વોશિંગ્ટન: અમેરિકાના વિદેશ વિભાગે તાજેતરના અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત અને કેનેડા વચ્ચે વધતા રાજદ્વારી તણાવના જવાબમાં વોશિંગ્ટન ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવાનું વિચારી રહ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાએ ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા અને અન્ય કેટલાક ભારતીય રાજદ્વારીઓને 'પર્સન ઓફ ઈન્ટરસ્ટ' તરીકે નામ આપ્યા બાદ આ અફવાઓ ફેલાઈ હતી.
મંગળવારે એક પ્રેસ બ્રીફિંગમાં, વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીના દાવાને નકારી કાઢ્યા હતા. અટકળો વચ્ચે અમેરિકાના વલણની સ્પષ્ટતા કરતા મિલરે કહ્યું, "હું એવા કોઈ અહેવાલથી વાકેફ નથી કે અમે ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે... મને આવી કોઈ હકાલપટ્ટીની જાણ નથી."
આ મહિનાની શરૂઆતમાં, કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા તેમને પર્સન ઓફ ઈન્ટરસ્ટ તરીકે લેબલ કરવામાં આવ્યાના જવાબમાં ભારતે કેનેડામાંથી તેના છ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા હતા. ત્યારથી રાજદ્વારી વિવાદ વધુ વકર્યો છે. ભારતે પણ બદલો લેતા છ કેનેડિયન રાજદ્વારીઓને નવી દિલ્હીમાંથી હાંકી કાઢ્યા છે.
વિકાસ યાદવ કેસ પર અમેરિકાની પ્રતિક્રિયા
દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે વિકાસ યાદવના મામલા પર પણ સવાલ ઉઠાવ્યા હતા, જે એક ભૂતપૂર્વ RAW અધિકારી છે, જેમનું નામ યુએસ સત્તાવાળાઓ દ્વારા અમેરિકાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરામાં તાજેતરમાં લેવામાં આવ્યું હતું.
જ્યારે યાદવના સંભવિત પ્રત્યાર્પણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિલરે સ્પષ્ટ કર્યું કે, પ્રત્યાર્પણના નિર્ણયો યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) હેઠળ આવે છે. તેમણે કહ્યું, "જ્યારે પ્રત્યાર્પણની વાત આવે છે, ત્યારે હું તમને ન્યાય વિભાગમાં મોકલીશ. આ એક કાનૂની મામલો છે, જેનો અમે DOJ પાસે મોકલીએ છીએ."
તેમણે કહ્યું કે, અમેરિકાએ ભારત સરકાર સાથે આ મુદ્દે ખુલીને ચર્ચા કરી છે. મિલરે ખુલાસો કર્યો હતો કે તેની તપાસની પ્રગતિ અંગે ચર્ચા કરવા માટે એક ભારતીય પ્રતિનિધિમંડળ બે અઠવાડિયા પહેલા યુએસની મુલાકાતે આવ્યું હતું.
યાદવને વોન્ટેડ તરીકે સૂચિબદ્ધ કર્યા
તેમણે કહ્યું કે, વોશિંગ્ટન વાસ્તવિક જવાબદારીની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું કે, એફબીઆઈએ તાજેતરમાં જ યાદવને નિષ્ફળ હત્યાના કાવતરાના સંબંધમાં વોન્ટેડ તરીકે લિસ્ટ કર્યા છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, આરોપમાં નામ આપવામાં આવેલ યાદવ હવે ભારત સરકારમાં કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા નથી.
આ પણ વાંચો: