ભરૂચ: ગુજરાતમાં પ્રવેશેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં ત્રીજો દિવસ છે, ત્યારે આજે આ યાત્રા નર્મદા થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી છે. રાહુલની આ યાત્રાનું સ્વાગત કરવા માટે કોંગ્રેસની કાર્યકરો અને સમર્થકોની સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આપના કાર્યકરોએ રાહુલના આગમન પૂર્વે ખુશી વ્યક્ત કરતા પરંપરાગત ટીમલી નૃત્ય કર્યું હતું.
નેત્રંગ ખાતે ચૈતર વસાવા પોતાના કાર્યકર્તા અને કોંગ્રેસના આગેવાનો સાથે આવી પોહચ્યાં હતાં. આ તકે મીડિયા સાથે વાત કરતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે ધર્મ અને જાતિની રાજનીતિ કરતી ભાજપની સરકારને હરાવીશું. રાહુલ ગાંધી ના સ્વાગત માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડયા છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ઇન્ડિયા ગઠબંધનના તમામ ઉમેદવારો જીતશે અને ભાજપ ને હરાવશે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ભરૂચ લોકસભાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો...
આ તકે આપના ગોપાલ ઇટાલિયા જણાવ્યું કે, મનસુખ વસાવા ને ભાજપે ના છૂટકે ઉમેદવાર બનાવવા પડ્યા છે. ચૈતર વસાવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારથી જ ભરૂચમાં ભાજપની હારની શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ભરૂચ લોકસભા જીતવા માટે કોંગ્રેસ અને આપની તૈયારીઓ પુર જોશમાં છે.મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ અંગે પૂછતાં તેઓ કહ્યું હતું કે એ લોકો પણ જોડાશે એવી માહિતી જો રાહુલ ગાંધી આવતા હોય તો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ પણ ચોક્કસ જોડાશે.