ETV Bharat / opinion

સીપીઈસી પરના હુમલા શરમજનક, બેઇજિંગની આક્રમક પ્રતિક્રિયા વધી - Attacks on CPEC

પાકિસ્તાનમાં ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, જેને સીપીઈસી પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે તે આંતકીઓના નિશાને આવવાનું પ્રમાણ ગંભીર બની રહ્યું છે. પાકિસ્તાનના શાંગલામાં એવા એક હુમલામાં પાંચ ચીની ઇજનેરોના મોત થયાં હતાં આ ઘટનાને લઇને હર્ષ કાકર (રિટાયર્ડ મેજર જનરલ) વિચારણીય બાબતો સ્પષ્ટ કરી રહ્યાં છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 6:01 AM IST

Updated : Apr 3, 2024, 6:28 AM IST

સીપીઈસી પરના હુમલા શરમજનક, બેઇજિંગની આક્રમક પ્રતિક્રિયા વધી

ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) સાથે જોડાયેલા સ્થાપનો અને કામદારો પરના હુમલામાં વધારો થવાથી બંને દેશો વચ્ચેના તણાવમાં વધારો થયો છે અને તેની સાતત્યતા પણ વધી છે. તેમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ના ગ્વાદર (ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે) અને તુર્બતમાં પાકિસ્તાનના નૌકાદળના થાણા પરના હુમલાનો સમાવેશ થાય છે, તેમજ દેશના ઉત્તરમાં ખૈબર પખ્તુનખ્વા (કેપી)ના એક જિલ્લા શાંગલામાં ચીની એન્જિનિયરો પર આત્મઘાતી હુમલો પણ શામેલ છે. ચીની ઈજનેરો ઈસ્લામાબાદથી દાસુમાં હાઈડલ પાવર પ્રોજેક્ટ તરફ જઈ રહ્યા હતા. આત્મઘાતી હુમલામાં પાંચ ચીની એન્જિનિયરો અને તેમના સ્થાનિક ડ્રાઈવર માર્યા ગયા હતાં.

જ્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મી- BLAએ ગ્વાદર અને તુર્બત પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી, ત્યારે કોઈપણ આતંકવાદી જૂથે ચીની ઇજનેરો પર હુમલાની જવાબદારી સ્વીકારી નથી. પાકિસ્તાન માટે, સૌથી ગંભીર ઘટના એ હતી કે જેમાં ચીની એન્જિનિયરો શામેલ હતાં જેને કારણે ચીનેે બેઇજિંગથી આક્રમક પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાનમાં ચીનીઓને નિયમિત રીતે નિશાન બનાવવામાં આવે છે.

આતંકી હુમલામાં ચીની ઇજનેરોના મોત થયાં હતાં

ચીને માગણી કરી હતી કે 'પાકિસ્તાની પક્ષ હુમલાની સંપૂર્ણ તપાસ કરે અને દોષિતોને સખત સજા કરે.' બેઇજિંગમાં ચીની પ્રવક્તાએ ઉમેર્યું, 'CPEC ની તોડફોડ કરવાનો કોઈ પ્રયાસ ક્યારેય સફળ થશે નહીં.' પાકિસ્તાન પીએમ અને રાષ્ટ્રપતિએ ઇસ્લામાબાદમાં ચીનના દૂતાવાસની મુલાકાત લીધી અને બેઇજિંગની વધતી જતી અગવડતાને ઓછી કરવાની આશા સાથે શોક વ્યક્ત કર્યો.

અપેક્ષા મુજબ, પાકિસ્તાને 'ચીન સાથેની તેની મિત્રતાના દુશ્મનોને' જવાબદાર ગણાવ્યા. પાકિસ્તાનની સૈન્યએ પોતાનું નિવેદન બહાર પાડ્યું, 'કેટલાક વિદેશી તત્વો પાકિસ્તાનમાં આતંકવાદને મદદ કરવા અને પ્રોત્સાહન આપવામાં શામેલ છે, તેમના નિહિત હિતોને કારણે.' તેણે TTP (તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન), અફઘાન તાલિબાન દ્વારા સમર્થિત આતંકવાદી જૂથ પર આરોપ લગાવ્યો, પરંતુ ટીટીપીએ કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. તાજેતરમાં, પાકિસ્તાને ઉલ્લેખ કર્યો હતો કે ટીટીપીને ભારત વાયા કાબુલ દ્વારા સમર્થન આપવામાં આવે છે, ભારત તરફ ઈશારો કરતાં આમ કહ્યું કારણ કે પાકિસ્તાન ચીન-ભારતના સંબંધોના તણાવથી વાકેફ છે.

હુમલાની અસર પહેલાથી જ અનુભવાઈ રહી છે. ચીની તપાસકર્તાઓ તપાસમાં જોડાયા છે, જે દર્શાવે છે કે સંપૂર્ણ તપાસ કરવા માટે પાકિસ્તાન પર વિશ્વાસનો અભાવ છે. ચાઈનીઝ કંપનીઓએ દાસુ ડેમ, દિયામેર-બાશા ડેમ અને તરબેલા 5માં એક્સ્ટેંશન પર કામગીરી સ્થગિત કરી છે, હજારો સ્થાનિક કામદારોને છૂટા કર્યા છે.

સીપીઈસી પરના હુમલા શરમજનક
સીપીઈસી પરના હુમલા શરમજનક

હાલમાં CPEC પ્રોજેક્ટ્સમાં કાર્યરત ચીની નાગરિકો હચમચી ગયા છે અને ઘણા પાછા ફરવાનું વિચારી રહ્યા છે. દાસુ પ્રોજેક્ટમાં કાર્યરત ચીની એન્જિનિયરો પરના હુમલા પછી ચાઇનીઝ કામદારોનું સ્થળાંતર થયું, જેમાં જુલાઈ 2021 માં નવના મોત થયા હતા. ચાઇનીઝને પાછા ફરવા અને ફરીથી કામ શરૂ કરવા માટે ખાતરી કરવામાં સમય લાગ્યો હતો.

ચીને વારંવાર પાકિસ્તાનમાં કામ કરતા તેના નાગરિકો માટે સુરક્ષા વધારવાના પાસાંને ઉઠાવ્યું છે. 2021માં, ચીને તેના માર્યા ગયેલા 9 એન્જિનિયરો માટે વળતર તરીકે USD 38 મિલિયનની માંગ કરી હતી, જે ચૂકવવાની ઇસ્લામાબાદની ક્ષમતાની બહાર હતી. પાકિસ્તાને સમીક્ષા માંગી હતી અને ચૂકવણીના અંતિમ આંકડા અજ્ઞાત છે.

એપ્રિલ 2023માં, એક ચીની એન્જિનિયર પર ઇશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને પરત મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં 23 ચીની એન્જિનિયરોને લઈ જતી બસ પર હુમલો થયો હતો.તેમાં પાક સૈન્યએ હુમલાખોરોને કબજે કર્યા, જોકે આ હુમલામાં કોઈ ચીનીની જાનહાનિ થઈ ન હતી. અગાઉ 2021માં, ક્વેટામાં એક હોટલ, જે ચીનના રાજદૂતને હોસ્ટ કરે તેવી અપેક્ષા હતી, તેને નિશાન બનાવવામાં આવી હતી. જોકે તેઓ હાજર રહ્યાં ન હતાં. એક મહિના પછી એક આત્મઘાતી બોમ્બરે કરાચી યુનિવર્સિટીમાં ચીન દ્વારા નિર્મિત કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટના ત્રણ ચાઇનીઝ સ્ટાફ સભ્યોની બસને નિશાન બનાવી. દરેક વખતે ચીને સંપૂર્ણ તપાસની માંગ કરી છે. પાક સૈન્યએ રેન્ડમ રીતે સ્થાનિકોને ઉપાડી લીધાં હતાં અને તેમની પાસેથી બળજબરીથી કબૂલાત કરાવી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધાં.

પાકિસ્તાને હંમેશા ચીન પર હુમલા પાછળ વિદેશી હાથ હોવાનો ઈશારો કર્યો છે. જ્યારે પણ તેના નાગરિકોની હત્યા થાય છે ત્યારે બેઇજિંગ એક બંધનમાં ફસાઈ જાય છે. તે CPEC છોડી શકતું નથી કારણ કે તેણે એક પ્રોજેક્ટમાં પુષ્કળ રોકાણ કર્યું છે જે તેની BRI (બેલ્ટ રોડ પહેલ)નું પ્રદર્શન છે. આથી, તમામ નુકસાન અને ઘટનાઓ છતાં, તેઓ સંબંધોમાં પોપટ આલાપ ચાલુ રાખે છે. તેની સાથે જ, પાકિસ્તાન પાસે પાછું ચૂકવવાની ક્ષમતા નથી એવી કલ્પના કરીને, ચીનના પ્રોજેક્ટ ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાને અમેરિકા સહિતના મિત્ર દેશોની થોડી સહાનુભૂતિ મેળવી હતી

આ હુમલાના પરિણામે ચીન ફરીથી CPEC પ્રોજેક્ટ પર કામ કરી રહેલા તેના નાગરિકોની સુરક્ષા માટે પોતાના સૈનિકોને કામે લગાડવાનો આગ્રહ કરશે. આવા નિર્ણયને સ્વીકારવાથી પાકિસ્તાન માટે ખર્ચમાં વધારો થશે. કારણ કે તેણે સંરક્ષણ ભૂમિકામાં તહેનાત ચીની સુરક્ષા દળો માટે ચૂકવણી કરવી પડશે. તે એ પણ દર્શાવશે કે પાક સેના પોતાના દેશની અંદર સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે.

ચીની સૈનિકોની તહેનાતી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરશે કારણ કે તે પીએલએને બેઝની જોગવાઈ સૂચવે છે. ઇસ્લામાબાદને તેના નિયમો અને શરતો પૂરી કરવા પર દબાણ વધારવા માટે બેઇજિંગ પાકિસ્તાનની ક્ષમતાની બહાર ફરી વળતર તરીકે ભારે નાણાકીય માંગ રજૂ કરશે.

શહબાઝ શરીફ ટૂંક સમયમાં તેમની પ્રથમ સત્તાવાર વિદેશ યાત્રામાં બેઇજિંગમાં હશે. તારીખો હજુ જાહેર કરવાની બાકી છે. આ મુલાકાતના પરિણામે તેના પર દબાણ થશે અને બેઇજિંગની શરતો પર આગ્રહ પણ થશે જેને સ્વીકારવું પાકિસ્તાન માટે મુશ્કેલ હોઈ શકે છે. વધારાના રોકાણો અને દેવાની પુનઃરચના માટેની શેહબાઝની વિનંતીઓ રાવલપિંડી માટે શરમજનક હોઈ શકે તેવા સુરક્ષા પગલાંનો અમલ કરવા સહિત રાઈડર્સ સાથે આવી શકે છે.

પાકિસ્તાન હજુ પણ પોતાને આતંક સામે લડત આપતો ફ્રન્ટલાઈન દેશ માને છે, અને તેની સેનાએ કહ્યું તેમ, 'સંપૂર્ણ અડગતા અને રાજ્યના સંપૂર્ણ સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સાહસનો સીધો મુકાબલો કરનાર કદાચ એકમાત્ર રાષ્ટ્ર રહી ગયું છે.' જો કે, તે અનેક આતંકવાદી જૂથો માટે ઘર બની ગયું છે, જેને તેઓ 'સારા આતંકવાદી' તરીકે ઓળખાવે છે. તે આતંકવાદી જૂથોને સમર્થન આપી રહ્યું છે જેણે તેના તમામ મોટા પડોશીઓ, ઈરાન, અફઘાનિસ્તાન અને ભારત સાથે તેના સંબંધોને ખરાબ કર્યા છે અને ઈરાન અને અફઘાનિસ્તાને તેમની ધરતી પર પાકિસ્તાન વિરોધી જૂથોના પાયા તરફ આંખ આડા કાન કર્યા છે.

ચીન અને CPEC પર પાકિસ્તાનની વધુ પડતી નિર્ભરતાએ તેની નબળાઈઓ વધારી છે. બલુચિસ્તાન, CPECનું મુખ્ય કેન્દ્ર, ઇસ્લામાબાદ દ્વારા શોષણ કરવામાં આવે છે, પરંતુ વિકાસમાં અવગણવામાં આવે છે, અસંતુષ્ટ વસ્તી ધરાવે છે, જે બલૂચ સ્વતંત્રતા જૂથોના સંયોજન BRAS (બલોચ રાજાજી અજોઈ સંગર) માં પોષે છે. બલુચિસ્તાન અને કેપી સહિત તેના પશ્ચિમી પ્રાંતો લગભગ અશાસનીય છે. ટીટીપી કેપીના મોટા વિસ્તારને નિયંત્રિત કરે છે. જુદા જુદા આતંકવાદી જૂથો દ્વારા પાકિસ્તાનના અડ્ડા પર રોજેરોજ થતા હુમલાઓ ચિંતાનો વિષય છે. CPEC મુખ્ય લક્ષ્ય રહે છે કારણ કે તેમાં ચીનનો સમાવેશ થાય છે, જે પાક સેનાને શરમાવે છે. તે ચીન તરફથી વધારાનું દબાણ પણ લાવે છે.

વધુમાં, સ્થાનિક લોકો માને છે કે પ્રોજેક્ટ્સનો હેતુ પંજાબ અને સિંધમાં જીવનની ગુણવત્તાને લાભ આપવાનો છે, તેમના પ્રદેશમાં નહીં. મુહમ્મદ અમીર રાણા ધ ડોનમાં લખે છે તેમ, 'ઘણા લોકો માને છે કે ડેમ અને પહોળા રસ્તાઓ શહેરીકરણ, મહિલા મુક્તિ અને આધુનિકીકરણને ઉત્તેજિત કરશે, જેને તેઓ તેમના ધર્મ અને સંસ્કૃતિ માટે જોખમ તરીકે માને છે.'

પાકિસ્તાને CPECના નિર્માણના તેના ઈરાદાઓ અંગે લોકોમાં વિશ્વાસ કેળવવો પડશે, તેની સારી અને ખરાબ આતંકવાદી નીતિઓ બદલવી પડશે અને તેની જનતામાં સાંસ્કૃતિક અને ધાર્મિક ડર દૂર કરવો પડશે. જ્યાં સુધી તે આમ નહીં કરે, ત્યાં સુધી તેના પોતાના સશસ્ત્ર દળો અને CPECમાં શામેલ ચીનીઓ પાકિસ્તાનની શરમમાં વધારો કરતા લક્ષ્યો બની રહેશે.

લટકામાં, ગ્વાદરમાં વધુ એક હુમલામાં વધુ બે લોકોના મોત થયા છે. આ સાથે જ, પાક સેનાએ જાહેરાત કરી કે તેણે ટીટીપીના મુખ્ય કમાન્ડર સહિત 10 આતંકવાદીઓ અને શાંગલામાં ચીની એન્જિનિયરો પર હુમલાના સુત્રધારોની ધરપકડ કરી છે. તેઓએ જણાવ્યું કે આત્મઘાતી બોમ્બર અફઘાની હતો. મોટે ભાગે, નિર્દોષોને પકડી લેવામાં આવ્યા છે અને કબૂલ કરવા દબાણ કરવામાં આવ્યા છે. આશય સ્પષ્ટ છે અને અગાઉ પણ તે ધોરણ રહ્યું છે. ચીનને સંતુષ્ટ કરો અને ભારત તરફ ઈશારો કરતી વખતે કાબુલ પર દબાણ વધારવું. અફઘાન નેતૃત્વ પર તેની કોઈ અસર નહીં થાય પરંતુ શું તે ચીનને સંતુષ્ટ કરશે તે જોવાનું છે.

લેખક : હર્ષ કાકર (રિટાયર્ડ મેજર જનરલ)

  1. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચીનના મૂડીરોકાણને અવરોધમુક્ત સાહસ બનાવવું
  2. ચીનની દેવાંની જાળ બિછાવાની ડિપ્લોમસી

Last Updated : Apr 3, 2024, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.