જામનગર: કન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભા યોજી હતી. જાહેરસભા બાદ તેમણે જામનગરના જામ સાહેબના ખબર અંતર પુછવા તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા હતાં. જામ સાહેબે પીએમ મોદીનું હાલારી પાઘડી ભેટમાં આપીને સ્વાગત કર્યુ હતું અને થોડીવાર સુધી વાતચીત કરી હતી. નોંધનીય છે કે, ગઈકાલે જ જામ સાહેબે રાહુલ ગાંધીને પત્ર લખીને જવાબ આપ્યો હતો.
મહત્વપૂર્ણ છે કે, જામનગરમાં પુનમ માડમ માટે પ્રચાર કરવા આવેલા પ્રધાનમંત્રી મોદીની સભામાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ગાયબ દેખાયા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો આ ઉપરાંત સભા બાદ જ્યારે પીએમ મોદી જામ સાહેબને મળવા પહોંચ્યા ત્યારે પણ પરષોત્તમ રૂપાલાની ગેરહાજરી દેખાઈ હતી.