાજપવાળા ગલત ફહેમીમાં છે કે કેજરીવાલને જેલમાં નાખીને તેઓ આમ આદમી પાર્ટીના પ્રચારને રોકી નહિ શકે. આ ફાયદો કે નુકસાનની વાત નથી. અમે જાતિવાદની રાજનીતિ કરતા નથી અમે નફરતની રાજનીતિ કરતા નથી, પણ આ લોકો જરૂર કરે છે. નફરતની રાજનીતિ જે કરશે એ કોઈ દી ને કોઈ દિવસ એક દિવસ તો ફસાઈ જશે.

અમે તો ઈચ્છીએ છીએ કે 140 કરોડ લોકોનું જીવન સુધરે અને 140 કરોડ લોકો ઊંચા આવે. ભારત કોઈના બાપની જાગીર નથી, આપણા બધાનું ભારત છે. વિરોધ થઈ રહ્યો છે તો શું કામ થઈ રહ્યો છે તમને ખબર હશે. કોઈ એક વ્યક્તિ એવી ફિતરત રાખે કે હું આને ઊંચો ઉઠાવી દઉં અને આને નીચે રાખી દઉં. આમ આદમી પાર્ટી આ પ્રકારની કોઈ રાજનીતિ કરતું નથી. અમે કામની રાજનીતિ કરીએ છીએ. અમે દિલ્હી પણ જીતીએ છીએ અને પંજાબ જીતીએ છીએ અને બધું જીતીએ છીએ.

  1. લોકસભા ચૂંટણી ટાણે સામાજિક ઉથલપાથલ વચ્ચે ગુજરાતના રાજકારણની સ્થિતિ : જે અન્ય સમાજને સાધશે, તે જ બાજી મારશે - Lok Sabha Election 2024
  2. ભાવનગરમાં ભાજપ માટે પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યાં, એક જ વાત ' રુપાલાની ટિકીટ રદ કરો ' - Rupala Protest

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.