ETV Bharat / entertainment

સોનાક્ષી-ઝહીરના ઘડિયા લગ્નની તૈયારીઓ શરૂ, શત્રુઘ્ન સિન્હાનું ઘર રોશનીથી શણગારાયુ, તસવીરો થઇ વાયરલ - Sonakshi Sinha Zaheer Iqbal Wedding - SONAKSHI SINHA ZAHEER IQBAL WEDDING

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. શત્રુઘ્ન સિન્હાનું નિવાસસ્થાન "રામાયણ" રોશનીથી ઝગમગી રહ્યું છે. આ યુગલે લગ્ન પહેલા મહેંદી સેરેમનીનો આનંદ માણ્યો હતો. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. સોનાક્ષી અને ઝહીરના લગ્નની કંકોત્રી પણ વાયરલ થઈ હતી. Sonakshi Sinha-Zaheer Iqbal Wedding

સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લગ્નની તૈયારીઓ શરુ
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલની લગ્નની તૈયારીઓ શરુ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 12:57 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, મુંબઈમાં શત્રુઘ્ન સિન્હાનું નિવાસ સ્થાન 'રામાયણ'ને રોશનીથી શણગારવામાં આવ્યું છે. ટૂંક સમયમાં લગ્ન કરવા આવનાર યુગલના ઘરે લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

"રામાયણ" ને રોશની શણગારવામાં આવ્યું: ઇન્સ્ટાગ્રામ પર પાપારાઝી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયોમાં શત્રુઘ્ન સિન્હાના નિવાસસ્થાન "રામાયણ" ને રાત્રિના સમયે ઝગમગતી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું, આ પ્રસંગે સમગ્ર ઇમારતને સુંદર રોશની શણગારવામાં આવી હતી. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હા પ્રી-વેડિંગ સેલિબ્રેશન હોસ્ટ કરી રહ્યા છે.

કપલની મહેંદી સેરેમનીમાં જે દેખાય છે તેમાંથી એક વાયરલ ફોટો સોનાક્ષી અને ઝહીરએ પોસ્ટ કર્યો હતો. બંને પ્રિયજનોની સંગતમાં ખુશીના માર્યા ઝુમી રહ્યાં રહ્યાં છે. સોનાક્ષીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે લાલ સલવાર કમીઝ પસંદ કર્યો હતો, જ્યારે ઝહીર સફેદ પાયજામા સાથે પ્રિન્ટેડ લાલ કુર્તામાં સજ્જ હતો.

પહેલા, કપલે તેમના નજીકના મિત્રો સાથે અલગ-અલગ બેચલર અને બેચલરેટ પાર્ટીઓનો આનંદ માણ્યો હતો. સોનાક્ષીએ તેની પાર્ટીની તસવીરો શેર કરી હતી. જેમાં તેની પ્રિય મિત્ર અને અભિનેતા હુમા કુરેશી સાથેના ફોટો સામેલ છે. આ દરમિયાન, ઝહીરે તેના મિત્રો સાથે, અભિનેતા સાકિબ સલીમ, હુમા કુરેશીના ભાઈ સાથે જોડાઈને ઉજવણી કરી, તેમની તસવીરા થઈ વાયરલ.

તાજેતરમાં, ઝહીર ઈકબાલ શત્રુઘ્ન સાથે બાંદ્રા, મુંબઈમાં પાપારાઝી માટે ખુશીથી પોઝ આપતા જોવા મળ્યા હતા. તેમના લગ્નનું આમંત્રણ, જે વાયરલ થયું હતું, તેમાં સોનાક્ષી અને ઝહીરનો એક ઓડિયો સંદેશ દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓએ પતિ અને પત્ની તરીકે તેમની મુસાફરી શરૂ કરવાની તૈયારી દર્શાવી હતી.

જો કે સોનાક્ષી અને ઝહીરે તેમના રોમાંસની અફવાઓ સામે આવી ત્યારથી તેમના સંબંધો વિશે ગોપનીયતા જાળવી રાખી છે, તેઓએ સોશિયલ મીડિયા પર ખાસ કરીને 2022 ની ફિલ્મ ડબલ એક્સએલમાં સાથે અભિનય કર્યા પછી પ્રેમભરી ક્ષણો શેર કરી હતી.

  1. મહારાજ ફિલ્મ પર હાઇકોર્ટે લગભગ 01 કલાક અને 25 મિનિટ સુધી જજમેન્ટ ડિકટેટ કર્યું - Maharaja Film Controversy
  2. શાહરૂખ ખાનની આ અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચ પર કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ટોચના અભિનેતાએ મને એકલી બોલાવી - Isha Koppikar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.