ઢાકા: જ્યારથી બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવાઈ છે, ત્યારથી ભારત વિરોધી નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યાંની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર ડૉ.યુનુસ પણ હંમેશા ભારતનો વિરોધ કરતા રહે છે. આ સંદર્ભમાં ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદુજ્જમાંને પરમાણુ બોમ્બને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે ભારતના વિરોધની વાત કરી છે અને પાકિસ્તાનને સમર્થન આપ્યું છે.
“We have to develop a Nuclear Treaty with Pakistan. Pakistan is the most reliable and trustworthy security ally of Bangladesh. This is exactly what the Indians don't want us to believe.”
— Fidato (@tequieremos) September 14, 2024
~ Professor Shahiduzzaman, Dhaka University while addressing military officers at a seminar pic.twitter.com/gfAeZrTJcj
સેનાના અધિકારીઓને સંબોધતા પ્રોફેસર શાહિદુજ્જમાં ને કહ્યું કે, ભારત આપણા દેશ માટે મોટો ખતરો છે અને પાકિસ્તાન અમારો ભરોસાપાત્ર સાથી છે. મળતી માહિતી મુજબ, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદુઝમાન પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ ખુલ્લેઆમ આતંકવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામીનું સમર્થન કરે છે. તેઓ હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. તેમણે કહ્યું કે ભારતની ધારણા બદલવા માટે આપણે પરમાણુ સંપન્ન દેશ બનવું પડશે.
તેમણે વધુમાં કહ્યું કે આનો અર્થ એ નથી કે અમે પરમાણુ શક્તિ બનવાનું વિચારી રહ્યા છીએ. મારો મતલબ એ છે કે આપણે આપણા ભૂતપૂર્વ હરીફ દેશ પાકિસ્તાન સાથે કોઈપણ કિંમતે પરમાણુ સંધિ કરવી જોઈએ. આટલું બોલતાની સાથે જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
પાકિસ્તાનને સાથી કહ્યો: કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, ઢાકા યુનિવર્સિટીના પ્રોફેસર શાહિદુજ્જમાંને તેમના કટ્ટર વિરોધી પાકિસ્તાનને સાચો અને મહાન સાથી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા બાંગ્લાદેશનું સૌથી વિશ્વસનીય સુરક્ષા ભાગીદાર રહ્યું છે, પરંતુ ભારતીયો નથી ઈચ્છતા કે આપણે આગળ વધીએ અને તેના પર વિશ્વાસ કરીએ. પ્રોફેસરે કહ્યું કે આ આજની વાસ્તવિકતા છે. તેણે મોહમ્મદ અલી ઝીણાની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે સંબંધો સ્થાપિત કરવા જોઈએ અને બંને દેશોએ એકબીજાને સમર્થન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે ભારત બિલકુલ નથી ઈચ્છતું કે, આપણા બંને દેશો મિત્ર બને. પાકિસ્તાનના વખાણ કરતા તેમણે કહ્યું કે તે આપણા દેશ માટે કંઈ પણ કરવા તૈયાર છે.
અગાઉ, અહીંની વચગાળાની સરકારના સલાહકાર ડૉ. યુનુસે ભારત વિશે કહ્યું હતું કે તે તેના પાડોશી દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે બંને દેશ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે તેઓ કોઈપણ પ્રકારની ખરાબ ઈચ્છા વગર એકબીજાને સાથ આપે. આ સંબંધ ન્યાયી હોવો જોઈએ.
આ પણ વાંચો: