ETV Bharat / politics

BJP First List Of LS Candidates: ભાજપ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોનો થશે સમાવેશ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 8:13 AM IST

Updated : Mar 1, 2024, 1:11 PM IST

આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુરુવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક મળી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

BJP First List Of LS Candidates
BJP First List Of LS Candidates

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીને અંતિમ સ્વરૂપ આપવા પર ચર્ચા કરવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક શુક્રવારે સવારે સમાપ્ત થઈ. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત બેઠક ગુરુવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે શરૂ થઈ હતી. તે ચાર કલાકથી વધુ સમય સુધી ચાલી. ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને રાજનાથ સિંહ બેઠકમાં હાજરી આપી હતી કારણ કે શાસક પક્ષે ચૂંટણી પંચ (EC) સમક્ષ મોટી સંખ્યામાં 543 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારો રજૂ કરવા માંગે છે.

BJP First List Of LS Candidates
BJP First List Of LS Candidates

કોને મળી શકે છે ટિકિટ ?

પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડી શકે છે જ્યારે અમિત શાહને ગાંધીનગર, રાજનાથ સિંહને લખનઉ, સ્મૃતિ ઈરાનીને અમેઠીથી ટિકિટ આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને મનસુખ માંડવિયા સહિત કેટલાક કેન્દ્રીય પ્રધાનોને સામાન્ય ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે કારણ કે પાર્ટીએ સંસદના ઉપલા ગૃહની તાજેતરની ચૂંટણીઓ દરમિયાન તેમને રાજ્યસભાની બીજી મુદત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

બીજેપીની ચૂંટણી ઉમેદવારોની યાદી ઘણી વખત બહાર રહી ગયેલા લોકો માટે એટલી જ મહત્વપૂર્ણ રહી છે જેટલી નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. બધાની નજર તેના ઉમેદવારોની પસંદગીમાં કેટલાક જાણીતા નામો કે પછી કંઈક નવો પ્રયોગ કરે છે તેના પર રહેશે. સીઈસી અંતિમ નિર્ણય લે તે પહેલાં, શાહ અને નડ્ડા સહિત પક્ષના કેટલાક નેતાઓએ સંભવિતોની યાદી તૈયાર કરવા માટે તેમના રાજ્યના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી છે.

BJP First List Of LS Candidates
BJP First List Of LS Candidates

ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી:

એપ્રિલ-મેમાં ચૂંટણી થવાની ધારણા છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ, મધ્યપ્રદેશના મોહન યાદવ, છત્તીસગઢના વિષ્ણુ દેવ સાઈ, ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી અને ગોવાના પ્રમોદ સાવંત સહિતના વિવિધ રાજ્યોના નેતાઓ સામેલ થયા હતા. જેઓ બેઠક માટે પહોંચ્યા હતા. ટુંક સમયમાં દિવસમાં ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે. જેમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નામ હોઈ શકે છે.

BJP First List Of LS Candidates
BJP First List Of LS Candidates

કઈ બાબતોની ચર્ચા ?

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પણ બેઠકમાં સામેલ થયા હતા. બેઠકમાં સંબંધિત રાજ્યોમાં આવતા મતવિસ્તારના ઉમેદવારોની ચર્ચા, એવી બેઠકો કે જ્યાં ભાજપ 2019માં જીતી ન શક્યું ત્યાં સુધારાની સંભાવના. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓની પેટર્નને અનુસરીને ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.

(PTI)

  1. Resignation of ias abhishek singh: સની લિયોની સાથે આલ્બમ બનાવનાર IASની રાજીનામું મંજૂર, જૌનપુરથી લડી શકે છે ચૂંટણી
  2. Gujarat government: કર્મચારી આનંદો, રાજ્ય સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ, કર્મચારીઓના હિતમાં કર્યા 3 નિર્ણય

Last Updated : Mar 1, 2024, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.