ETV Bharat / opinion

China’s win over the Maldives: માલદીવમાં ચીનનો પગપેસારો અને ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ - China win over the Maldives

માલદીવની નવી સરકારે ચીની સંશોધન જહાજ 'ઝિઆંગ યાંગ હોંગ 3'ને માલી બંદર પર ડોક કરવા માટે દેશના સૈનિકોને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. ચીનના આ જહાજને ભારત અને શ્રીલંકા જેવા દેશોએ પોતાના બંદરે ડોક કરવાની પરવાનગી આપવા ઈનકાર કરી ચૂક્યા છે. વાંચો માલદીવમાં પગ જમાવવા સંદર્ભે ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ પર ડૉ. રવેલ્લા ભાનુ કૃષ્ણ કિરણનું વિસ્તૃત આલેખન. China’s win over the Maldives

માલદીવમાં ચીનનો પગપેસારો અને ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 6:30 AM IST

હૈદરાબાદઃ ચીનના જહાજ 'ઝિઆંગ યાંગ હોંગ 3'નેને ભારત અને શ્રીલંકા જેવા દેશોએ પોતાના બંદરે ડોક કરવાની પરવાનગી આપવા ઈનકાર કરી ચૂક્યા છે. જ્યારે માલદીવની નવી સરકારે ચીની સંશોધન જહાજ 'ઝિઆંગ યાંગ હોંગ 3'ને માલી બંદર પર ડોક કરવા માટે દેશના સૈનિકોને પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. માલદીવે ચીન માટે માર્ગ ખોલ્યો જો કે આ ઘટનાને પરિણામે ભારત માલદીવ સંબંધોને વધુ 1 ફટકો લાગ્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના ભારત સાથે હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટેના કરારને રીન્યૂ ન કરવાનો નિર્ણય કર્યો છે.

હિંદ મહાસાગરમાં દરિયાઈ હરીફાઈ વધતી જતી રહી છે. ભારતીય વેપાર માટે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પાણીમાં નેવિગેશનની સ્વતંત્રતા અંગે નવી દિલ્હી ચિંતિત છે. વુડ મેકેન્ઝી અનુસાર ભારતની તેલની માંગના 88% દરિયાઈ આયાત દ્વારા પૂરી કરે છે. જે દરિયાઈ માર્ગોમાં કોઈપણ વિક્ષેપ માટે અત્યંત સંવેદનશીલ છે. દરિયાઈ માર્ગો જ્યાંથી તેનો વેપાર પસાર થાય છે તેને સુરક્ષિત રાખવો અને આ ક્ષેત્રમાં ચીનની વધતી હાજરીનો સામનો કરવો એ નવી દિલ્હી માટે મુખ્ય ચિંતાનો વિષય બની ગયો છે. વર્તમાનમાં ચીન માટે ભારતને ઘેરી લેવા માટે માલદીવ એક મહત્વપૂર્ણ કડી સમાન છે.

પાકિસ્તાનમાં અરબી સમુદ્રને અડીને આવેલો ગ્વાદર ખાતે ચીનનો બેઝ છે અને ભારતના દક્ષિણ-પશ્ચિમ કિનારે માલદીવ સાથે અને પછી શ્રીલંકાના હમ્બનટોટા બંદર સાથે જોડાઈ શકે છે. વધુમાં, હિંદ મહાસાગર પ્રદેશ (IOR) માં ભારતને પાછળ પાડવા માટે બેઈજિંગ નિયમિત પણે આ વિસ્તારમાં સમુદ્રી ડેટા એકત્ર કરવા માટે સંશોધન અને સર્વેક્ષણ જહાજો અને માનવરહિત પાણીની અંદર વાહનો (UUVs) મોકલે છે. તેથી, ભારતે માલદીવમાં ચીની સંશોધન જહાજ ઝિયાંગ યાંગ હોંગ 3ના ડોકિંગ પર વાંધો ઉઠાવ્યો છે.

આ ઉપરાંત ચાઈનીઝ કંપનીને 50 વર્ષ માટે રાજધાની માલેથી નજીકના માલદીવિયન ટાપુ, ફેયધુ ફિનોલ્હુની લીઝ અપાઈ છે જે ભારત માટે ચેતવણી સમાન છે. મિનિકોય દ્વીપથી 900 કિમી અને ભારતની મુખ્ય ભૂમિથી 1000 કિમીના અંતરે ફેયધુ ફિનોલ્હુ ટાપુઓ પર ચીની લશ્કરી બેઝની સ્થાપના કરવાથી ભારતની સુરક્ષાને સીધો ખતરો છે કારણ કે, આ બેઝનો ઉપયોગ હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની હિલચાલને ટ્રેક કરવા માટે લશ્કરી પોસ્ટ તરીકે થઈ શકે છે. પરમાણુ સબમરીન માટે પણ આ વિસ્તારનો ઉપયોગ થઈ શકે છે. ભારત પાસે IORમાં કોઈ લશ્કરી થાણું નથી અને આપણા દેશે માત્ર સેશેલ્સ, મેડાગાસ્કર અને મોરેશિયસમાં જ સર્વેલન્સ સિસ્ટમ્સ સ્થાપિત કરી છે.

હકીકતમાં ચીનની યોજનાઓ અને રણનીતિઓ સામે ભારતે માલદીવમાં પોતાનું સુરક્ષિત સ્થાન ગુમાવ્યું છે. પરિણામે, IORમાં ચીનની વિસ્તરણવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે, ભારત માલદીવના વિકલ્પ તરીકે અરબી સમુદ્રમાં સ્થિત લક્ષદ્વીપ ટાપુઓમાં તેના સંરક્ષણને મજબૂત કરીને જવાબ આપી રહ્યું છે. IORમાં પોતાની પકડ જાળવી રાખવા માટે, ભારતીય નૌકાદળે 6 માર્ચે મિનિકોય ટાપુમાં તેના નવા નૌકાદળ INS જટાયુને માલદીવની ઉત્તરે લગભગ 125 કિલોમીટર (78 માઇલ) દૂર લાંગર્યુ હતું અને નૌકાદળની હવાઈ સ્ક્વોડ્રનમાં મલ્ટીરોલ MH 60 હેલિકોપ્ટરને પણ સામેલ કર્યા હતા.

INS જટાયુ લક્ષદ્વીપમાં ભારતના બીજા બેઝ તરીકે સેવા આપી રહ્યું છે. કાવરત્તીમાં INS દ્વિપ્રક્ષક પછી લક્ષદ્વીપના સૌથી દક્ષિણી ટાપુ મિનિકોય ટાપુ પર વ્યૂહાત્મક રીતે સ્થિત છે. ભારતીય નૌકાદળની કાર્યકારી ક્ષમતાઓ અને દરિયાઈ દેખરેખને વધુ તીવ્ર બનાવે છે. લક્ષદ્વીપ માલદીવની નજીકમાં હોવાથી ફાઈટર જેટ, યુદ્ધ જહાજો અને અન્ય નૌકાદળની સંપત્તિ ધરાવતા કાફલાને તૈનાત કરવાની ક્ષમતા ધરાવતો નવો બેઝ, ભારતીય નૌકાદળને ચીનની પશ્ચિમ સરહદ પર નિયંત્રણનો દાવો કરવાના જોખમને ઘટાડવા માટે વધુ પ્રોત્સાહન આપશે તેમજ નિર્ણાયક દરિયાઈ માર્ગોની સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખાસ કરીને, લક્ષદ્વીપ અને મિનિકોયમાંથી પસાર થતો માર્ગ, 9-ડિગ્રી ચેનલ, જે સુએઝ કેનાલ અને પર્શિયન ગલ્ફના માર્ગ પર મુખ્ય વ્યાવસાયિક શિપિંગ લેનને એકબીજા સાથે જોડે છે. INS જટાયુ તરફના ઓપરેશનલ સર્વેલન્સને સરળ બનાવશે. પશ્ચિમ અરબી સમુદ્રમાં ચાંચિયાગીરી અને નાર્કોટિક્સ વિરોધી કામગીરીને પણ રોકવાનું કામ સરળ બનશે. આ ક્ષેત્રમાં પ્રથમ પ્રતિસાદ આપનાર તરીકે ભારતીય નૌકાદળની ક્ષમતામાં વધારો કરવો અને મુખ્ય ભૂમિ સાથે જોડાણ વધારવું તેમજ મિનિકોય આઈલેન્ડ પર આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું પણ આયોજન નવી દિલ્હી કરી રહી છે. જેનો હેતુ અર્થતંત્રને વધારવા માટે પ્રવાસન વિકસાવવા માટે છે તેમજ હેતુપૂર્વક માલદીવને ચેતવણી આપવાનો પણ છે.

શરૂઆતમાં આ બેઝની રચના નૌકાદળના કર્મચારીઓના નાના યુનિટ સાથે કરવામાં આવશે. જો કે સુવિધાઓને વિસ્તૃત કરવાની યોજના છે અને વિવિધ પ્રકારના લશ્કરી એરક્રાફ્ટને સમાવવા માટે એક નવું એરફિલ્ડ બનાવવાની યોજના ચાલી રહી છે. આનાથી રાફેલ જેવા ફાઈટર એરક્રાફ્ટને IORના પશ્ચિમ ભાગમાં કામ કરવાની મંજૂરી મળશે. વધુમાં, નજીકના અગાટી ટાપુ પર હાલના એરફિલ્ડને વિસ્તારવાની યોજના છે. પરિણામે INS જટાયુ એ INS બાઝની સમકક્ષ બની શકે. આંદામાન ટાપુઓમાં અદ્યતન નૌકાદળ બેઝ બની શકે તેમ છે. INS બાઝની જેમ તે તમામ વર્ગના ફાઈટર જેટ્સ અને એરક્રાફ્ટને હેન્ડલ કરવા સક્ષમ હશે. તેને ધ્યાનમાં રાખીને કમિશનિંગ સમારોહમાં નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે કહ્યું, આંદામાનમાં પૂર્વમાં INS બાઝ અને પશ્ચિમમાં INS જટાયુ આપણા રાષ્ટ્રીય હિતની રક્ષા માટે નૌકાદળ માટે આંખ અને કાનનું કામ કરશે.

ભારત સરકારે ફેબ્રુઆરી 2020માં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે 24 ચોથી પેઢીના MH 60 હેલિકોપ્ટર ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાંથી અત્યાર સુધીમાં 6ની ડિલિવરી કરવામાં આવી છે. આ રોમિયો 'સીહોક્સ'ને 6 માર્ચ, 2024ના રોજ કોચી ખાતે INS ગરુડા ખાતે INAS 334 સ્ક્વોડ્રન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિશ્વના આ સૌથી આકર્ષક મલ્ટી રોલ હેલિકોપ્ટર તેમના અત્યાધુનિક સેન્સર્સ સાથે અને મલ્ટિ-મિશન ક્ષમતાઓ ભારતીય નૌકાદળના દરિયાઈ સમયને વધારશે. IORમાં પ્રતિસ્પર્ધીઓ તરફથી સબમરીન વિરોધી હુમલાઓનો સામનો કરવા માટે દેખરેખ, શોધ અને બચાવ કામગીરી અને સબમરીન વિરોધી યુદ્ધ ક્ષમતાઓ વગેરે માટે કાર્યરત કરી શકાશે. અદ્યતન શસ્ત્રો અને સેન્સર્સથી સજ્જ સીહોક્સને તૈનાત કરવાથી IORમાં પરંપરાગત અને બિનપરંપરાગત બંને જોખમોને અસરકારક રીતે ટેકલ કરી શકાશે. જે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ વિસ્તારમાં સંભવિત જોખમો સામે દરિયાઈ સુરક્ષાની ખાતરી આપે છે.

કોઈ પણ સંદેહ વિના કહી શકાય કે લક્ષદ્વીપ ટાપુઓને સંઘર્ષ અથવા યુદ્ધ માટે તૈયાર બનાવવાની પ્રક્રિયા અને MH 60 હેલિકોપ્ટરનો સમાવેશ ભારતીય નૌકાદળને આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવને અવગણવા માટે આવશ્યક છે. કર્ણાટકના કારવારમાં ભારતીય નૌકાદળના વ્યૂહાત્મક રીતે સ્થિત બેઝ પર સંખ્યાબંધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. IORમાં ભારતના લાંબા ગાળાના સુરક્ષા હિતોને આગળ વધારશે.

નૌકાદળની વધતી જતી શક્તિ માત્ર આ ક્ષેત્રમાં ભારતની દેખરેખ ક્ષમતાઓને મજબૂત કરવા માટે તૈયાર નથી. આ ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવાના તેના પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે. હિંદ મહાસાગરમાં અન્ય હિસ્સેદારોને સઘન સુરક્ષા આપી શકે તેવા દેશ તરીકે ભારતને પ્રોત્સાહન આપે છે.

  1. Maldives Presidential Election : માલદીવના નવા રાષ્ટ્રપતિ બન્યાં મોહમ્મદ મુઈઝ, જાણો ભારત સાથેના સંબંધો પર શું પડશે અસર
  2. China-Maldives Relations: ચીનના ખોળે બેઠું માલદિવ, પ્રવાસન સહયોગ સહિત 20 સમજુતી પર કર્યા કરાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.