તેલ અવીવ: ઈરાનના ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે કહ્યું કે ઈરાને મોટી ભૂલ કરી છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે. સુરક્ષા કેબિનેટની બેઠકની શરૂઆતમાં નેતન્યાહૂએ કહ્યું કે જે કોઈ પણ તેમના પર હુમલો કરશે, તેઓ જવાબી કાર્યવાહી કરશે.
નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા આ વાતો લખી હતી. તેણે કહ્યું કે ઈઝરાયેલ પરનો હુમલો 'નિષ્ફળ' રહ્યો. તેમણે લખ્યું કે હું જાફામાં આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. તેણે અમેરિકાના સમર્થન બદલ આભાર પણ માન્યો હતો. નેતન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી હાઈટેક છે. તેના કારણે અમારી સેનાએ ઈરાની હુમલાને નિષ્ફળ બનાવ્યો.
“Iran’s attack is a severe and dangerous escalation. There will be consequences…We will respond wherever, whenever and however we choose, in accordance with the directive of the government of Israel.”
— Israel Defense Forces (@IDF) October 1, 2024
Watch IDF Spokesperson RAdm. Daniel Hagari regarding Iran’s large-scale… pic.twitter.com/A8pyC7eawI
ઈરાની હુમલા બાદ ઈઝરાયેલના અધિકારીઓએ માહિતી આપી હતી કે હુમલામાં લગભગ 181 બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ છોડવામાં આવી હતી. IDF એ એક નિવેદન પણ આપ્યું હતું કે અમે ઘણી મિસાઇલોનો નાશ કર્યો છે, પરંતુ પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયન નાગરિકનું મૃત્યુ થયું છે અને બે ઇઝરાયેલ ઘાયલ થયા છે.
RAW FOOTAGE: Watch as Iranian missiles rain over the Old City in Jerusalem, a holy site for Muslims, Christians and Jews.
— Israel Defense Forces (@IDF) October 1, 2024
This is the target of the Iranian regime: everyone. pic.twitter.com/rIqUZWN3zy
Approx. 10 million civilians are the targets of Iranian projectiles. pic.twitter.com/680uDJm3CJ
— Israel Defense Forces (@IDF) October 1, 2024
સમગ્ર ઈઝરાયેલમાં વિસ્ફોટોના અવાજો સંભળાઈ રહ્યા છે. સાયરન પણ સતત વાગી રહી છે. ઈઝરાયેલના એક અખબારના જણાવ્યા અનુસાર, અમેરિકાને સમયસર ઈરાનના ઈરાદાની જાણ થઈ અને ખબર પડ્યા બાદ તેણે કેટલીક મિસાઈલોને રોકી દીધી. તે જ સમયે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલના નાગરિકોને બંકરમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: