ETV Bharat / international

Pakistan general election: પાકિસ્તાનમાં આતંકી હાફિઝ સઈદ લડશે ચૂંટણી, નવી પાર્ટી અને નવા ચેહરાઓ સાથે આવ્યો સામે

પાર્ટીના એક પ્રવક્તાએ સઈદના સંગઠનો સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. સમાચાર અનુસાર, સઈદનો પુત્ર હાફિઝ તલ્હા સઈદ મરકજી મુસ્લિમ લીગ પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યો છે અને તેણે નેશનલ એસેમ્બલી માટે લાહોરથી મતવિસ્તાર નંબર NA-122 પરથી ઉમેદવારી નોંધાવી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 5, 2024, 12:14 PM IST

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે મરકઝી મુસ્લિમ લીગ નામનો નવો પક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યો છે, જે 2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની પાર્ટી હોવાનું માનવામાં આવે છે, જે પ્રતિબંધોથી બચવા માટે નવો વેશ ધારણ કરીને સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે.

બીબીસી ઉર્દૂના એક સમાચાર અનુસાર, પાકિસ્તાનના વિવિધ શહેરોમાંથી આ પાર્ટી દ્વારા નામાંકિત કરાયેલા કેટલાક ઉમેદવારો એવા છે કે જેઓ કાં તો હાફિઝ સઈદના સંબંધી છે અથવા તો ભૂતકાળમાં પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અથવા મિલ્લી મુસ્લિમ લીગ સાથે સંકળાયેલા છે. લાહોરની જેલમાં બંધ સઈદને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતોએ આતંકવાદ માટે નાણાં પૂરા પાડવાના અનેક મામલામાં કુલ 31 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમને 10 ડિસેમ્બર 2008ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 'વૈશ્વિક આતંકવાદીઓ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોની યાદીમાં લશ્કર-એ-તૈયબા, જમાત ઉદ દાવા (JuD) અને તેના સહયોગી અને સંસ્થાઓનો સમાવેશ કર્યો છે. JuDમાં ખૈર નાસ ઇન્ટરનેશનલ ટ્રસ્ટ, ફલાહ ઇન્સાનિયત ફાઉન્ડેશન, અલ-અનફાલ ટ્રસ્ટ, ખમતાબ ખાલિક ઇન્સ્ટિટ્યુશન, અલ-દાવત અલ-અરશદ, અલ-હમદ ટ્રસ્ટ, અલ-મદીના ફાઉન્ડેશન અને મુ અઝ બિન જબલ એજ્યુકેશનલ ટ્રસ્ટનો સમાવેશ થાય છે. પાકિસ્તાનમાં ધાર્મિક પક્ષો પર નજર રાખનારા વિશ્લેષકોને ટાંકીને શનિવારે પ્રકાશિત થયેલા એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે મરકઝી મુસ્લિમ લીગ સઈદના સંગઠન જેયુડીનો 'નવો રાજકીય ચહેરો' છે.

જો કે, પાર્ટીના પ્રવક્તાએ સઈદના સંગઠનો સાથે કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે. સમાચાર અનુસાર, સઈદનો પુત્ર હાફિઝ તલ્હા સઈદ મરકઝી મુસ્લિમ લીગ પાર્ટી વતી ચૂંટણી લડી રહ્યો છે અને તેણે લાહોરથી મતવિસ્તાર નંબર NA-122 પરથી નેશનલ એસેમ્બલી માટે ઉમેદવારી નોંધાવી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અને પૂર્વ સંઘીય મંત્રી ખ્વાજા સાદ રફીક પણ આજ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

એ જ રીતે, સઈદનો જમાઈ હાફિઝ નેક ગુજ્જર મરકજી મુસ્લિમ લીગની ટિકિટ પર પ્રાંતીય વિધાનસભા ક્ષેત્ર પીપી-162થી ચૂંટણી લડી રહ્યો છે. ભૂતકાળમાં પણ જમાત-ઉદ-દાવા સાથે સંકળાયેલા કેટલાક લોકોએ 'મિલ્લી મુસ્લિમ લીગ' પાર્ટી વતી 2018ની ચૂંટણીમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સરકારના વિરોધ અને તેમની અરજી બાદ પાકિસ્તાનના ચૂંટણી પંચે સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો અને નોંધણી માટેના તેમના ઉમેદવારી પત્રો નામંજૂર કરી દીધા હતાં.

ઉમેદવારી ફગાવી દેવામાં આવ્યા બાદ પાર્ટીના ઉમેદવારોએ 'અલ્લાહુ અકબર' તહરીક નામની અજ્ઞાત પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી, પરંતુ તમામ હારી ગયા હતા. પાકિસ્તાનમાં પ્રતિબંધિત પક્ષોની યાદીમાં 'મિલ્લી મુસ્લિમ લીગ'નું નામ સામેલ નહોતું, પરંતુ 2018માં અમેરિકાના નાણા વિભાગે વિદેશ વિભાગની મંજૂરીથી આ પક્ષને પ્રતિબંધિત જાહેર કર્યો હતો અને તેની સાથે સંકળાયેલા સાત લોકોને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મુકવામાં આવ્યા હતા. 'વૈશ્વિક આતંકવાદીઓ'ની યાદી મૂકવામાં આવી હતી.

  1. Imran Khan Cypher case : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને 10 વર્ષની જેલ, જાણો સમગ્ર મામલો...
  2. India honor list: ભારતે સંયુક્ત રાષ્ટ્રની આ સન્માન યાદીમાં મેળવ્યું સ્થાન, જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.