ETV Bharat / politics

હું રેડીમેડ સાંસદ હોવાથી સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લોકોની વધુ સારી સેવા કરી શકીશઃ તુષાર ચૌધરી - Sabarkantha lok sabha seat - SABARKANTHA LOK SABHA SEAT

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસે પણ લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા છે, જે અંતર્ગત સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક માટે કોંગ્રેસે પૂર્વ કેબિનેટ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે, તેમજ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય છે.

તુષાર ચૌધરી
તુષાર ચૌધરી
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 10:33 PM IST

સાબરકાંઠાઃ સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક માટે કોંગ્રેસે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને પોતાનો ઉમેદવાર બનાવ્યા છે. આજે તેઓ હિંમતનગર ખાતે આવ્યા હતા ત્યારે સમર્થકો અને કાર્યકરોએ તેમનું મોઢું મીઠું કરાવીને સ્વાગત કર્યુ હતું. આ તબક્કે તુષાર ચૌધરીએ તેમના પિતા અને સ્વ. અમરસિંહ ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વનવાસી સમુદાય માટે વિશેષ પ્રયાસો કરાયા હોવાની વાત કરી હતી.

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે તુષાર ચૌધરી

હિંમતનગરની મુલાકાતે આવેલા તુષાર ચૌધરી જણાવ્યું હતું કે, ભારતના સાંસદ તરીકે સાબરકાંઠા જિલ્લા થી જ્યારે મને નેતૃત્વ કરવાની તક મળી, ત્યારે હું 10 વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં રોડ અને પરિવહન વિભાગનો મંત્રી હોવાની સાથોસાથ દેશના વડાપ્રધાન થી લઈ વિવિધ કાર્યાલયો સુધી પહોંચવાનો અનુભવ ધરાવું છું, તેમજ નવા સાંસદની દિલ્હીના કાર્યાલયોની જાણકારી મેળવવામાં પાંચ વર્ષનો સમય લાગે છે ત્યારે હું રેડીમેડ સાંસદ હોવાના પગલે સાબરકાંઠા સહિત અરવલ્લી જિલ્લાના લોકોની વધુ સારી સેવા કરી શકો તેમ છું.

ભાજપના શૌભનાબેન બારૈયા સાથે તુષાર ચૌધરીનો મુકાબલો

તુષાર ચૌધરીએ ઉમેર્યુ હતું કે, ભાજપ દ્વારા ગુજરાતમાં તમામ બેઠકો જીતવાની વાત કરી છે તેને ખોટી પાડવા સહિત પાંચ લાખની લીડ થી તમામ બેઠકો ઉપર જીતના આશાવાદને તોડવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. જોકે સાબરકાંઠા જિલ્લાની જનતા આગામી સમયમાં સાંસદનો સરતાજ કોને આપે છે તે તો સમજ બતાવશે.

  1. સાબરકાંઠા લોકસભા બેઠક 5 લાખથી વધારે લીડ થી જીતીશઃ શોભનાબેન બારૈયા - Sabarkantha lok sabha seat
  2. કોંગ્રેસે સાબરકાંઠાથી પૂર્વ CM અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ આપી, ભાજપના ભીખાજી ઠાકોર સામે સીધો મુકાબલો - Sabarkantha Lok Sabha Seat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.