ETV Bharat / entertainment

Moosewala Mother Pregnant: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતાએ પત્નીના પ્રેગ્નન્ટ હોવાની વાતને નકારી - Sidhu Moosewala

સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની 58 વર્ષીય માતા ગર્ભવતી છે તેવી ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે આ મામલે સિદ્ધુ મુસેવાલાના પિતાએ પત્ની ચરણ કૌરની ગર્ભાવસ્થાની અફવાઓને નકારી કાઢી હતી.

Moosewala Mother Pregnant:
Moosewala Mother Pregnant:
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 11:45 AM IST

Updated : Mar 13, 2024, 11:32 AM IST

મુંબઈ: સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની માતા VF પ્રેગ્નેન્સી ટેકનીક દ્વારા ગર્ભવતી બની છે અને આગામી મહિને એટલે કે માર્ચમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે. આ સમાચારો મીડિયામાં વહેતા થયા હતા. ત્યારે આ મામલે સિદ્ધુ મૂસેવાના પિતા (બલકૌર સિંહ) દ્વારા તેમની પત્ની ચરણ કૌરની ગર્ભાવસ્થાની અફવાઓને નકારી સ્પષ્ટતા કરવામાં આવી હતી.

સિદ્ધુ મૂસેવાના પિતાએ જણાવ્યું હતું કે અમે સિદ્ધુના ચાહકોના આભારી છીએ જેઓ અમારા પરિવારની ચિંતા કરે છે. પરંતુ પરિવાર વિશે ઘણી બધી અફવાઓ ચાલી રહી છે જેના પર વિશ્વાસ કરી શકાતો નથી. જે પણ સમાચાર હશે, પરિવાર તમારા બધા સાથે શેર કરશે, એમ તેણે પંજાબીમાં લખ્યું હતું.

ઉલ્લેકનીય છે કે સિંગરની માતા IVF પ્રેગ્નેન્સી ટેકનીક દ્વારા ગર્ભવતી બની છે. આ સમાચાર સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું, જ્યારે ગાયકના ચાહકો માની રહ્યા હતા કે મૂઝેવાલાનો પુનર્જન્મ થવાનો છે. જો કે, દિવંગત ગાયકના માતાપિતાએ આ સમાચારોનું ખંડન કર્યું હતું.

સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. મુસેવાલાએ થોડા જ સમયમાં પોતાની ગાયકીથી લાખો ચાહકો એકઠા કરી લીધા હતા. તે જ સમયે, મુસેવાલાની લોકપ્રિયતા તેમના મૃત્યુનું કારણ બની. તમને જાણીને નવાઈ લાગશે કે મૂઝવાલાના ગીતો માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સાંભળવામાં આવે છે. ગાયકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મૂઝવાલાને તેમની જીપમાં સવાર બદમાશોએ ગોળી મારી હતી.

મુસેવાલાનું મૃત્યુ ક્યારે થયું? તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મૂઝવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. સિદ્ધુના મૃત્યુથી બંને બરબાદ થઈ ગયા હતા. સિદ્ધુ પોતાના ઘરનો એકમાત્ર ચિરાગ હતો, જેને દુશ્મનાવટના કારણે એક ગેંગસ્ટરે ગોળી મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ ખુલ્લેઆમ ગન કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે જાણીતા હતા. જ્યારે, 29 મે, 2022 ના રોજ, કેટલાક ગુંડાઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. તેની હત્યાથી દેશભરમાં તેના ચાહકોમાં આક્રોશ ફેલાયો હતો.

  1. Malti Marie Pics : પ્રિયંકાએ પુત્રી માલતી મેરીની તસવીરો શેર કરી, સમયની કિંમત સમજાવી
  2. Taapsee Pannu: તાપસી પન્નુ બોયફ્રેન્ડ મૈથિયાસ સાથે આ વર્ષે કરી શકે છે લગ્ન ! જાણો ક્યાં યોજાશે

Last Updated : Mar 13, 2024, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.