મુંબઈ : સલમાન ખાનને ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ પર વેબ સિરીઝ બનવા જઈ રહી છે. જાની ફાયર ફોક્સ ફિલ્મ પ્રોડક્શન હાઉસ "લોરેન્સ - અ ગેંગસ્ટર સ્ટોરી" નામની નવી વેબ સિરીઝ રિલીઝ કરવા માટે તૈયાર છે. જેને ઇન્ડિયન મોશન પિક્ચર્સ એસોસિએશન દ્વારા સત્તાવાર રીતે શીર્ષક આપવામાં આવ્યું છે.
"લોરેન્સ - અ ગેંગસ્ટર સ્ટોરી" : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર વેબ સિરીઝ બની રહી છે. લોરેન્સ બિશ્નોઈ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાન અને તેના પિતાને ધમકી આપવા જેવા વિવાદો માટે ચર્ચામાં છે. જાની ફાયર ફોક્સ ફિલ્મ પ્રોડક્શન હાઉસ "લોરેન્સ - અ ગેંગસ્ટર સ્ટોરી" નામની નવી વેબ સિરીઝ રિલીઝ કરવા માટે તૈયાર છે.
ક્યારે રિલીઝ થશે ફર્સ્ટ લુક ? કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ ઘણા વિવાદો સાથે જોડાયેલું છે. ચર્ચા છે કે દિવાળી પછી વેબ સિરીઝમાં ગેંગસ્ટરનો રોલ કરી રહેલા હીરોનું નામ અને સિરીઝનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવશે. જાની ફાયર ફોક્સ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મો બનાવવા માટે જાણીતી છે. તેનો ઉદ્દેશ્ય લોરેન્સ બિશ્નોઈની આસપાસ મનોરંજક અને વાસ્તવિક વાર્તા રજૂ કરવાનો છે. આ પોસ્ટર દિવાળી પર રિલીઝ થશે અને ગેંગસ્ટારની ભૂમિકા કોણ ભજવી રહ્યું છે તે પણ જાહેર કરવામાં આવશે.
સત્ય ઘટના દર્શાવતું પ્રોડક્શન હાઉસ : જાની ફાયર ફોક્સે અગાઉ પણ સત્ય ઘટનાઓથી પ્રેરિત કેટલીક વાર્તાઓ પર કામ કર્યું છે. જાની પ્રોડક્શન હાઉસે "અ ટેલર મર્ડર સ્ટોરી" બનાવી હતી. જે ઉદયપુરના દરજી કન્હૈયાલાલ સાહુની હત્યા પર આધારિત છે. આ સિવાય તેણે "કરાચી ટૂ નોઈડા" પણ બનાવી છે, જેમાં સીમા હૈદર અને સચિનની અનોખી લવસ્ટોરી બતાવવામાં આવી છે.