સિંગાપોર: ભારતીય મૂળના એક વ્યક્તિને મહિલાની છેડતી કરવા બદલ અને હથિયાર વડે અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવા બદલ 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, 28 સપ્ટેમ્બર, 2022 ના રોજ એક ઘર નોકર તરીકે કામ કરતી યુવતી ખાદ્યચીજો ખરીદવા માટે જઈ રહી હતી, ત્યારે સિંગારામ પલિયાનાપન (61) એ તેને પીણું ખરીદવા માટે પૈસા આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ ના પાડી. બાદમાં સિંગારામના કહેવા પર તેણે પૈસા લીધા હતા.
લિફ્ટમાં કર્યા અડપલા: જ્યારે તેણી ખાદ્યપદાર્થો ખરીદીને તેના એમ્પ્લોયરના ઘરે જવાનું શરૂ કર્યું, ત્યારે સિંગારામ તેની પાછળ ગયો. બંને રહેણાંક મકાનની લિફ્ટમાં પહોંચ્યા બાદ સિંગારામે 17મા માળનું બટન દબાવ્યું.જ્યારે મહિલાએ પાંચમા માળનું બટન દબાવવાનું શરૂ કર્યું તો તેણે તેને રોકી. નાયબ સરકારી વકીલ જોર્ડી કે. તેણે કહ્યું કે લિફ્ટ ચાલી રહી હતી ત્યારે સિંગારામે મહિલા ઘર નોકરની છેડતી કરી હતી.
શું હતી સમગ્ર ઘટના: લિફ્ટ 17મા માળે પહોંચ્યા બાદ સિંગારામે પીડિતાને સાથે આવવા કહ્યું. યુવતીએ ના પાડી ત્યાર બાદ સિંગારામ ફરી લિફ્ટમાં આવ્યો અને લિફ્ટને સાતમા માળે લઈ જવા માટે બટન દબાવ્યું અને પછી મહિલાની છેડતી કરી. તેની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સિંગારામની 28 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. લગભગ એક મહિના પછી, 28 ઓક્ટોબરે, સિંગારામે સાયકલની દુકાન પર એક વ્યક્તિ પર હુમલો કર્યો.