વોશિંગ્ટનઃ અમેરિકાના વર્જીનિયામાં નેપાળી મૂળના નરેશ ભટ્ટ પર તેની પત્ની ગુમ થયાના ચાર મહિના બાદ તેની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર આ આરોપ ત્યારે લગાવવામાં આવ્યો જ્યારે તેણે કથિત રીતે ગૂગલ પર સર્ચ કર્યું કે, અમેરિકામાં પત્નીના મોત બાદ લગ્ન કરવામાં કેટલો સમય લાગે છે?
કોર્ટના દસ્તાવેજો અનુસાર, પ્રિન્સ વિલિયમ કાઉન્ટીની ગ્રાન્ડ જ્યુરી દ્વારા 37 વર્ષીય વ્યક્તિને હત્યા અને મૃતદેહ સાથે અભદ્રતા કરવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હાલમાં તેમની પત્ની મમતા ભટ્ટનો મૃતદેહ મળ્યો નથી. જો કે, તપાસકર્તાઓએ દંપતીના માનસાસના ઘરે મળેલા લોહી સાથે તેના ડીએનએ મેચ કર્યા છે.
પત્નીના ગુમ થયા પહેલા માહિતી એકત્ર કરવામાં આવી હતી
પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે, તેની 28 વર્ષની પત્નીના ગુમ થવાના ત્રણ મહિના પહેલા નરેશે માહિતી એકઠી કરી હતી કે, જીવનસાથીના મૃત્યુ પછી લગ્ન કરવામાં કેટલો સમય લાગે છે?
આ અંગે ન્યૂઝ એજન્સીએ પોલીસ ચીફ મારિયો લુગોને ટાંકીને કહ્યું કે, શરૂઆતથી જ તેમનું માનવું હતું કે મહિલાની હત્યા કરવામાં આવી છે. લુગાઓ મીડિયાને કહ્યું કે, "મને લાગે છે કે મૃતદેહ ન મળવા મામલે અમારી સમક્ષ એક મજબૂત કેસ છે".
પરિવાર અને સ્થાનિક રહેવાસીઓએ એક અભિયાન શરૂ કર્યું
બાળ ચિકિત્સા નર્સ મમતા ભટ્ટના ગુમ થવા અંગેની તપાસએ ઉત્તરીય વર્જિનિયાના એક નાના સમુદાય તરફ આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તેના પરિવાર અને નેપાળમાં સ્થાનિક રહેવાસીઓએ એક થઈને જવાબો શોધવા માટે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું હતું.
આ ઉપરાંત પરિવારના સભ્યોએ સામુદાયિક કાર્યક્રમો અને રેલીઓનું પણ આયોજન કર્યું છે. તમને જણાવી દઈએ કે જુલાઈના અંતમાં મમતા ગુમ થયાના ત્રણ અઠવાડિયા પછી નરેશ પર લાશ છુપાવવાનો આરોપ લાગ્યો હતો. હાલ તે જેલમાં છે.
આ પણ વાંચો: