આણંદ: વર્ષ 2019માં મિતેષ પટેલે કોંગ્રેસના દિગ્ગજ નેતાની છબી ધરાવતા ભરતસિંહ સોલંકીને 1.97 લાખ મતની સરસાઈથી હરાવીને વિક્રમ સર્જ્યો હતો. મિતેષ ભાઈ પટેલ વર્ષ 2019ની લોકસભા બેઠકમાં મેળવેલી લીડ તે આણંદ લોકસભા બેઠક પર યોજાયેલી તમામ 17 ચૂંટણી ના ઇતિહાસમાં સર્વાધિક હતી.
કોણ છે મિતેષ પટેલ: મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકે ની છબી ધરાવતા નીરવિવાદિત રાજકારણી છે જે પ્રજામાં સર્વ સ્વીકૃત પ્રતિભા ધરાવે છે, વર્ષ 2019માં મિતેષ પટેલ ને આણંદ જિલ્લાના મતદારોએ ખોબે ખોબે મત આપીને દેશની સૌથી મોટી પંચાયત માં સાંસદ બનાવી ને મોકલ્યા હતાં.જ્યાં તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સતત વિસ્તારની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવી સરકારી સેવાઓનો લાભ પ્રજા સુધી વધુમાં વધુ કેવી રીતે પહોંચે તે માટે હંમેશા પ્રયત્નો કરી હકારાત્મક પરિણામો લાવી આપ્યા છે.
રાજકીય કારકિર્દી: મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં આપી છે જેમાં 42 કરતા વધારે ડેબિટ માં સામેલ થયા છે,અંદાજિત વિસ્તાર અને રાષ્ટ્ર સ્તરના 221 જેટલા પ્રશ્નો તેમના ધ્વારા ગૃહમાં ઉઠાવવા માં આવ્યા છે તેમાં પણ વિશ્વ સ્તરે દેશ નું સંબોધન ઇન્ડિયા ને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆત ની નોંધ સમગ્ર દેશે લીધી હતી. સાથે તેમના દ્વારા ઉડ્ડયન કોડ માં VT ( વિક્ટોરિયા ટેરીટરી) ના બદલે BT (ભારત ટેરીટરી) તરીકે સંબોધવામાં આવે તે રજૂઆત થી તેમની રાષ્ટ્ર દાજ નું ઉદાહરણ પૂરું પાડયું હતું.
મિતેશ પટેલના સમર્થકમાં ઉત્સાહ: મિતેશ પટેલે તેમને મળતી તમામ ગ્રાન્ટનો ઉપયોગ કરીને સમગ્ર મતવિસ્તારમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે કાળજી રાખીને છેવાડા સુધી સુવિધાઓ ની સોડમ પ્રસરાવવા માટે કામ કર્યું છેત્યારે ફરીથી મિતેશ પટેલ ને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી સંગ્રામ માં ઉતાર્યા છે ત્યારે આજે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, સમર્થકો અને કાર્યકર્તાઓ ધ્વારા મિતેશ પટેલ ને ટિકિટ મળતા અભિનંદન પાઠવ્યા હતાં અને ફટાકડા ફોડીને પાર્ટી ના નિર્ણય ને વધાવ્યો હતો.
આણંદ લોકસભા બેઠક પર વર્ષ 1947 થી અત્યાર સુધી ક્ષત્રીય સમાજ અને પાટિદાર સમાજ ના ઉમેદવારો વચ્ચે મહત્તમ ચૂંટણી જંગ જામતો આવ્યો છે આઝાદી થી અત્યાર સુધીમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં 11 વખત ક્ષત્રીય સમાજ ના ઉમેદવારો આ બેઠક પર જીતતા આવ્યા છે તેવામાં છેલ્લી 6 ટર્મ માં 3 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીતતા આવ્યા છે ત્યારે વર્ષ 2024 ની 18મી લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ફરીથી મિતેષ પટેલ ને ટિકિટ આપી ને કોંગ્રેસ માટે ચિંતા ઉભી કરી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે .
કોંગ્રેસ દ્વારા છેલ્લા ચાર જેટલી ચૂંટણીમાં પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસમાં પ્રથમ હરોડના નેતાની ગણનામાં આવતા ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન તેમના અંગત જીવન અને પારિવારિક જીવનને લઈને ઉભા થયેલા પ્રશ્નો બાદ તેઓ રાજકીય સંન્યાસની જાહેરાત અને તેના કારણે હવે કોંગ્રેસ દ્વારા ક્યાં ઉમેદવારને પસંદ કરવામાં આવે છે,તે જોવું મહત્વપૂર્ણ બની રહ્યું છે.