ETV Bharat / politics

Ambarish Der: રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, આવતીકાલે કેસરિયા કરશે - અંબરીશ ડેરનું રાજીનામું

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. જો કે તે પહેલા જ કોંગ્રેસ શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 4, 2024, 1:59 PM IST

Updated : Mar 4, 2024, 2:20 PM IST

અમદાવાદ: રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસમાંથી વધુ એક રાજીનામું પડ્યું છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અંબરીશ ડેર અને સીઆર પાટીલ વચ્ચે આ અંગે મુલાકાત થઈ હતી.

આવતીકાલે ભાજપમાં જોડાશે: રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપ્યું તે પહેલા કોંગ્રેસ શિસ્ત સમિતિએ અંબરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આવતીકાલે અંબરીશ ડેર 1 હજાર કાર્યકર્તાઓ સાથે ભાજપનો કેસ ધારણ કરશે.

અંબરીશ ડેર બાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે. લાંબા સમયથી નારાજ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યા. ગમે ત્યારે મોઢવાડિયા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે.

અપડેટ જારી...

Last Updated : Mar 4, 2024, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.