મુંબઈઃ માયાનગરીમાં વધુ એક સીતારો ખરી ગયો છે. મોડલ તરીકે વધુ પ્રખ્યાત અને બોલીવૂડમાં જાણીતી એક્ટ્રેસ 32 વર્ષીય પૂનમ પાંડેનું મૃત્યુ થયું છે. સર્વાઈકલ કેન્સર સામેની લડાઈ આ જાજરમાન અભિનેત્રી હારી ગઈ. પૂનમના મેનેજરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી પોસ્ટ કરી છે. આ પોસ્ટ બાદ પૂનમના ફેન્સમાં ચકચાર મચી ગઈ. કેટલાક ફેન્સ પોતાનું શોકિંગ રીએક્શન આપી રહ્યા છે જ્યારે કેટલાક ફેન્સને પૂનમના નિધન પર વિશ્વાસ જ નથી બેસતો.
મેનેજરે સોશિયલ મીડિયામાં પૂનમ પાંડેના મૃત્યુની જાણકારી આપી છે. જેમાં તેણે લખ્યું છે કે, આજની સવાર અમારા માટે બહુ દુખદાયક છે, અમને આ જણાવતા બહુ દુઃખ થાય છે કે, પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરની બીમારીમાં પોતાનો જીવ ખોયો છે. પૂનમ પાંડેના પરિચયમાં આવતી દરેક વ્યક્તિને પૂનમે ખૂબ પ્રેમ આપ્યો હતો. અમે ફેન્સને કોન્ફિડેન્શિયાલિટી જાળવી રાખવા અનુરોધ કરીએ છીએ.
સોશિયલ મીડિયામાં પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર જંગલમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા છે. પૂનમના મૃત્યુના સમાચારનો ફેન્સને વિશ્વાસ જ આવતો નથી. ઘણા ફેન્સ શોકગ્રસ્ત છે. શોકગ્રસ્ત ફેન્સ પોતાના શોકિંગ રીએક્શન શેર કરી રહ્યા છે. કેટલાકે પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર ફેક ગણાવ્યા છે. જ્યારે પૂનમના કેટલાક હિતશત્રુઓ આ ઘટનાને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. પૂનમે તાજેતરમાંજ બિગબોસ 17ના વિજેતા મુનવ્વર ફારુકીને જીતની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેણીએ સોશિયલ મીડિયા પર રામ મંદિરનો વીડિયો પણ શેર કર્યો હતો.