હૈદરાબાદ: 12મી ફેલની અપાર સફળતા બાદ વિક્રાંત મેસી પોતાની આગામી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સાથે સ્ક્રીન પર ધૂમ મચાવશે. ફિલ્મની કહાની 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. હવે બધાની નજર વિક્રાંતની આ આવનારી ફિલ્મ પર રહેશે.
ઇન્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યુ: અભિનેતા વિક્રાંત મેસીએ તેમના ઇન્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. આ દરમિયાન તેમણે કેપ્સનમાં લખ્યુ કે, આ એક એવી ઘટના છે જે દેશને હલાવી નાખ્યો અને ભારતીય ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો છે. આ દરમિયાન વિક્રાંતએ ફિલ્મની રિલીઝ તારીખ પણ આપી દીધી છે.
કેવી છે ફિલ્મની કહાની: આ ફિલ્મમાં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ગોધરાની આગની ઘટનાની કહાની લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. સાબરમતી એક્સપ્રેસના કોચમાં લાગેલી આગમાં ઘણા લોકો જીવતા દાઝી ગયા હતા. લગભગ 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ: ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' 3 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મના નિર્દેશક રંજન ચંદેલ છે. જ્યારે શોભા કપૂર અને એકતા કપૂરે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મના અમૂલ વી મોહન અને અંશુલ મોહનની વિકિર ફિલ્મ ફિલ્મમાં સહ નિર્માતા છે. આ ફિલ્મ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવી છે.