જામનગર: મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. દરેક વ્યક્તિ તેની દરેક વિગતો જાણવા ઉત્સુક છે. પ્રી-વેડિંગમાં બોલિવૂડ સહિત સાઉથના અનેક કલાકરો અને વિદેશથી પણ મહેમાનોનો જમાવડો જોવા મળ્યો. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ પોપ સ્ટાર રિહાન્નાને લઈને કે જેને આ ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે તેને 52 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. 1 માર્ચનો તેના પરફોર્મનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
રિહાન્ના પોતાના દેશ જવા રવાના: રિહાન્નાને અંબાણી પરિવારે ખાસ આમંત્રણ આપ્યું હતું. તે ક્રૂ અને ઘણા સામાન સાથે 29 ફેબ્રુઆરી ગુરુવારે જામનગર પહોંચી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 1 માર્ચે, તેણીએ રાત્રે કોકટેલ પાર્ટી દરમિયાન તેનું પ્રદર્શન આપ્યું અને 2 માર્ચે સવારે 6 વાગ્યાની આસપાસ તે તેના દેશ જવા રવાના થઈ. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ત્યાં તે લેડી પોલીસ સાથે પોઝ આપી રહી છે અને પેપ્સ સાથે પણ સારું વર્તન કરી રહી છે, જેના પછી તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
રિહાનાના સામાન પર બધાનું ધ્યાન ખેંચાયું: ભારતમાં રિહાન્નાનું આ પહેલું પર્ફોર્મન્સ હતું, જે તેણે અંબાણી પરિવારના ખાસ અવસર પર આપ્યું હતું. જ્યારે તે આવી હતી ત્યારે પણ તેના સામાનનો વીડિયો સામે આવ્યો હતો અને જ્યારે તે જવા લાગી ત્યારે તેનો વિશાળ સામાન કારમાં લોડ કરવામાં આવ્યો ન હતો પરંતુ તેને એક ટ્રકમાં એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો. તેનો સામાન જોઈને બધા દંગ રહી ગયા કારણ કે તે માત્ર બે દિવસ માટે જ આવી હતી અને તે મુજબ તેનો સામાન એક મહિના સુધી ચાલતો હોય તેવું લાગી રહ્યું હતું.
રિહાન્નાએ પાપારાઝીને તસવીરો આપી: જ્યારે રિહાન્નાએ પેપ્સ માટે પોઝ આપ્યો હતો. જ્યારે તેમને કોઈ ગુસ્સો દર્શાવ્યા વિના સમય આપવામાં આવ્યો તો લોકોએ તેમના વખાણ કર્યા. એક યુઝરે વીડિયો જોયા બાદ કહ્યું, 'તે આપણા બોલિવૂડ લોકો કરતા ઘણી સારી છે.'