વાઘોડિયા: હિંદુ સંપ્રદાય પ્રમાણે કોઈપણ સારું કાર્ય કરતા હોય ત્યારે મુહૂર્તનું એટલું જ મહત્વ રહેલું છે અને સારા મુહૂર્તમાં કરેલા કામોની સફળતા ચોક્કસ મળતી હોય છે. ત્યારે વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જતા સમયે રેલીમાં વધુ સમય વિતી જતા 12 : 39 કલાકનું વિજયી મુહૂર્ત સાચવવા માટે તેઓ છેલ્લી ઘડીએ વિજય મુરત નો સમય વીકી ન જાય તે માટે બાઇક ઉપર સવાર થઇને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ મોટી સંખ્યમાં હાજર રહ્યા હતા. અને સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓને પદાધિકારીઓ એ તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે, અને ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી પણ આરંભવી દેવામાં આવી છે. ત્યારે આજરોજ વાઘોડિયા બેઠક ઉપરના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દેતા પેટા ચૂંટણી યોજાઇ રહી છે. ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને તેઓ ભાજપમાં પ્રવેશ કર્યો હતો.આ સમયે ભાજપ દ્વારા તેમને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તેમની સામે રાજકીય કોંગ્રેસ પક્ષે તેઓના પ્રતિસ્પર્ધી કનુભાઇ ગોહિલને તાજેતરમાં ઉમેદવાર જાહેર કર્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે જંગી રેલી યોજીને ઉમેદવારી પત્ર ભરવા કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. પરંતુ તેઓનું 12: 39નું શુભ વિજયી મુહૂર્ત સાચવવા માટે તેઓ છેલ્લી ઘડીએ બાઇક ઉપર બેસી મામતલદાર કચેરી પહોંચ્યા હતા. જેથી કાર્યકરોમાં રેલીનો ઉત્સાહ અને ઉમેદવારી પત્ર ભરવાનો વિજય મુહૂર્ત બંને સચવાઈ ગયા હતા
વાઘોડિયા વિધાનસભા ઉપર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા જતા પહેલા જણાવ્યું કે આજે માતા-પિતાના આશિર્વાદ લઇ માં કુળદેવી અને હનુમાનજીના દર્શન કરી, ઘરેથી મહારૂદ્ર મહાદેવ માડોઘર પહોંચીને પૂજા-અર્ચના કરીને કાર્યકરો સાથે રેલી સ્વરૂપે મામતલદાર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું. દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારના વાઘોડિયા વિધાનસભા ડબલ ગતિથી વિકાસ થાય તે જનતા જાણે છે. આ વખતે મને અને લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને એક લાખની લીડથી વાઘોડિયા વિધાનસભાની જનતા જીતાડશે.
ખરાખરીનો જંગ: વાઘોડિયા વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી એ ક્ષત્રિય સમાજના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ ક્ષત્રિય સમાજના કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે એટલે બંને ક્ષત્રિય સમાજના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જેવી પરિસ્થિતિ સર્જાશે. હવે જોવાનું એ રહ્યું કે મતદારો પોતાનો મિજાજ કઈ તરફ વાળે છે તે તો આવનારો સમય જ બતાવશે.