ઈઝરાયેલ : આજે શનિવારના રોજ વહેલી સવારે ઈઝરાયેલે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ઇઝરાયલી સુરક્ષા દળોએ તેહરાનમાં સૈન્ય મથકો અને આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ભારે બોમ્બમારો થયો હતો. ઈઝરાયેલી સેનાએ હુમલાની પુષ્ટિ કરી છે. આ સાથે જ ઈઝરાયેલે ઈરાન પરના હુમલા અંગે પણ અમેરિકાને જાણકારી આપી છે.
ઈરાન પર ઈઝરાયેલનો હુમલો : IDF દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, "ઇરાનમાં શાસન દ્વારા ઇઝરાયેલ વિરુદ્ધ મહિનાઓ સુધીના વારંવારના હુમલાના જવાબમાં ઇઝરાયેલ સંરક્ષણ દળો હાલમાં ઈરાનમાં લશ્કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરી રહ્યા છે."
In response to months of continuous attacks from the regime in Iran against the State of Israel—right now the Israel Defense Forces is conducting precise strikes on military targets in Iran.
— Israel Defense Forces (@IDF) October 25, 2024
The regime in Iran and its proxies in the region have been relentlessly attacking… pic.twitter.com/OcHUy7nQvN
ઈરાનના હુમલાનો જવાબ : ઈરાનમાં શાસન અને તેના પ્રદેશના પ્રતિનિધિઓ 7 ઓક્ટોબરથી સતત ઈઝરાયેલ પર હુમલા કરી રહ્યા છે. સાત મોરચે હુમલા થયા છે, જેમાં ઈરાની ધરતી પરથી સીધા હુમલાનો સમાવેશ થાય છે. લગભગ એક મહિના પહેલા તહેરાને ઇઝરાયલ તરફ લગભગ 200 બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. IDF એ કહ્યું કે, 7 ઓક્ટોબરથી ઈરાન અને તેના સમર્થકો દ્વારા સતત હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવી રહ્યા છે.
BREAKING: Explosions are heard near Tehran as the Israeli military says it is " conducting precise strikes on military targets in iran." https://t.co/7odTZ0r3C7
— The Associated Press (@AP) October 25, 2024
ઇઝરાયેલ સંરક્ષણ દળનું નિવેદન : વિશ્વના દરેક સાર્વભૌમ દેશની જેમ ઇઝરાયેલને પણ જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ રાજ્ય અને ઇઝરાયેલી લોકોની સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરીશું. ઇઝરાયેલના સંરક્ષણ દળોએ કહ્યું છે કે તેઓ ઇરાની સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલો કરી રહ્યા છે.
IDF દ્વારા હુમલાની પુષ્ટિ : ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ IDF પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ એક સંક્ષિપ્ત વીડિયો નિવેદનમાં જાહેરાત કરી કે, આ સમયે લોકોને આપવામાં આવેલ સૂચનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, કારણ કે ઈરાનમાં હુમલા કરવામાં આવી રહ્યા છે. હુમલા અને સંરક્ષણ માટે ઈઝરાયલની તૈયારી વ્યક્ત કરતા હગારીએ કહ્યું, 'IDF હુમલા અને સંરક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
The White House indicated that Israel’s strikes on Iran should end the direct exchange of fire between the two enemy countries, while warning Tehran of “consequences” should it respond. https://t.co/lJsPbgxr7O
— The Associated Press (@AP) October 26, 2024
અમેરિકાને હુમલાની માહિતી આપી : ઈરાન પર હુમલા અંગે ઈઝરાયેલે અમેરિકાને જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ અંગે જાણકારી આપવામાં આવી છે. ઈઝરાયેલ દરેક મોટા હુમલાની જાણ અમેરિકાને કરે છે. ઈરાન અને લેબનોન પર ઈઝરાયેલના હુમલાને અમેરિકા સમર્થન આપે છે. આતંકવાદને ખતમ કરવાના નામે અમેરિકા ઈઝરાયેલને સમર્થન આપે છે.