અમદાવાદ: દિવાળીના તહેવાર શરૂ થઈ ગયા છે. આવતીકાલે 29મી ઓક્ટોબરે ધનતેરસનું પર્વ છે. ધનતેરસને ધનત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, આસો માસના કૃષ્ણ પક્ષની તેરસના રોજ ધનતેરસને ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે માતા લક્ષ્મી, ધનપતિ કુબેર તથા ધન્વંતરિની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.
વાઘબારસ અને ધનતેરસ એક જ દિવસે
ધનતેરસના દિવસે લોકો સોનાના આભૂષણો, ચાંદી, ચાંદીના સિક્કા, નવા વાહનો, વાસણ તથા સાવરણી સહિતની વસ્તુઓ ખરીદતા હોય છે, ખાસ લક્ષ્મી પૂજન કરતા હોય છે. એવામાં ખરીદી અને લક્ષ્મી પૂજા માટે શુભ ચોખડિયા અને મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. આ વખતે વાઘ બારસ અને ધનતેરસ બંને એક દિવસે આવતા હોવાથી લોકોમાં પણ ધનતેરસની પૂજા અને સમય અંગે ઘણી મૂંઝવણો છે. આ વખતે 29મી ઓક્ટોબરે સવારે 10.32 વાગ્યા સુધી વાઘબારસ રહેશે. એટલે કે 10.32 વાગ્યા બાદ ધનતેરસ શરૂ થશે, આથી કોઈપણ ખરીદી અને પૂજા આ પછી કરવું વધુ ઉત્તમ રહેશે.
ધનતેરસના શુભ મુહૂર્ત કયા રહેશે?
ધનતેરસ પર દિવસ અને રાતના શુભ ચોઘડિયા અંગે જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયા સાથે ETV ભારતે વાત કરતા તેમણે જણાવ્યું કહ્યું કે, આ ધનતેરસ પર ખરીદીથી લઈને પૂજા સુધીના શુભ કાર્યો માટે દિવસ દરમિયાન 3 મુહૂર્ત ખૂબ જ ઉત્તમ છે. પહેલું મુહૂર્ત સવારે 10.35 વાગ્યાથી બપોરે 1.10 વાગ્યા સુધી રહેશે. બીજું મુહૂર્ત બપોરે 3.20 વાગ્યાથી 4.40 વાગ્યા સુધી અને ત્રીજું મુહૂર્ત સાંજે 7.45 વાગ્યાથી 9.15 વાગ્યા સુધીનું રહેશે.
આ પણ વાંચો: