ETV Bharat / international

ઇઝરાયલે યુએન સેક્રેટરી જનરલ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યું- અમે ગુટેરેસને અનિચ્છનીય જાહેર કરીએ છીએ - Israel Bans UN Chief

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે, ઇઝરાયેલે યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયેલના વિદેશ મંત્રીએ ગુટેરેસને ઇઝરાયેલમાં અનિચ્છનીય જાહેર કર્યા છે. - Israel Bans UN Secretary General

ઇઝરાયલે યુએન સેક્રેટરી જનરલ પર લગાવ્યો પ્રતિબંધ
ઇઝરાયલે યુએન સેક્રેટરી જનરલ પર લગાવ્યો પ્રતિબંધ (AP)

તેલ અવીવ: પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાયેલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે બુધવારે કહ્યું કે તેઓ યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસને ઇઝરાયેલમાં પ્રવેશતા અટકાવી રહ્યા છે. તેમણે ગુટેરેસ પર ઈઝરાયેલ સામે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો.

તેમણે એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે "આજે, મેં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટરેસને ઈઝરાયેલમાં અનિચ્છનીય જાહેર કરી દીધા છે અને તેમને દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે કોઈ પણ ઈરાન દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા જધન્ય હુમલાની સ્પષ્ટ રુપે નિંદા નથી કરી શકતું, જેમ કે દુનિયાના લગભગ દરેક દેશે કર્યું છે, તે ઈઝરાયેલની ધરતી પર એક પગ પણ મુકવાના લાયક નથી."

'ગુટેરેસ આતંકવાદીઓને સમર્થન આપે છે'

કાત્ઝે વધુમાં લખ્યું છે કે ગુટેરેસ એકમાત્ર મહાસચિવ છે જેમણે હજુ સુધી ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના હત્યારાઓ દ્વારા કરવામાં આવેલા નરસંહાર અને જાતીય અત્યાચારની નિંદા કરી નથી અને ન તો તેમને આતંકવાદી સંગઠન જાહેર કરવાના કોઈ પ્રયાસનું નેતૃત્વ કર્યું છે. એક સેક્રેટરી જનરલ જે હમાસ, હિઝબોલ્લાહ, હુથી અને હવે ઈરાન (જે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર છે) ના આતંકવાદીઓ, બળાત્કારીઓ અને હત્યારાઓને સમર્થન આપે છે. તેમને સંયુક્ત રાષ્ટ્રના ઈતિહાસ પર એક ડાઘ તરીકે યાદ કરવામાં આવશે.

ઇઝરાયેલના વિદેશ મંત્રીએ કહ્યું કે ઇઝરાયેલ તેના નાગરિકોની સુરક્ષા કરવાનું ચાલુ રાખશે અને તેની રાષ્ટ્રીય ગરિમા જાળવી રાખશે, પછી ભલે એન્ટોનિયો ગુટેરેસ સાથે હોય કે ન હોય.

યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસને અનિચ્છનીય જાહેર કરવા પર, ઇઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેંડલરે કહ્યું કે, તેની પાછળનું એક કારણ એ છે કે યુએન સેક્રેટરી જનરલને ઈરાન, હિઝબુલ્લાહ અને હમાસ સાથેના સંઘર્ષ દરમિયાન કોઈ રસ્તો નથી મળ્યો. જ્યારે ઈરાનના પગલાની નિંદા કરવાને બદલે તે ઘણી વખત તેમના સમર્થનમાં ઊભા રહ્યા છે.

  1. શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? ઈઝરાયેલ પર ઈરાનના હુમલાનો અર્થ શું છે? - World War 3
  2. મિસાઈલ હુમલા પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું- ઈરાને મોટી ભૂલ કરી છે અને તેની કિંમત ચૂકવવી પડશે - NETANYAHU ON MISSILE ATTACK

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.